________________
વ્યર્થ લાગે ! કજીયો, કાજળ અને સિંદૂર - એ અમારી ત્રણ પ્રિય ચીજો ! દૂધ, જમાઇ અને સંગીતની જેમ અમને એ ત્રણેય ખૂબ જ ગમે ! હા... કજીયો પણ ગમે. પુરુષ તો “કજીયાનું મોં કાળું.' એમ કહીને ચૂપ બેસી જાય, પણ અમે ચૂપ ન બેસીએ. વાત ભલે ને નાની હોય, પણ અમે તંત ન છોડીએ. સાચી વાત તમને કહું ? મોટા-મોટા યુદ્ધો જે પુરુષો લડે છે એના મૂળમાં પણ અમે જ હોઈએ છીએ. અમે જો ન હોત તો રામાયણ કે મહાભારતના યુદ્ધો ન થાત. સ્ત્રીની ઉશ્કેરણી વિના પુરુષ સામાન્ય રીતે યુદ્ધ માટે તૈયાર થતો નથી. પુરુષને પાનો ચડાવનાર મોટા ભાગે સ્ત્રીઓ હોય છે. મારી વાતમાં ભરોસો ન હોય તો ઇતિહાસના પાના ઉથલાવી જોઇ લેજો.
- ઈર્ષ્યા અને ઝગડા વિનાની સ્ત્રી જો ક્યાંય જોવા મળે તો એને હૃદયથી નમજો... એ સાક્ષાત્ પવિત્રતા છે.
... પણ જેને મળવું જ હોય તે ગમે તેમ કરીને મળી જ લે. એક વખતે હું અંતઃપુરના ગવાક્ષમાં બેઠી હતી ને મારી નજર પડી હસ્તિશાળા ઉપર. મારું હૃદય નાચી ઊઠ્યું : અરે ! વાહ ! આ તો હસ્તિશાળા એકદમ પાસે જ છે. હવે મહાવતને મળવું એ તો ડાબા હાથનો ખેલ ! મેં ઇશારાથી મહાવતને જણાવી દીધું : તું હાથી લઇને બારી પાસે આવી જા. પછી જોઇ લે કે હું હાથીના સહારે નીચે આવી શકું કે નહિ.
મહાવતે એકવાર અખતરો કર્યો. રાત્રે અમુક ચોક્કસ સમયે હાથી ગવાક્ષ પાસે લાવ્યો. મહાવતના ઇશારે હાથીએ સૂંઢ ઊંચી કરી ને હું એ સૂંઢના સહારે નીચે ઉતરી. હાથીની સૂંઢ પર પગ મૂકવો એ કાંઇ જેવું તેવું કામ હોતું, સ્ત્રીઓ માટે તો આ કામ અત્યંત ડરામણું હતું. સ્ત્રીઓ આમેય ડરપોક હોય પણ સ્ત્રીઓમાં ભીરુતા જેમ સ્વાભાવિક છે, તેમ સાહસિકતા પણ સ્વાભાવિક છે. જ્યારે સ્ત્રી કોઇના અનુરાગમાં તણાય છે ત્યારે ગમે તેવા જોખમી કામો કરવા પણ તૈયાર થઇ જાય છે. ત્યારે તે ડરપોક મટીને એકદમ સાહસિક બની જાય છે. પુરુષોનું ઉપરનું સ્તર નિર્ભયનું હોય, પણ અંદરનું સ્તર ડરપોકનું હોય. જ્યારે સ્ત્રીઓનું ઉપરનું સ્તર ડરપોકનું હોય, પણ અંદરનું સ્તર નિર્ભયનું હોય.
આત્મ કથાઓ • ૩૨૦
ડરપોકપણાની ઉપરની છાલ ઉતરી જતાં જ સ્ત્રી એકદમ રણચંડી બની જાય, ભયંકર પણ બની જાય.
મહાવતને મળવાનો અમારો આ ક્રમ નિરંતર ચાલુ રહેવા લાગ્યો. રાત્રે થતા આ કૃત્યની કોઇને ગંધ સુદ્ધા ન આવે એવી અમારી સાવધાની હતી. “સુપ્રમુખ્ય સામગ્ર, વહાણને ૧ Tછત” આયોજનપૂર્વક આચરવામાં આવેલા દંભનો તાગ બ્રહ્મા પણ પામી શકતો નથી.” આવું વિધાન કોઇએ અમારા જેવાનું કૃત્ય જોઇને જ કર્યું હશે !
...પણ દંભીઓ માત્ર આ જ વિધાન યાદ રાખે છે, પરંતુ “પાપ છિપાયા ના છિપે, છિપે તો મહાભાગ; દાબી-દૂબી ના રહે, રુઇ લપેટી આગ.” એ વાત કદી યાદ કરતા જ નથી.
...તમે યાદ કરો કે ના કરો, પણ સમય યાદ કરાવી જ દે છે. એક વખત એ સમય આવી પહોંચ્યો.
વાત એમ બની કે અમારા નગરમાં “દુર્ગિલા નામની મારી પુત્રવધૂ કુલટા છે” એવો એના સસરાએ આક્ષેપ લગાવ્યો. યક્ષ પાસે જતાં દુગિલા સતી સિદ્ધ થઇ. આથી સસરાને એવો આઘાત લાગ્યો કે રાત્રે ઊંઘ જ બંધ થઇ ગઇ. કોઇ પણ સાચા માણસને, પોતાની વાત સાચી હોવા છતાં જૂઠી સાબિત થાય તો ભયંકર આઘાત તો લાગે જ ને ? આ આઘાત એટલો ભયંકર હતો કે એ વયોવૃદ્ધ દેવદત્ત નામનો સસરો આખી રાત પથારીમાં પડખા ઘસતો રહેતો, પણ ઊંઘ ન્હોતી આવતી. ઊંઘ વિના જ કેટલાય દિવસો પસાર થઇ ગયા. આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ.
તમે જાણો છો : કઇ વાત જલ્દી ફેલાઇ જાય ? શાંતિ રહે તે નહિ, યુદ્ધ થાય તે. લગ્ન થાય તે નહિ, લગ્ન માંગે છે. કૂતરો કરડે તે નહિ, માણસ કરડે તે. ગધેડો ભૂંકે તે નહિ, માણસ ભૂકે તે. | ઊંઘ આવી જાય તે નહિ, ઊંઘ ઉડી જાય તે.
કોઇ પણ પ્રચાર વિના આવી વાતો તરત જ ફેલાઇ જતી હોય છે. જાણે પાણીમાં તેલનું ટીપું !
પરકાય - પ્રવેશ • ૩૨૧