________________
“મુનિવર ! આપે મને અનાથ-સનાથનો અર્થ બરાબર સમજાવ્યો. આપની વ્યાખ્યા પ્રમાણે ખરેખર આખું જગત અનાથ છે. મોટો ચક્રવર્તી પણ અનાથ છે. ધર્મ જેને નથી મળ્યો તે બધા જ અનાથ છે. મહાત્મનું ! આજે આપના સમાગમથી મને ધર્મનો બોધ થયો. મુનિજી ! આપના ચરણોમાં અગણિત વંદન !”
રાજા પોતાના સ્થાનકે ગયો. હું ફરી ધ્યાન-દશામાં લીન બન્યો.
છ મહીનાના રોગથી અકળાયેલા, ગુંગળામણ અનુભવતા ધર્મને જ એક માત્ર શરણ્યરૂપે જોતા મારા આત્માએ દેઢ સંકલ્પ કર્યો : જો આજની રાતે મારો રોગ મટી જાય તો હું સવારે દીક્ષા લઇશ !
મારા સંકલ્પનો ચમત્કાર તો જુઓ ! જ્યાં મેં સંકલ્પ કર્યો કે તરત જ વેદના ઘટતી ગઇ, રોગ ઘટતો ગયો. સવાર સુધીમાં તો વેદના એકદમ ગાયબ ! શરીર એકદમ તંદુરસ્ત ! ચમત્કાર સર્જાઇ ગયો... નહિ ? પણ આમાં ચમત્કાર જેવું કશું નથી. તમારું મન જ્યારે શુભ વિચાર, શુભ સંકલ્પ કરવા લાગી જાય છે ત્યારે અંદર જબરદસ્ત આંદોલન પેદા થાય છે. શુભ વિચારોની જબરદસ્ત અસર હોય છે. એના કારણે કર્મોમાં પણ ફરક પડે છે. અશુભ કર્મો શુભમાં પરિવર્તિત થઇ જાય છે. જ્યારે આપણે શુભ વિચારો કરવા લાગીએ છીએ ત્યારે ચારેબાજુથી શુભ વિચારોને આમંત્રણ આપીએ છીએ. ચારેબાજુ બધા જ પ્રકારના વિચારો ઘુમી રહ્યા છે. આપણે જેવા વિચારો કરીએ છીએ તેવા વિચારો સ્વાભાવિક રીતે આકર્ષિત થઇ જતા હોય છે.
શુભ વિચારોમાં રોગોને મટાડવાની અદ્દભુત શક્તિ હોય છે. મોટા ભાગના આપણા રોગો અશુભ વિચારોના કારણે થયેલા હોય છે. નિષેધાત્મક વિચારસરણીથી થયેલા હોય છે. જ્યારે વિધેયાત્મક વિચારો કરીએ છીએ ત્યારે રોગ આપોઆપ દૂર ભાગે છે. આથી જ તમે આશાવાદી અને વિધેયાત્મક વિચારવાળાને રોગી ઓછા પ્રમાણમાં જોશો.
સવાર થતાં જ હું તો દીક્ષા માટે તૈયાર થઇ ગયો. એવું નહિ કે હવે તો રોગ જતો રહ્યો છે... હવે દીક્ષા - બીક્ષા જવા દો. સંકલ્પ તો મનમાં જ કરેલોને ! કોને ખબર પડવાની હતી ? નહિ... આવી સત્ત્વહીન વિચારણા મને મંજૂર હોતી.
સવાર થતાં જ હું સંયમ-પંથે ચાલી નીકળ્યો. રાજન ! મને અટકાવવા મારા સ્વજનોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ હું ટસના મસ ના થયો. ડગલું માંડ્યું કે પાછા ના હટવું ! મારી અનાથતા મને બરાબર સમજાઇ ગઇ હતી. શ્રેણિક રાજા મારી વાત સાંભળી મારા ચરણોમાં ઝૂકી પડ્યા :
આત્મ કથાઓ • ૮૮
આત્મ કથાઓ • ૮૯