________________
દોડી રહ્યો હતો ત્યાં જ પગમાં જોરથી કાંટો વાગ્યો. જોરથી દોડતા હોઇએ તો કાંટો પણ જોરથી જ વાગે ને ! હQરીની ! માર્યા ઠાર ! આજે બચવું મુશ્કેલ છે. કાંટો કાઢવો હશે તો કાનમાંથી આંગળા કાઢવા જ પડશે. કાનમાંથી આંગળા કાઢીશ એટલે એ વાણી સંભળાઇ જ જશે. જૂઓ તો ખરા ! ભગવાને શરીર પણ કેવું આપ્યું છે ? ન જોવું હોય તો આંખ તમે મીચી શકો, પણ સાલું કાન મીચાતા નથી. કાન પર કોઈ ઢાંકણું નથી. કેટલું સારું જો કાન પણ મીચી શકાતા હોત ! ક્ષણવાર મને ભગવાનને પણ ગાળો આપવાનું મન થઇ ગયું ! આંખ મીચી શકાય ને કાન ન મીચી શકાય - આવું પક્ષપાતભર્યું વલણ શા માટે ? પણ એમ બબડવાથી શરીરમાં કશો ફરક પડવાનો હોતો. જે વસ્તુસ્થિતિ છે, એને સ્વીકાર્યા વિના છૂટકો ન્હોતો.
મેં દુભાતા દિલે આંગળા કાચા અને જલદી-જલદી કાંટો કાઢ્યો. કાંટો કાઢતાં થોડીક વાર તો લાગે ને ? એટલી વારમાં મહાવીરના શબ્દો કાને પડ્યા :
દેવો જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે. એમની આંખો પલકારા મારતી નથી. એમની પુષ્પમાળાઓ કરમાતી નથી. શરીર પર મેલ કે પસીનો હોતો નથી.”
ભારે થઇ ગઇ ! હોતું સાંભળવું તોય સંભળાઇ ગયું ! ઘણી કાળજી પૂર્વક વર્ષોથી પાળેલી પ્રતિજ્ઞા આજે તૂટી ગઇ !
સંભળાઇ ગયું તો સંભળાઇ ગયું... હવે એ બધું સાંભળેલું હું ભૂલી જાઉં... મેં ભૂલવા પ્રયત્ન કરવા માંડ્યો... પણ આ શું? જેમ-જેમ એ ભૂલવા પ્રયત્ન કરવા માંડ્યો તેમ-તેમ વધુ ને વધુ એ વાણી અંદર ગુંજવા માંડી. મનનો એવો સ્વભાવ છે કે જેને ભૂલવા પ્રયત્ન કરો એ જ વસ્તુ વારંવાર યાદ આવ્યા કરે. મને વારંવાર એજ શબ્દો યાદ આવવા માંડ્યા. ભૂલવાના પ્રયત્નો બદલ પરિણામ એ આવ્યું કે એ શબ્દો - એ વાક્યો એકદમ કંઠસ્થ થઇ ગયા !
મેં મારો ધંધો ચાલુ જ રાખ્યો. મારી જબરદસ્ત ચોરીઓથી આખું રાજગૃહ નગર ત્રાહિમામ પોકારી ઊઠ્યું. મને પકડવા અનેક પ્રયત્નો થતા,
આત્મ કથાઓ • પર
અનેક સૈનિકો મારી પાછળ ફરતા, અનેક જાળ બિછાવાતી, પણ હું એ બધી જાળોમાંથી છટકી જતો ! ચાલાક ખરો ને ! આખરે દીકરો તો લોહખુરનો ને ! કઇ રીતે સ્વર બદલાવવો ? કઇ રીતે મોઢાના ભાવ બદલાવવા ? કઇ રીતે નિર્દોષ ચહેરો બતાવવો ? કઇ રીતે ભય છુપાવીને સહજ રીતે વ્યવહાર કરવો? ક્યાં છુપાઇ જવું? કઇ રીતે પ્રહાર કરવો? પકડાઈ જવાની શક્યતા - હોય તો ચોરીનો માલ કેમ ફેંકી દેવો ? વગેરે અનેક ઝીણી-ઝીણી બાબતોની મારા પિતાજીએ પદ્ધતિસર તાલીમ આપી હતી. અનેક અનુભવોમાંથી હું પસાર થઇ ચૂક્યો હતો. હું ‘પીઢ ચોર બની ચૂક્યો હતો. રાજા શ્રેણિક, મંત્રી અભય, કોટવાળો, સૈનિકો, પ્રજાજનો વગેરે બધા જ મને પકડવા આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા... છતાં હું બધાને હાથતાળી દઇ છટકી જતો હતો ! બોલો, મેં કેવી ચૌર્ય-કળા વિકસાવી હશે ? કેટલું સાહસ અને કેટલી ચાલાકી હું અજમાવતો હોઇશ ? ચોરીનો ધંધો એ તો હિંમતનો અને સાહસનો ધંધો છે. એમાં કાચા-પોચાનું કામ નહિ. ચોરીના ધંધાનો હું ગર્વ અનુભવતો હતો. જીવસટોસટના સાહસમાં મને આનંદ આવતો હતો. આમ કરવા દ્વારા જ હું ઝિંદાદિલી વ્યક્ત કરી શકતો હતો.
કોઇ દિવસે નહિ પકડાઇ જનાર હું એક વખત પકડાઈ ગયો. ચોરી કરવા હું નગરની અંદર જતો હતો. પાછા ફરતી વખતે હું કિલ્લાને કુદી જતો હતો... પણ આ વખતે કિલ્લાની ચારેય તરફ સૈનિકોએ ઘેરો ઘાલ્યો હતો. એટલું સારું હતું કે મારી પાસે કોઇ ચોરીનો માલ ન્હોતો ! આ સારી તક હતી : પોતાને નિર્દોષ સિદ્ધ કરવાની !
પકડાઇ ગયો તો શું થયું ? હજુ છટકવાની - નિર્દોષ સિદ્ધ થવાની ઘણી તકો હતી.
અભયકુમારનો નિયમ હતો કે ચોરીનો આરોપ સિદ્ધ થાય પછી જ સજા કરવી. ચોરીના માલ વિના એ લોકો મને કઇ રીતે દોષિત સિદ્ધ કરી શકે ?
મારી પૂછ-પરછ કરવામાં આવી. ‘તારું નામ શું ?”
આત્મ કથાઓ • ૫૩