________________
તેને જન્મથી કરવા પડે છે... કોઇ ચંડાળ પોતાની પુત્રીને પોતાના હાથે વિધવા ન બનાવે, પણ આ શેઠ તો પોતાની જ પુત્રીને વિધવા બનાવવા પૈતરા રચી રહ્યા હતા. ખરો ચંડાળ કોણ ?
જો કે... મને આ પેતરાની કોઇ જ ખબર નહોતી... હું તો મારી મસ્તીમાં મસ્ત હતો. આ તો બધું બહુ પાછળથી જાણ્યું.
અમ દંપતી જ્યારે સસરા પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે મીઠું-મીઠું હસીને આશીર્વાદ આપ્યા. પણ... આ મીઠું હાસ્ય લુચ્ચા રાજકારણીનું છે - એમ મારા જેવા ભલાભોળા કિશોરને ક્યાંથી સમજાય ?
પછી એમણે કહ્યું : આપણે ત્યાં એવી કુલ - પરંપરા છે કે લગ્ન પછી માતૃકાદેવીના મંદિરે દર્શનાર્થે જવું. તમે એ વિધિ કરી કે નહિ? ન કરી હોય તો આજે રાત્રે મંદિરે દર્શન કરી આવજો.
મેં હા પાડી દીધી. હું વિશ્વસ્ત હતો, પણ મારી પત્ની વિષા પિતાની દાનત તરફ થોડી શંકિત હતી... છતાં હવે તો જમાઇને કાંઇ નહિ કરે - એમ આશ્વસ્ત પણ હતી.
રાત પડતાં જ હું તો ચાલ્યો મંદિર તરફ. રસ્તામાં મારો સાળો સમુદ્ર સામે મલ્યો.
ક્યાં ઊપડ્યા... બનેવીજી ? એણે પૂછ્યું. કુળ પરંપરાનું પાલન કરવા. કઇ કુળ - પરંપરા ? લગ્ન પછી માતૃકાદેવીના મંદિરે જવાની.
તે... ઘોર રાતે ? બનેવીજી ! આવી રાતે આપનાથી ના જવાય. કુળ-પરંપરા હું સાચવી લઇશ. તમ-તમારે ઘેર પાછા ફરો. હું મંદિર જાઉં છું. પિતાજીને જણાવી દેજો.
સાળાની વાત માની હું તો પાછો ફર્યો.
મારા વતી સાળો મંદિરે ગયો. હવે ત્યાં શું બન્યું હશે? - એની તમે કલ્પના કરી શકો છો.
મંદિરમાં છૂપાઇ રહેલા ચંડાળે દેવી સામે ઝૂકેલા સમુદ્રનું માથું વધેરી નાખ્યું.
આ સમાચાર મારા સસરા સાગરને મળ્યા હશે - ત્યારે શું થયું હશે ? તમે કલ્પના કરી જુઓ. તમારી કલ્પનામાં તમને રડતા, ચીસો પાડતા, માથું કૂટતા, કલ્પાંત કરતા સાગર શેઠ દેખાશે. અરેરે.. આ તો મારા પ્રયત્નથી દામન્નક મારા જ ઘરનો માલિક બની ગયો. એના કરતાં મેં કાંઇ જ ન કર્યું હોત તો કેટલું સારું? હાય ! હાય ! શું થઇ ગયું ? - એમ કરુણ વિલાપ કરતા શેઠજી તમને દેખાશે. કલ્પનાને હજુ વધુ લંબાવો. તો તમને શેઠજીની સ્મશાનયાત્રા દેખાશે... આઘાતથી હૃદય ફૂટી જતાં મૃત્યુ પામેલા શેઠજી દેખાશે. હા... તમારી કલ્પના તદ્દન ખરી છે. શેઠજીને એટલો આઘાત લાગ્યો કે તેઓ મૃત્યુ પામ્યા અને રાજાના પુરુષોએ મને ઘરનો માલિક બનાવી દીધો.
આનું નામ પુણ્ય ! આપણું પુણ્ય જોર મારતું હોય તો કોઇ ભલે ને પથ્થર મારે... પથ્થર પણ પગથિયું બની જાય, કોઇ ભલે ને કીચડ ઉછાળે. કીચડ પણ કંકુ બની જાય... કાંટા પણ ફૂલ બની જાય.
પણ આ પુણ્ય બંધાય શી રીતે ?
ઉત્કૃષ્ટ જીવદયા, ઉત્કૃષ્ટ પરોપકાર યા ઉત્કૃષ્ટ પ્રભુ-ભક્તિથી આવા ઉત્કૃષ્ટ પુણ્યનું સર્જન થતું હોય છે.
મને જ્ઞાની ગુરુના મુખે સાંભળવા મળ્યું કે પૂર્વના ભવમાં હું સુનંદ નામનો માછીમાર હતો. એક વખતે જૈન મુનિના પરિચયમાં આવવાથી માછીમારીનો ત્યાગ કર્યો. આથી મારા કુટુંબીઓ મારા પર નારાજ થયા. દુકાળ વખતે મને પરાણે માછીમારી માટે મોકલ્યો. ઇચ્છા જરાય હોતી છતાં મેં પરાણે પાણીમાં જાળ નાખી. જાળમાં ફસાયેલી એક માછલીની પાંખ કપાતાં તેને તરફડતી જોતાં મારું હૃદય દ્રવી ઊડ્યું : અરેરે... નાશવંત દેહને ટકાવવા આવી હિંસા ? મને એક કાંટો વાગે છે ને હું ચીસ પાડી ઊઠું છું... તો પાંખ કપાતાં માછલીને શું થતું હશે ? કોઇને હું જીવન આપી શકતો નથી તો કોઇનું જીવન લેવાનો મારો શો અધિકાર છે ? મારું હૃદય કરુણાથી છલકાવા લાગ્યું.
મેં ત્યારે જ જાળને ફેંકી દીધી અને અનશન લઇ લીધું. મરીને આ જન્મમાં હું દામન્નકે બન્યો. માછલીની પાંખ કપાઇ હતી એટલે મારી
આત્મ કથાઓ • ૧૭૭
આત્મ કથાઓ • ૧૭૬