________________
મેં ગાંડીએ માન્યું : ચલો, સારું થયું એક પંથ દો કાજ. મુનિને દાન આપ્યું એમ પણ કહેવાય ને શાકનું પણ ઠેકાણું પડી ગયું... પણ આ ‘ઠેકાણું'માંથી ‘’ નીકળીને મારા ભાગ્યમાં ‘કાણું' જ થવાનું છે - એની મને ક્યાં ખબર હતી ?
મુનિશ્રી ધર્મરુચિ તો શાક ગ્રહણ કરીને સરળભાવે પોતાના ગુરુદેવ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે જતા રહ્યા..
૩-૪ પહોર પછી સમાચાર મળ્યા : એ ધર્મરુચિ મુનિએ જ્યારે આહાર પોતાના ગુરુદેવને બતાવ્યો ત્યારે ગુરુદેવે એ આહારનો નિર્જીવ ચંડિલ ભૂમિ પર ત્યાગ કરી દેવા કહ્યું. કારણ કે ગુરુદેવ જાણી ગયા હતા કે આ શાક ઝેરી છે. ગુરુની આજ્ઞા મસ્તકે ચડાવી મુનિ ધર્મરુચિ જંગલમાં ગયા... પણ ઝેરી શાકના ટીપા માત્રથી કીડીઓને મરતી જોઇ એમનું દયાર્દ્ર હૃદય કંપી ઊઠ્યું. આથી શાકને બહાર ક્યાંય ન નાખતાં પેટમાં જ નાખી દીધું. કાતિલ ઝેર શરીરમાં વ્યાપ્ત થઇ જતાં મુનિશ્રી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. એમના મૃત્યુથી શિષ્ય પરિવાર સાથે આચાર્યશ્રી ખળભળી ઊઠ્યા. આચાર્યશ્રીની પ્રેરણાથી સાધુઓએ ચૌટે ઊભા રહી મુનિશ્રીના અકાળ અવસાનની ઘોષણા કરી અને ગુનેગારને યોગ્ય સજા મળવી જ જોઇએ એવો સૌને અનુરોધ કર્યો. એક મહાત્માની આવી હત્યા બરદાસ્ત થઇ શકે નહિ.
આખા નગરમાં હલચલ મચી ગઇ. શંકાની સોય આખરે મારા તરફ તકાઇ. નગરમાં વાયુ વેગે વાત ફેલાઇ ગઇ : નઠારી નાગશ્રીએ દ્રષ-બુદ્ધિથી જૈન મુનિ ધર્મરુચિને કડવી તુંબડીનું ઝેરી શાક વહોરાવ્યું. નિર્દોષ મહાત્માની હત્યારીને હજારો ધિક્કાર હો ! બધા મને એકી અવાજે ધિક્કારવા લાગ્યા. બીજા તો ઠીક પણ અમારી જ્ઞાતિના બ્રાહ્મણોએ પણ મારા આવા નિર્ગુણ દૂર કૃત્યને એકી અવાજે વખોડી કાઢ્યું. અરે... મારા કુટુંબીઓએ પણ મારી ભર્જના કરી... ને આગળ વધીને મારા પતિદેવે પણ ઘરમાંથી કાઢી મૂકી : “રાંડ ! આવા ભૂંડા કામ કરે છે ? આખા ગામમાં નામ ખરાબ કરે છે ? શરમ નથી આવતી ? જા... નીકળી જા... ઘરથી બહાર. તારું મોઢું જોવું પણ પાપ છે ! બીજા કોઇની નહિ, ને
આત્મ કથાઓ • ૨૨૪
તે મુનિની હત્યા કરી ? નિર્દોષ મુનિની ? શું બગાડ્યું'તું મુનિએ ? તને કોઇ વિચાર પણ ન આવ્યો ? તારું હૃદય કંપી ન ઊડ્યું ? તારું હૃદય, હૃદય છે કે માત્ર માંસનો લોચો છે ? લાગણી જેવું કોઇ તંત્ર અંદર છે ખરૂં? આવું નિષ્ફર હૃદય લઇ તું ફરે છે ? આવી કઠોર-નઠોર સ્ત્રી મારે ન જોઇએ. તું અહીંથી નીકળી જા. તને જોતાં જ મને શું નું શું થઇ જાય છે !
ગામથી ધૂત્કારાયેલી, જ્ઞાતિથી ધિક્કારાયેલી, કુટુંબથી હડસાયેલી, કુલથી તરછોડાયેલી, પતિથી સજાયેલી હું સૌના મેણા-ટોણા સાંભળતી નગરમાંથી બહાર નીકળી.
બધાએ મારી આટલી ભર્સના કરી. પણ મને મારા કૃત્ય માટે કોઇ પશ્ચાત્તાપ ન થયો. ઊલટું, હું સૌને ગાળો આપવા લાગી : બધા જ ખરાબ છે. મારું ચાલે તો સાધુડાઓની સાથે આ બધા સાધુડાઓના ભક્તોને પણ સીધાદોર કરી નાખું ! આવા ભયંકર રૌદ્રધ્યાનથી રૌદ્ર અટવીમાં મૃત્યુ પામી હું, સ્ત્રી વધુમાં વધુ જ્યાં જઈ શકે એ છઠ્ઠી નરકમાં જઇ પહોંચી ! મારાં કાળાં કૃત્યો માટે મને મળેલો આ બદલો હતો.
પરકાય - પ્રવેશ • ૨૨૫