________________
|| શ્રી એહતે નમઃ || શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ સૂરિગુરુભ્યો નમઃ |
આંગળી કપાઇ, પણ પૂર્વજન્મનું દયાજન્ય પુણ્ય આ ભવમાં મને ડગલેપગલે કામ આવ્યું.
પચ્ચકખાણ ભાષ્યમાં આજે પણ તમે મને યાદ કરો છો ને? “ઇહ લોએ ધમ્મિલાઇ, દામજ્ઞગમાઇ પર લોએ” દામન્નગ તે હું પોતે - દામક !
લેખક - સંપાદક તરફથી...
(‘પરકાય - પ્રવેશની પ્રથમ આવૃત્તિમાંથી) કહેવાય છે કે આદ્ય શંકરાચાર્યે કામશાસ્ત્રમાં મંડનમિશ્રની પત્ની ભામતીને હરાવવા પર કાય પ્રવેશ વિદ્યા દ્વારા કોઇ મૃત રાજાના શરીરમાં પ્રવેશ કરેલો. કામશાસ્ત્રમાં પ્રવીણતા કેળવીને પછી ભામતીને હરાવેલી.
પ્રાચીન કાળમાં પરકાયપ્રવેશ વિદ્યા હતી, એવા પ્રમાણો મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશના અંતે પરકાય પ્રવેશ વિદ્યા અંગે થોડો ઇશારો કર્યો છે. જો કે તેમાં ખતરાનું સિગ્નલ પણ આપ્યું છે.
પણ ઊભા રહો... આ પુસ્તકમાં એ પરકાય પ્રવેશ વિદ્યા અંગે કોઇ વાત નથી. અહીં તો લખનારના હૃદયે કોઇનામાં પ્રવેશ કર્યો છે. લખનાર જે પણ પદાર્થમાં કે વ્યક્તિમાં પ્રવેશ કરે છે, એ જીવંત થઇ ઊઠે છે.
અહીં આ રીતે ભૂતકાળના પાત્રોને જીવંત કરાયા છે.
શાન્તિસૌરભ, પીયૂષ પ્રેરણા, કલ્યાણ, અર્વ સુંદરમ્ ઇત્યાદિ માસિકોમાં પ્રગટ થયેલા આ લેખો વાચકોને ગમશે તેવી આશા છે.
આ પુસ્તકના વાંચનના માધ્યમે લોકો પોતાનું પણ આત્મ-નિરીક્ષણ કરે તથા દોષોના નિરાકરણ અને ગુણોના પ્રકટીકરણના માર્ગે આગળ વધે, એ જ શુભ કામના છે.
- ગણિ મુક્તિયન્દ્રવિજય
- મુનિ મુનિચન્દ્રવિજય પોષ વદ ૧૧, સં. ૨૦૫૫ તા. ૩૧-૧-૧૯૯૯ જૈન ઉપાશ્રય સેકટર ૧૫, નેરુલ, નવી મુંબઈ ઉપધાન - માલારોપણ દિવસ.
પરકાય - પ્રવેશ • ૧૭૯
આત્મ કથાઓ • ૧૭૮