________________
(17) મારી આરતિ
ધર્મનો પ્રભાવ જયોને ? મારે કાંઇ જ કરવું ન પડ્યું ને સાત દિવસમાં પોતાની મેળે જે થવું જોઈતું હતું તે થઇ ગયું. આવી એકે નહિ, અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે. હજુ આવી એક ઘટના તમને
ફૂલોથી પણ ભગવાન આટલા મનમોહક લાગે છે તો છયે ઋતુનાં ફૂલોથી તો કેવા શોભે ? તેજનો અંબાર ભગવાનની પ્રતિમા ! સુગંધી અને પંચવણ છયે ઋતુના ફૂલો ! ઝીલમીલ થતા દીપકો ! એ દીપકોના સૌમ્ય પ્રકાશમાં ભગવાનનું મુખારવિંદ કેવું શોભે ? દર્શનાર્થી કેવા એકાકાર બની જાય ભગવાનમાં ? શું છયે ઋતુના ફૂલોથી ભગવાનની આંગી ન બનાવી શકું ?
મેં તરત જ સંકલ્પ કર્યો : “જ્યાં સુધી એવી આંગી ન બનાવું ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ !' ને... થંભી ગયેલી મારી આરતી ફરી શરૂ થઇ.
આરતી તો પૂરી થઇ પણ પ્રતિજ્ઞા...? એ શી રીતે પૂરી થાય ? પણ... સત્ત્વ હોય છે ત્યાં બધું થઇને જ રહે છે.
બીજે દિવસે મને માળીએ સમાચાર આપ્યા : રાજનું! આપણા બગીચામાં આશ્ચર્યદાયક ઘટના ઘટી છે. આવું આશ્ચર્ય મેં કદી મારા જીવનમાં જોયું નથી. મેં તો નહિ, કદાચ બીજા કોઇએ પણ આવું નહિ જોયું હોય. બગીચામાં આજે એકીસાથે છયે ઋતુના ફૂલો ખીલી ઉઠ્યા
- પાટણમાં મેં મારા પિતાજીના નામથી ‘ત્રિભુવનપાળ વિહાર નામનું મોટું જૈન મંદિર બંધાવ્યું. હતું. તેમાં ૭૨ દેરીઓ હતી. ૯૬ ક્રોડ સોનામહોરોનો ખર્ચ થયો હતો. ૧૨૫ (૨૫?) અંગુલ (ઈચ) પ્રમાણ ભગવાનશ્રી નેમિનાથની પ્રતિમા મૂળનાયકરૂપે પ્રતિષ્ઠિત કરી હતી. ૭૨ દેરીઓમાં ભૂત ભાવિ અને વર્તમાન ત્રણેય ચોવીશીની ૭૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આનો પ્રતિષ્ઠા મહોત્સવ મેં ખૂબ જ ઠાઠમાઠથી કર્યો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પાલનપુરનો રાજા પ્રહાદન, શાકંભરીનો રાજા અર્ણોરાજ (વિગ્રહરાજ), માંગુ ઝાલો વગેરે ૭૨ રાણાઓ, ગિરનાર તીર્થનો ઉદ્ધારક દંડનાયક સજ્જન, ૨૪ જિનાલય બનાવનાર મંત્રી આભડ, સિદ્ધપુરમાં ચૌમુખ વિહાર બનાવનાર મંત્રી આલિગદેવ, ગુરુભક્ત મહામાત્ય શાન્ત, છ ક્રોડ દ્રવ્યનો માલિક શેઠ કુબેરદત્ત, ૯૯ લાખ સુવર્ણમુદ્રાનો સ્વામી છાડા શેઠ, દશ હજાર અશ્વોનો સ્વામી મહામાત્ય ઉદાયન, મંત્રી આંબડ, મંત્રી બાહડ શ્રીમાળી, શેઠ વાહડા પોરવાળ વગેરે ૧૮૦૦ ક્રોડપતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા.
એ દેરાસરમાં હું દરરોજ ઠાઠમાઠપૂર્વક પ્રભુના દર્શને જતો. ત્રિકાળ પૂજા કરતો.
એક વખત ભગવાનશ્રી નેમિનાથની સુંદર સુગંધી ફૂલો દ્વારા આંગી બની હતી. આરતી ઉતારતી વખતે હું ભાવવિભોર બની ગયો ત્યારે જ મને વિચાર આવ્યો : સુગંધી રંગ-બેરંગી ફૂલોથી ભગવાન કેવા સોહામણા લાગે છે ? પણ આના કરતાં પણ વિશેષ અંગ-રચના કેમ ન થઇ શકે ? છયે ઋતુના ફૂલોથી શું આંગી ન થઇ શકે ? એક ઋતુના
આત્મ કથાઓ • ૪૪૬
આ સાંભળતાં જ મારું હૃદય નાચી ઊઠ્યું. મેં તે દિવસે ભક્તિભાવથી છયે ઋતુના ફૂલોથી પ્રભુની સુંદર અંગ-રચના બનાવી, જે જોવા આખું પાટણ ઊભરાયું હતું.
તમે કહેશો : છયે ઋતુનાં ફૂલો શી રીતે ઊગ્યા? વાત એમ હતી કે તે જ રાત્રે મારા ગુરુદેવને મારી પ્રતિજ્ઞાની જાણ થઇ. જો પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય તો શી દશા થાય ? તે પણ તેઓશ્રી જાણતા હતા. તે જ રાત્રે પૂજ્યશ્રીએ શાસનદેવીને પ્રત્યક્ષ કરી અને દૈવી સહાયથી બગીચો છયે ઋતુના ફૂલોથી ખીલી ઊઠ્યો. - ગુરુદેવના મારા પર કેટલા ઉપકાર ગણાવું ? ડગલે ને પગલે એમણે મારો હાથ પકડ્યો છે. મારા સતત યોગ અને ક્ષેમ તેઓશ્રી કરતા રહ્યા છે.
હું કુમારપાળ • ૪૪૭