________________
બહાર નીકળ્યા, ત્યાં જ સામેથી ધસમસતી વાઘણ આવી. જાણે સાક્ષાત મૃત્યુની દૂતી દોડતી આવી ! અમે બંને એકદમ સાવધાન બની ગયા. મૃત્યુને વધાવવા તૈયાર થઇ ગયા. મુનિ તો સદા સ્વસ્થ જ હોય, મૃત્યુને પણ એ મહોત્સવ ગણે. પ્રત્યેક પળે એ મૃત્યુ માટે તૈયાર જ હોય. સાચો સાધક તો માને : ક્ષણે-ક્ષણે મૃત્યુ આવી જ રહ્યું છે. જે ક્ષણ ગઇ તે ક્ષણ આપણા માટે મરી ગઇ. અથવા તો એમ જ કહો, એ ક્ષણ માટે આપણે મરી ગયા. ગઇ કાલ ગઇ. એ માટે આપણે મરી ગયા. જેટલો કાળ ગયો, તેટલા કાળ માટે આપણે મરી જ ગયા છીએ. બહુ જ ઊંડાણમાં જોઇએ, તો જન્મ-જીવન અને મૃત્યુ અત્યારે પણ ચાલી જ રહ્યા છે. શ્વાસ લેવો તે જન્મ છે. શ્વાસ ધારણ કરવો તે જીવન છે. શ્વાસ છોડવો તે મૃત્યુ છે. આ ચક્ર સતત ચાલતું જ રહે છે. મૂઢ જીવ જીવનના ઠેઠ છેલ્લા છેડાને જ મૃત્યુ માની બેઠો છે. આથી જ તે બેફિકરો થઇ સંસારના કાર્યોમાં રચ્યો-પચ્યો રહે છે. જો એને પ્રત્યેક પળે મોત દેખાય, તો તરત જ ધર્મ-માર્ગે પ્રવેશ થઇ જાય ! પ્રતિક્ષણે જાગૃત રહેનાર પ્રબુદ્ધ આત્મા મૃત્યુથી કદી ગભરાતો નથી. એ તો મોતનો સત્કાર કરતાં કહે : આવ, પ્યારા મૃત્યુદેવ ! મને જૂનાં કપડાં ઉતરાવીને, નવા પહેરાવ. જૂનું ઘર છોડાવીને નવું ઘર આપ. જૂનું છોડીને નવું વસ્ત્ર પહેરતાં માણસ આનંદ માને છે, તેમ યોગી મૃત્યુ સમયે આનંદ પામે.
અમે બંને જરાય ગભરાયા વગર સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક સાગારિક અનશન લઇને કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા. દૃષ્ટિ નાસાગ્ર પર સ્થિર કરી. મન સમાધિમાં લગાવ્યું. વાઘણે એકદમ મારા પર તરાપ લગાવી. મને ધરતી પર પછાડી દીધો. મારા શરીરમાંથી માંસના લોચે-લોચા કાઢીને ખાવા લાગી. શરીરમાંથી લોહીનો વણથંભ્યો પ્રવાહ વહેવા લાગ્યો. ભયંકર પીડા થવા લાગી. પણ કોને ? શરીરને. હું ક્યાં શરીર હતો ? હું તો હતો : સચ્ચિદાનંદ આત્મા ! આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપમાં હું એવો ડૂબી ગયેલો કે, શારીરિક પીડા તો મારાથી સેંકડો યોજન દૂર રહી ગઇ. શરીર અને આત્મા અલગ છે. એવી માત્ર માન્યતા નહોતી, અનુભૂતિ હતી. જે અનુભૂતિની કક્ષામાં આવી જાય છે, તેવો
સાધક દેહને એક વરસની જેમ જુએ છે. વસ્ત્ર ફાટતાં શરીરને કાંઈ દુઃખ થતું નથી, તેમ શરીરને પીડા થતાં આત્મિક સ્તર પર પહોંચેલા યોગીને કોઇ પીડા થતી નથી. એ જે રીતે વસ્ત્રને જુએ, તેમ પીડા સહન કરતા પોતાના શરીરને તટસ્થ બનીને જોઈ શકે છે.
હું તો પળે પળે આત્મપ્રદેશના નવા નવા શિખરો સર કરી રહ્યો હતો, આનંદની અગમ્ય સૃષ્ટિ પર મારું ઉડ્ડયન થઇ રહ્યું હતું. ધ્યાનની એવી જબરદસ્ત આગ મારામાં પ્રગટી હતી કે, ક્ષણે-ક્ષણે મારી અંદર રહેલા જનમ-જનમના એકઠા થયેલા કર્મ બંધનો બળી રહ્યા હતા. અને એકદમ ઉજ્જવલ પ્રકાશનો મને અનુભવ થયો. જાણે બ્રહ્માંડ આખું મારામાં સમાઇ ગયું હતું અથવા અખિલ બ્રહ્માંડમાં હું ફેલાઇ ગયો હતો. સૂર્ય અને ચન્દ્ર જાણે મારી અંદર ઘૂમે છે. એવી અનુભૂતિ મને થવા લાગી. હા, હવે હું સર્વજ્ઞ / કેવળજ્ઞાની બન્યો હતો.
કેવળજ્ઞાનના પ્રકાશમાં મને જણાયું કે, મારા પર જીવલેણ હુમલો કરનાર વાઘણ એ બીજું કોઈ નહિ, પણ મારી સગી માં સહદેવીનો જ જીવ હતો. મેં દીક્ષા લીધી ત્યારે એ મારા પર ગુસ્સે ભરાઇ હતી. ગુસ્સાના એ સંસ્કારે જ મારા પર હુમલો કર્યો હતો. મને કેવળજ્ઞાનમાં એ પણ પ્રતિભાસિત થયું કે, હવે વાઘણ મારા મૃતકને જોશે. મારા સોનાના દાંતને જોઇ જાતિસ્મરણ જ્ઞાન પામશે અને પુત્રની હત્યા બદલ પસ્તાવો કરતી અંતે અનશન કરશે અને સ્વર્ગલોકમાં જશે.
આત્મ કથાઓ • ૧૩૬
આત્મ કથાઓ • ૧૩૭