________________
-
-
-
-
-
-
-
(૩૬) હું કોણિક
કોણ જાણે કેમ? મને નાનપણથી જ મારા બાપ પર ભારે ગુસ્સો ! બાપ મને સાક્ષાત્ સાપ લાગતો, પાપ લાગતો ! જ્યારે જ્યારે એમની સામે નજર કરું, એમને મારી નાખવાનો, હેરાન કરવાનો જ વિચાર આવતો. જો કે, મારા પિતાશ્રીએ મારું કશું બગાડ્યું હોતું... છતાં હું અકારણ જ બાપ પર વેર રાખતો ! કદાચ મારો વેર જન્માંતરના અનુબંધવાળો હતો !
બાપ પર વેર વાળવાની તક હંમેશાં શોધ્યા જ કરતો ને એક દિવસ એ તક મળી ગઇ !
મારો મોટો ભાઈ હતો : અભય ! અભય ખૂબ જ બુદ્ધિમાન અને પિતાજીને સંપૂર્ણ સમર્પિત ! એ હોય એટલે મારો એકેય પ્રયત્ન સફળ ન જ થાય તે સ્વાભાવિક છે. અભય એટલો ચાલાક હતો કે કોઇની દાળ ગળવા ન દે ! વળી એ મુખ્ય મંત્રી પણ હતો. પણ અભયે દીક્ષા લઇ લીધી એટલે મારો માર્ગ મોકળો થયો ! એને પુણ્યોદય ગણો તો પુણ્યોદય ! પાપોદય ગણો તો પાપોદય, પણ મારી ઇચ્છાપૂર્તિ માટેનો રસ્તો સરળ બની ગયો, એટલું ચોક્કસ !
હવે મને મોકળું મેદાન મળી ગયું. બાપને જેલમાં પૂરી હેરાન કરવાની યોજના મેં ઘડી કાઢી. એ માટે સૌ પ્રથમ મેં કાલ, મહાકાલ વગેરે મારા દસ ભાઇઓને સાધી લીધા. મેં તેમને સમજાવ્યું: ‘આ આપણા પિતાજી આટલા બૂઢા થયા છતાં સત્તા પર જળોની જેમ ચીપકી રહ્યા છે. હજુ ક્યાં સુધી ચીપકી રહેશે એ પણ કહી શકાય નહિ. હવે તો આપણે જ સતર્ક થવું પડશે. પિતાજીને પદભ્રષ્ટ કરી જેલમાં પૂરી દઇએ ને આપણે રાજતંત્રના સૂત્રો હાથમાં લઇ લઇએ.” મારા ભાઇઓ મારી આ યોજનામાં પૂરી રીતે તૈયાર થઇ ગયા. સેનાપતિ, અમાત્ય, ખજાનચી વગેરેને પણ મેં મારા પક્ષમાં લઇ લીધા અને અચાનક ઝપાટો બોલાવી મેં પિતાજીને જેલમાં પૂર્યા અને હું રાજા બની બેઠો. પ્રજા મોટું વકાસીને જોતી જ રહી. હું નિર્લજ્જ થઇ રાજ્ય કરવા લાગ્યો. બાપને રોજ સો કોરડા ફટકારતો.
આત્મ કથાઓ • ૨૫૦
બાપ વધુ રીબાય તેમ હું વધુ ને વધુ રાજી થતો.
એક વખત હું જમવા માટે બેસેલો. મારી મા ચેલ્લણા મને ભોજન પીરસી રહી હતી. તે વખતે મારા ખોળામાં મારો નાનો પુત્ર બેઠેલો હતો. ચાલુ ભોજને એણે પેશાબ કર્યો. મારી ભોજનની થાળી બગાડી મૂકી, પણ મેં એ નાનકડા પુત્ર પ્રત્યે જરા જેટલો પણ ગુસ્સો ન કર્યો. એને દૂર પણ ન હડસેલ્યો. મને મારા પુત્ર માટે અગાધ વાત્સલ્ય હતું. થાળીમાં મૂત્રથી બગડેલું થોડું ભોજન કાઢી એ જ થાળીમાં હું ત્યારે ને ત્યારે બાકીનું ભોજન જમવા લાગ્યો. જમતાં-જમતાં મને વિચાર આવ્યો : મારા જેવો પુત્રપ્રેમી બાપ બીજો કોઇ હશે ? મારો સ્વભાવ મૂળથી જ અભિમાની ! કોઇ પણ ઘટનાને હું સ્વકેન્દ્રી બનીને જ વિચારું ! ટેવ જ આવી. મેં માને પૂછ્યું : મા ! મારા જેવો પુત્રપ્રેમી બીજો કોઇ બાપ તે જોયો ? પુત્રના મૂત્રવાળું ભોજન આરોગનાર પ્રેમાળ પિતા તે ક્યાંય જોયો ?
મારી વાત સાંભળતાં જ મારી મા એકદમ તાડુકી ઊઠી : ઓ કજાત ! તારો પુત્ર-પ્રેમ શી વિસાતમાં છે ? તારા પિતાજીને તારા પર કેટલો પ્રેમ હતો, તે તું જાણે છે ? એની પાસે તારો આ પ્રેમ કાંઇ ન ગણાય. તને આજ સુધી મેં કદી જે વાત કહી નથી તે આજે કહું છું. સાંભળ. તું જ્યારે પેટમાં આવ્યો ત્યારથી જ મને ખરાબ દોહલા આવવા માંડેલા. મને ખાતરી થઇ ચૂકી હતી કે આ બંદો બાપનો શત્રુ બનશે. આથી જ મેં ગર્ભપાત કરવા ઘણા પ્રયત્ન કર્યો, પણ તું એવું પુણ્ય લઇને આવેલો કે એ વિષમય ઔષધો પણ તારા માટે પુષ્ટિકારક બન્યા. જન્મ થયા પછી પણ દાસી મારફત મેં તને ઉકરડે ફેંકી નંખાવ્યો... તારા પિતાજીને આ વાતની ખબર પડતાં તરત જ ઉકરડે દોડ્યા. ત્યાં જોયું તો એક મરઘી તારી આંગળીને ચાંચ મારી-મારી લોહી-લુહાણ કરી રહી હતી, તું જોર-જોરથી રડી રહ્યો હતો. તારા પિતાએ તરત જ વહાલથી તને ઉઠાવી લીધો અને લોહી નીંગળતી આંગળી મોઢામાં નાખી ચૂસવા લાગ્યા. જ્યારે જ્યારે આંગળી ચૂસતા ત્યારે ત્યારે તું રોવાનું બંધ કરી દેતો હતો. તારી એક આંગળી કુણી થઇ જવાથી જ તારું નામ “ણિક’ પડ્યું છે. આજે તું તારા પિતાજીના પ્રેમને ભૂલીને યૌવન અને સત્તાથી
પરકાય - પ્રવેશ • ૨૫૧