________________
શ્રેણિક ફરી ચમકી ઊઠ્યા : આ બધી શી ગરબડ છે ? ક્ષણવારમાં સાતમી નરક અને ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ ? સાંભળવામાં મારી
ગેરસમજ થાય છે કે શું ? મારા કાન છે કે ભૂંગળાં ? શ્રેણિક વિચારવિમળમાં ઘેરાઇ ગયા.
અચાનક દેવદુંદુભિ વાગી અને શ્રેણિકે પૂછ્યું : ‘ભગવન્ ! આ દેવદુંદુભિ શાની વાગી ?’
‘શ્રેણિક ! પ્રસન્નચન્દ્ર કેવળજ્ઞાન પામ્યા !'
‘ભગવન્ ! થોડીવાર પહેલા સાતમી નરક, પછી સર્વાર્થસિદ્ધ અને હમણાં કેવળજ્ઞાન... આ બધું શું છે ? મને કાંઇ સમજાયું નહિ.”
ભગવાને કહ્યું : “તું જ્યારે મારી પાસે આવી રહ્યો હતો ત્યારે તેં તો પ્રસન્નચન્દ્ર રાજર્ષિને ભાવથી વંદન કર્યા, પણ તારા સુમુખ અને દુર્મુખ નામના સૈનિકોના શબ્દોથી પ્રસન્નચન્દ્ર ભયંકર રૌદ્રધ્યાનમાં ચડ્યા. જે ક્ષણે તેં પૂછ્યું તે ક્ષણે મનના સમરાંગણમાં ભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. ત્યારે જો મરે તો સાતમી નરકે જાય એવું હતું. થોડીવાર પછી તેં પ્રશ્ન પૂછ્યો ત્યારે તેઓ આ પાપથી પાછા હટી ગયા હતા. પશ્ચાત્તાપના પાવકથી કર્મ-ઇંધનો સળગાવી રહ્યા હતા, ત્યારે એટલા શુભ ધ્યાનમાં હતા કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચી શકે ! પણ પછી એથીએ આગળ વધીને કેવળજ્ઞાન પામ્યા.
શ્રેણિક ! આ બધો મનનો મેલ છે. મન જ વૈતરણી નદી છે ને મન જ નંદનવન છે. મન જ નરક છે. મન જ સ્વર્ગ છે.
“મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર.” પ્રભુના ખુલાસાથી શ્રેણિકને પૂરો સંતોષ થયો. ક્ષણવારમાં સાતમી નરક ! ક્ષણવારમાં કેવળજ્ઞાન ! ક્ષણો પહેલાં ઊંડી ખાઇ ! ક્ષણો પછી ઉત્તુંગ શિખર ! ક્ષણો પહેલાં અંધારું ! ક્ષણો પછી અજવાળું ! ક્ષણો પહેલાં ઝેર ! ક્ષણો પછી અમૃતનો ધોધ ! મારા જેવું બીજું દેષ્ટાંત તમને ભાગ્યે જ જોવા મળશે !
આત્મ કથાઓ • ૮૪
(૧૨) હું અનાથી
જંગલમાં એક વૃક્ષ નીચે હું ધ્યાનસ્થ ઊભો હતો. એકલો હોવા છતાં એકલતા લાગતી ન્હોતી. હું અંદરની દુનિયામાં ખોવાઇ ગયો હતો. અંદરની ઝાકઝમાળ જેને જોવા મળી જાય તે કદી બહારના ઐશ્વર્યથી અંજાઇ નહિ જાય. અંદર જ એટલો બધો આનંદ ભર્યો છે કે એની જો ભાળ મળી જાય તો બહાર ક્યાંય દોડવાની જરૂર ન પડે. આનંદ અંદર જ છે, બહાર ક્યાંય નથી જ - આવી મારી પ્રતીતિ દિવસો-દિવસ દંઢ થતી રહેતી હતી.
“મહાત્મન્ ! અહીં જંગલમાં એકલા કેમ ઊભા છો ? અહીં શું કરી રહ્યા છો ?”
મારા કાને શબ્દો અથડાયા.
આંખો ખોલીને મેં જોયું તો મારી સામે પોતાના વિશાળ રસાલા સાથે રાજા ઊભો હતો. હું જોતાં જ ઓળખી ગયો : અરે આ તો રાજા શ્રેણિક !
એણે મને આશ્ચર્યપૂર્વક પૂછ્યું : મુનિવર ! યુવાવસ્થામાં આ શું માંડ્યું છે ? તમારી પાસે અદ્ભુત રૂપ છે. છલકાતું યૌવન છે. તરવરતું લાવણ્ય છે. આ અવસ્થામાં જંગલમાં ધ્યાન ? આ અવસ્થામાં સંસારનો ત્યાગ ? અત્યારે તો સંસાર ભોગવવાનો સમય છે. અત્યારે તો સંસાર ભોગવવો જોઇએ. સંન્યાસ એ તો ઘડપણની ચીજ છે. સમય સમય પર બધું શોભે ! ઘરડો ભોગો ભોગવે એ ન શોભે તેમ યુવાન સંસાર છોડે તે પણ નથી શોભતું ! બધી વસ્તુ અવસરે શોભતી હોય છે. વર્ષાઋતુમાં ખેડૂત બહાર જાય અને ગ્રીષ્મઋતુમાં ખેતી કરે તો ?
આ સંસાર કેટલો સોહામણો છે ! તમારા પર તો નસીબે છૂટા હાથે રૂપ-લાવણ્ય વેર્યું છે. એને શા માટે વેડફો છો ? જીવનને એના પૂર્ણ સ્વરૂપે માણો. પછી સ્વયં આપ પક્વ બનશો, વૈરાગ્ય પક્વ બનશે. પાકી કેરી પોતાની મેળે ઝાડ પરથી ખરી જતી હોય છે.
આત્મ કથાઓ • ૮૫