________________
‘દુર્ગચંડ'. મેં કહ્યું. ‘તારું ગામ કયું ?' શાલિગ્રામ.' ‘શાનો ધંધો છે ?' ‘ખેતીનો.' ‘અહીં કેમ આવ્યા ?”
“મારા ખેતીના કામે આવેલો, પણ મોડું થઇ જતાં કિલ્લાના દરવાજા બંધ થઇ ગયા, એટલે કિલ્લો કૂદીને હું મારે ગામ જતો હતો. ત્યાં તમારા સૈનિકોએ મને પકડી લીધો.” એકદમ નિર્દોષ ચહેરો બતાવી અત્યંત સહજતાથી મેં જવાબ આપ્યો. ચોરની છાતી કાચી હોય, એના જવાબમાં પણ મેં... મેં... ફેં.. ફેં.. હોય, એ બધું હું સારી રીતે જાણતો હતો. એટલે જ એકદમ નિર્ભયતાનો અભિનય કરી મેં જવાબો આપ્યા. નાટકનો અભિનેતા પણ ન કરી શકે એટલો મારો નિર્ભયતા અને સહજતાનો અભિનય હતો.
તમે એમ નહિ માનતા - મેં એલ-ફેલ ગપ્પા ઝીંકી દીધા. મારા બધા જવાબો યોજનાબદ્ધ હતા. આખું શાલિગ્રામ મારા કબજામાં મેં રાખ્યું હતું. ખૂબ પૈસા આપીને બધા ગામ-લોકોને મેં વશ કરી લીધા હતા. આવો કોઇ પ્રસંગ આવે તો તમારે અમુક-અમુક જવાબો આપવા, એમ પણ શીખવી દીધું હતું. અમે ચોરો કાંઇ કાચા નથી હોતા... બધી રીતે સજ્જ હોઇએ. કોટવાળને બે આંખ હોય તો અમે ચાર આંખ લઇને ફરીએ.
રાજાએ શાલિગ્રામમાં તપાસ કરાવી. મારી વાત ખરી નીકળી. હવે શું થાય ? મને પકડવો શી રીતે ? નીતિમાન રાજાઓનો એવો કાયદો હોય છે કે સો દોષિત છૂટી જાય તો વાંધો નહિ, પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ.
હું દોષિત પૂરવાર થાઉં નહિ ત્યાં સુધી કોઇ કાયદો કામ કરી શકે તેમ ન્હોતો.
પણ... અભયકુમાર કોનું નામ ? એણે નવી યુક્તિ લગાવી. મને પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજન બાદ મને એવું પેય આપ્યું કે પોતાની
આત્મ કથાઓ • ૫૪
સાથે જ મૂચ્છિત થઇ ગયો. પાછળથી મને સમજાયું કે એ પેય ચન્દ્રહાસ મદિરા હતી.
હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ચકિત થઇ ગયો. મને ક્ષણભર લાગ્યું : હું સ્વર્ગલોકમાં આવી ગયો છું કે શું ? આ સ્વપ્ન તો નથી ને? કોઇ બ્રાન્તિ તો નથી ને ? મેં મારી જાતને ચૂંટી ખણી નક્કી કર્યું કે સ્વપ્ન તો નથી !
સોનાના રત્નજડિત સ્તંભો ! ફૂલોની પથારી ! મઘમઘતું વાતાવરણ ! મદહોશ અવસ્થામાં નાચતી અપ્સરાઓ ! સંગીતના મધુર સૂર રેલાવતા ગંધર્વો ! સ્તબ્ધ થઇ જવાય તેવું વાતાવરણ હતું.
જય જય નંદા ! જય જય ભદ્દા ! આપનો જય હો ! આપનો વિજય હો ! અમારા પુણ્યોદયે આ સ્વર્ગલોકમાં આપનું આગમન થયું છે. આ આપનું વિમાન છે. અમે આપના સેવકો છીએ. આ બધું જ આપના ભોગવટા માટે છે.” એક છડીદારે મારી પાસે આવીને મધુર સ્વરે જણાવ્યું ...“પણ સ્વામિનું ! સ્વર્ગલોકનો એવો નિયમ છે કે આગંતુક દેવ પોતાના પૂર્વજન્મના પુણ્ય-પાપનો હિસાબ જણાવે. તો આપ આપના પૂર્વજન્મની રહેણી-કરણી બતાવો.” | હું છડીદારની વાત સાંભળી સાવધાન થઇ ગયો. મહાવીરના વચનો મને યાદ આવી ગયા : દેવો ધરતીથી ચાર આંગળ અદ્ધર રહે છે, માળાનાં ફૂલો કરમાતાં નથી, શરીર પર પસીનો હોતો નથી, આંખો પલકારા મારતી નથી. પણ હું જોઈ રહ્યો હતો કે અહીં તો બધા જ ધરતીને અડીને ચાલે છે. ફૂલો કરમાઇ ગયા છે. આંખો પલકારા મારે છે. શરીર પસીનાથી રેબઝેબ છે. ન હોય... ન હોય... આ સ્વર્ગલોક તો ન જ હોય... હં... સમજાયું : આ તો મને પકડવાનું કાવતરું ! પણ હુંયે ક્યાં કાચી માટીનો હતો ? મેં પણ નક્કી કર્યું કે એવા જવાબ આપું કે મારા માટે ષડયંત્ર ઘડનાર છક્કડ ખાઇ જાય !
મેં પૂરી સ્વસ્થતાના અભિનયપૂર્વક જવાબ આપ્યો. હા... અભિનયમાં તો હું એક્કો હતો. મેં કહ્યું : પૂર્વભવમાં હું અહંનુનો ભક્ત શ્રાવક હતો. મેં ઘણું સુપાત્રદાન કર્યું છે, તીર્થયાત્રા કરી છે, ધાર્મિક
આત્મ કથાઓ • ૫૫