________________
પરશુમાંથી નીકળતા તણખા અહીં ક્ષત્રિય હોવાની સાબિતી આપે છે.”
મારો બચાવ કરતાં તાપસી બોલી ઊઠ્યા : “ક્ષત્રિયો ? અહીં ક્ષત્રિયો ક્યાંથી હોય ?”
“સાચું કહેજો. મારા જેવો કોઇ ખતરનાક માણસ નથી. તમને બધાને ખ્યાલ જ છે કે હું પૃથ્વીને ક્ષત્રિયરહિત બનાવવા નીકળ્યો છું. ત્રણ વાર તો મેં સમગ્ર પૃથ્વીને નિઃક્ષત્રિય બનાવી દીધી છે.” | ‘આપની વાત ખરી છે. પણ અહીં કોઇ ક્ષત્રિય નથી. હા... અમે પોતે ક્ષત્રિય છીએ ખરા. અમને મારવા હોય તો મારી નાખો.' - પરશુરામને ખાતરી થઇ કે અહીં તાપસ સિવાય કોઇ ક્ષત્રિય નથી. એ ચાલતો થયો. હું હેમખેમ બચી ગયો. મારા પુણ્યથી પ્રેરિત થયેલા તાપસીએ મને બચાવી લીધો.
- હુ યૌવન અવસ્થામાં આવ્યો ત્યારે મેઘનાદ નામના વિદ્યાધરે પદ્મશ્રી નામની પોતાની પુત્રીને જોષીઓના કહેવાથી મારી સાથે પરણાવી.
આ બાજુ પરશુરામ સતત ચિંતિત રહેતો : મને કોણ મારશે ? હું કોના હાથે મરીશ ? બીજાને મારનારા હંમેશા શંકાશીલ અને ભયભીત જ રહેતા હોય છે. જે બીજાને ભય અને ત્રાસ આપે તેને ભય અને ત્રાસ સિવાય શું મળે ?
- પરશુરામ એટલો નૃશંસ માણસ હતો કે મારેલા ક્ષત્રિયોના મડદાની દાઢાઓ ભેગી કરતો.
મારું મૃત્યુ કોનાથી થશે ?' પરશુરામે જોષીઓને આવું પૂછતાં તેમણે કહ્યું : હે પરશુરામ ! ક્ષત્રિયોની દાઢાથી ભરેલો આ થાળ... તેના પર જેની નજર પડતાં જ દાઢાઓ ખીર બની જશે, તે તને મારનારો થશે.
મને મારનારને હું જ પહેલાં પતાવી દઉં - આવું કંઇક પરશુરામ મનોમન બબડ્યો. પોતાના હત્યારાને પકડી પાડવા તેણે બજાર વચ્ચે સિંહાસન ગોઠવ્યું અને તેની સામે દાઢાઓથી ભરેલો થાળ ગોઠવ્યો. આજુ-બાજુ પોતાના ખાનગી માણસોને ગોઠવી દીધા અને કહી દીધું : જેની નજર પડતાં આ થાળમાં રહેલી દાઢાઓ ખીર બની જાય, તે
આત્મ કથાઓ • ૨૦૦
માણસને તમારે મારી નાંખવો. તમારે છૂપી રીતે આ અંગે સતત તકેદારી રાખવી.”
બાજી બરાબર ગોઠવાઇ ગઇ ! પરશુરામે નિયતિ-વિરુદ્ધ પોતાનું યુદ્ધ છેડી દીધું. પણ નિયતિ વિરુદ્ધ કોઇ જઈ શક્યું છે ? ખરી વાત તો એ છે કે નિયતિ વિરુદ્ધ જવા માટે કરવામાં આવતા પ્રયત્નો જ નક્કી થયેલી નિયતિના જન્મદાતા બની જતા હોય છે. મૃત્યુને રોકવાના પ્રયત્નો જ મૃત્યુને લાવનારા બની જતા હોય છે.
આ બાજુ હું યુવાન બની ગયો હતો. યૌવનનો થનગનાટ મને શું નું શું કરી નાખવા ઉશ્કેરી રહ્યો હતો. હું જમ્બર મહત્ત્વાકાંક્ષી માણસ હતો. હૃદયમાં અદમ્ય ઉર્મિઓ ખળભળી રહી હતી. કોઇએ ન કર્યું હોય તેવું કરી બતાવીને હું જગતનો અસામાન્ય માનવી બનવા માંગતો હતો. ચીલાચાલુ જીવન મને પસંદ નહોતું. પણ મેં હજુ દુનિયા જોઇ જ નહોતી. દુનિયા કેવી છે ને કેટલી છે એનું પણ મને ભાન નહોતું.
એક વખતે મેં મારી માતાને પૂછ્યું: ‘મા ! શું દુનિયા આટલી જ છે ? આશ્રમમાં જ આખું વિશ્વ આવી ગયું ?'
‘ના બેટા ! દુનિયા તો ઘણી મોટી છે. આપણો આ આશ્રમ તો વિશાળ વિશ્વમાં માખીના પગ જેટલો પણ નથી. પણ વત્સ ! જ્યારથી તારા પિતાની પરશુરામે હત્યા કરી ત્યારથી આપણા માટે તો દુનિયા આશ્રમ જેટલી જ બની ગઇ. આપણું રાજય તેણે પચાવી પાડ્યું છે ને આપણે જંગલમાં રહેવું પડે છે. પરશુરામથી ડરીને જીવવું પડે છે.
મારી માએ મારા વડવાઓની બધી વાત કહી. હું ક્રોધથી ધમધમી ઊડ્યો. તરત જ ઊભો થયો અને હસ્તિનાપુર તરફ ચાલતો થયો.. પિતાના ઘાતકી પરશુરામના ટુકડે ટુકડા કરી નાખવા માટે.
હસ્તિનાપુરની બજારમાં રહેલા સિંહાસન પર હું બેસી ગયો. મારી નજર પડતાં જ દાઢાઓ ખીર બની ગઇ. હું એ પી ગયો. પરશુરામના માણસો તરત જ મને મારવા ધસી આવ્યા, પણ હું કાંઇ પ્રતિકાર કરું એના પહેલાં જ મારી સાથે આવેલા મારા સસરા મેઘનાદે બધાને રહેંસી નાખ્યાં. પરશુરામને આ વાતની ખબર પડી. એ ગુસ્સાથી લાલ-પીળો
પરકાય - પ્રવેશ • ૨૦૧