________________
રહી મારા સવાલોના જવાબોની પ્રતીક્ષા કરવા લાગ્યો. સભા વચ્ચે તો અહંકાર શી રીતે છોડી શકું? મારા આવા જબરદસ્ત સવાલોના જવાબ મહારાજ શી રીતે આપશે ? આખી સભામાં પણ ઉત્કંઠાનું મોજું ફેલાઇ ગયું હતું. બધાની આતુરતા વચ્ચે શ્રીકેશી ગણધર ભગવંતે કહ્યું : રાજન! તમે કહો છો કે આત્મા નથી. કારણ કે દેખાતો નથી, માટે હું માનવા તૈયાર નથી. પણ નહિ દેખાતી ચીજ તમે માનતા જ નથી ? દુનિયામાં સેંકડો ચીજો એવી છે, જે આપણે જોઇ નથી છતાં ‘છે” એમ માનવું પડે છે. તમારા દાદાના દાદાને તમે જોયા છે ? છતાં તેઓ ન્હોતા એમ તમે કહી શકશો ? તમે તમારી બુદ્ધિને જોઇ શકો છો ? સુખ, દુઃખ, આનંદ, શોક વગેરેની લાગણીઓ જોઇ શકો છો ? છતાં ‘નથી' એમ તમે કહી શકશો ? જો બુદ્ધિ પણ ન દેખાતી હોય તો બુદ્ધિથી ઘણો જ સૂક્ષ્મ અને અરૂપી આત્મા શી રીતે દેખાય ? ન દેખાય એટલે એ પદાર્થ ન હોય, એવું આપણે શી રીતે કહી શકીએ ? તમે કોઇ દેશ ન જોયો હોય. તેટલા માત્રથી તે દેશ દુનિયામાં નથી, એવું કહી શકશો ? તે દેશ તમે ભલે નથી જોયો, પણ જેણે જોયેલો છે એની વાત તો તમારે માનવી પડશે ને? આત્મા આપણને ભલે નથી દેખાતો પણ સર્વજ્ઞ ભગવંતોને દેખાય છે, તેમની વાત આપણે માનવી પડશે. તમે કહો છો કે ચોરના મે ટૂકડે-ટૂકડા કરી નાખ્યા છતાં ક્યાંય મને આત્મા દેખાયો નહિ. પણ રાજનું ! આત્મા અરૂપી છે. ચામડીની આંખથી દેખાય તેવો નથી. દુનિયામાં ઘણી ચીજો એવી છે જે નથી દેખાતી છતાં આપણે માનીએ છીએ. દૂધમાં ઘી છે ? તમે કહેશો : ‘હા છે'. બતાવો જોઇએ, દૂધના ટુકડે-ટુકડા કરી નાખો તમને ક્યાંય ઘી દેખાશે ? કોઇ અબૂઝ બાળક એમ કહી દે : હું, દૂધમાં ઘી છે - એમ માનવા તૈયાર નથી. કારણ કે મને દેખાતું નથી. આવા બાળકને તમે શું કહેશો ? વત્સ ! ઘી એમ ન દેખાય. એના માટે તેને જમાવીને દહીં કરવું પડે, વલોવવું પડે, માખણ કાઢવું પડે, માખણને તપાવવું પડે. પછી ઘી નીકળે. અમે પણ એ જ કહીએ છીએ. શરીરમાં રહેલો આત્મા એમને એમ ન દેખાય, પણ સાધના કરવી પડે. સાધનાથી જ આત્માનો સાક્ષાત્કાર થાય. રાજનું ! ફૂલમાં
આત્મ કથાઓ • ૧૫૦
સુગંધ છે ? ક્યાંય દેખાય છે ? ફુલની એકેએક પાંખડી તમે છુટી પાડી નાખો છતાં ક્યાંય સુગંધ દેખાશે ? તેમ છતાં સુગંધ નથી એમ તમે કહી શકશો ? તલમાં તેલ છે ? ક્યાંય દેખાય છે ? તલના ટૂકડે-ટૂકડા કરી નાખો છતાં તેલ દેખાશે ? તો પણ તલમાં તેલ નથી એમ તમે કહી શકશો ? જેમ તલમાં તેલ છે, તેમ આપણા શરીરમાં આત્મા છે. તમે કહ્યું કે મેં ચોરનું વજન મર્યા પહેલાં અને પછી કર્યું છતાં કાંઇ ફરકે ન પડ્યો. પણ રાજન્ ! આત્માને કોઇ રૂપ પણ નથી તો વજન તો ક્યાંથી હોય ? કોઇ ચામડાની દૃતિ (મશક)માં તમે હવા ભરો અને વજન કરો. હવા કાઢી નાખ્યા પછી વજન કરો. કાંઇ ફરક પડે છે ? હવામાં જો કે કંઇક વજન છે છતાં પણ ફરક ન પડે તો આત્મા હોય કે ન હોય તેથી શું ફરક પડે ? તમે કહ્યું કે એક ચોરને મેં એકદમ પેક ઓરડીમાં પૂયોં છતાં ક્યાંય કાણું પડ્યું નહિ તો આત્મા ગયો ક્યાંથી ? હું તમને પૂછું છું કે એ જ પેક ઓરડીમાં કોઇ ઢોલ વગાડે તો તમને સંભળાય કે નહિ ? ઓરડીમાંથી બહાર આવવાનું કોઇ કાણું નથી છતાં અવાજ બહાર શી રીતે આવ્યો ? અવાજ તો પાર્થિવ છે. પાર્થિવ અવાજ પણ બહાર જઇ શકે તો આત્મા જઇ શકે એમાં નવાઈ શી ? અવાજ તો હજુ રોકાઇ જાય, પણ આત્મા ક્યાંય રોકાતો નથી. એ પહાડો, દિવાલો કે વજના વ્યવધાનોને પણ વીંધીને નીકળી જાય છે.
રાજન્ ! જીવને માનવો તો પડશે જ. એના વિના ચાલી શકે તેમ છે જ નહિ. ‘જીવ નથી' એમ જે તમે બોલો છો એનાથી જ જીવની સિદ્ધિ થઇ જાય છે. કોઈ કહે : “ચૈત્ર નથી.' તો એનો અર્થ એ કે ચૈત્ર અહીં નથી, પણ ક્યાંક તો છે જ. ‘અજીવ’ શબ્દ જ નાસ્તિત્વરૂપે જીવને જણાવે છે. તમે કહેશો : આ બધો ભ્રમ છે, જીવ વિષેની ભ્રાન્તિ છે. હું કહીશ કે જેનો ભ્રમ થાય, એ વસ્તુ આ દુનિયામાં હોય જ ! કોઇને દોરડામાં સાપનો ભ્રમ થયો. હા... દોરડો એ સાપ નથી, પણ સાપ નામનું પ્રાણી તો આ દુનિયામાં છે જ ! જો સાપનું અસ્તિત્વ જ ન હોત તો એનો ભ્રમ પણ થાત નહિ. નરેશ ! તમે વિચારો. મડદામાં અને જીવતા માણસમાં શો ફરક છે ? તમે કહેશો કે એમાંથી પ્રાણ જતા રહ્યા છે,
આત્મ કથાઓ • ૧૫૧