________________
ત્યાં મેં સાંભળ્યું કે જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ અહીં જ બિરાજમાન છે. મેં એમની પ્રસિદ્ધિ ઘણી જ સાંભળી હતી. એમની વિદ્વત્તા, એમની પ્રતિભા, એમનું વાત્સલ્ય, એમની વાકપટુતા ખૂબ જ અદ્ભુત છે. ક્યાંય જોટો ન જડે એવા અદ્દભુત એ પુણ્યપુરુષ છે. એમની પાસે જવાથી જાણે આપણે અપાર જ્ઞાનના સાગર પાસે આવ્યા હોઇએ તેવી પ્રતીતિ થાય. એમનું જ્ઞાન એટલું વિશાલ છે કે તેમને સર્વજ્ઞ જેવા કહેવામાં આવે છે. એમ મેં લોકોના મુખે ઘણીવાર સાંભળ્યું હતું. સિદ્ધરાજના એ રાજગુરુ હતા. મને પણ તેમના પ્રત્યે આદર હતો. હું તેમના ઉપાશ્રયે પહોંચી ગયો. આચાર્યશ્રી ત્યારે ઉપદેશ આપી રહ્યા હતા. આખો ઉપાશ્રય હકડેઠઠ ભરેલો હતો. હું પણ પાછળ બેસી ગયો. ઓહ ! શું ઉપદેશની પદ્ધતિ ! સરળ ભાષા ! મધુર વાણી ! સહજ લયબદ્ધ પ્રવાહ ! વિષયનું સચોટ નિરૂપણ ! ક્યાંય આવેશ નહિ. ક્યાંય બૂમ-બરાડા નહિ. સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક અધ્યાત્મને સ્પર્શતી વાણી ! જાણે ખળ... ખળ... વહેતી ગંગા ! એ ગંગાના પ્રવાહમાં આપણે પણ વહેતા જ જઇએ... વહેતા જ જઇએ... ક્ષણે-ક્ષણે “હવે શું આવશે ? હવે શું આવશે ?'ની જિજ્ઞાસાને ઉત્પન્ન કરતી વાણી સાચે જ અભુત હતી. કોયલનો ટહુકાર, રૂપાની ઘંટડી, ગંધર્વની વીણા વગેરે તમામ અવાજોની મીઠાશ જાણે આ એક જ અવાજમાં સંગૃહીત બની હતી. વ્યાખ્યાન ક્યારે પૂરું થઇ ગયું તેની પણ મને ખબર ન પડી. હજુ પણ ચાલ્યા કરે તો સારું - એવા સમસ્ત શ્રોતાઓના ભાવ સાથે વ્યાખ્યાન પૂરું થયું.
શ્રાવકો બધા ગયા ત્યારે હું પૂજય આચાર્યશ્રી પાસે ગયો. મારી આપવીતી સંભળાવી અને કહ્યું: “ગુરુદેવ ! અત્યારે તો હું ભૂતની જેમ ભટકી રહ્યો છું. રખડુ ભીખારી જેવી જિંદગી ગુજારી રહ્યો છું. મારા દુઃખોનો અંત ક્યારે આવશે ? માણસો કહે છે કે દરેક રાતનો અંત હોય છે. દરેક દુઃખનો પણ અંત હોય છે. પણ મારી રાતનો ક્યારે અંત આવશે ? મારા જીવનમાં સુખની સવાર ક્યારે ઊગશે ? પ્રભુ ! હું ૨૪ વર્ષની ઉંમરથી આમ જ ભટકી રહ્યો છું. સિદ્ધરાજના ત્રાસથી સતત ભયભીત જીવન જીવવું પડે છે. સતત ભય નીચે જીવતા માણસોનું જીવન
આત્મ કથાઓ • ૩૯૬
કેવું કરુણ હોય એ તો અનુભવ કરે તેને સમજાય. ગુરુદેવ ! હવે મારા દુઃખોનો વિસ્તાર ક્યારે ?”
- પૂજ્ય ગુરુદેવે કરુણાદ્ધ ચિત્તે કહ્યું : “કુમારપાળ ! એટલું યાદ રાખ કે હંમેશાં મહાપુરુષોના જીવનમાં જ દુઃખો ઘણા આવે છે. દુઃખો જ એમના જીવનને ઘડે છે. મને એક તો મહાપુરુષ એવો બતાવ જેના જીવનમાં દુઃખ ન આવ્યું હોય ? રામચંદ્રજી, પાંચ પાંડવ, હરિશ્ચંદ્ર, સનત્કુમાર વગેરે તમામને યાદ કર. કેટલા બધા દુઃખો આવ્યા હતા એમના જીવનમાં ? લોકો એમને આજે પણ શા માટે યાદ કરે છે ? દુઃખોની અગ્નિપરીક્ષામાંથી તેઓ પાર ઊતર્યા હતા માટે. કુમારપાળ ! તું નોંધી રાખ કે અગ્નિપરીક્ષા હંમેશાં સોનાની થાય છે, કથીરની નહિ. ગ્રહણ હંમેશાં સૂર્ય અને ચંદ્રનું થાય છે, તારાઓનું નહિ. મહાપુરુષોના જીવનમાં જ મોટા દુઃખો આવે છે, સામાન્ય માણસોના જીવનમાં નહિ. તારા પર આટલા બધા દુઃખો આવી પડ્યા એમાં પણ હું તો કુદરતનું કોઇ અદ્ભુત આયોજન જોઇ રહ્યો છું. નિસર્ગ તને એ દુઃખો દ્વારા ઘડી કોઇ વિશિષ્ટ વ્યકિત બનાવવા માંગે છે. કુંભાર ઘડાને બજારમાં મૂકતા પહેલાં નિભાડામાં તેને તપાવે છે, તેમ કુદરત પણ તને અત્યારે તપાવીને મજબૂત બનાવી રહી છે. બીજ ધરતીમાં એકાંત અને ગરમીના દુ:ખો સહન કરે છે, ત્યારે જ વૃક્ષ બની શકે છે. પથ્થર શિલ્પીના ટાંકણ સહન કરે છે ત્યારે જ પ્રતિમાનું રૂપ ધારણ કરી શકે છે. મારી આર્ષદૃષ્ટિ જોઇ રહી છે કે તારા પર પણ અત્યારે દુ:ખના ટાંકણા પડી રહ્યા છે તે નિરર્થક નથી. એકેક ટાંકણા દ્વારા તારી અંદર પડેલો પથ્થર પ્રતિમાનું રૂપ ધારણ કરતો જાય છે અને એક દિવસ આવશે જ્યારે તું પ્રતિમા બનીને જગતના ચોકમાં આવીશ. અંબિકાદેવીનાં વચનો હું આજે પણ ભૂલ્યો નથી. તું અવશ્ય એક દિવસ ગુજરાતનો રાજા બનીશ કુમારપાળ !”
‘પણ ગુરુદેવ ! ક્યારે ? “હું રાજા બનીશ.” એટલી જો આપે આગાહી કરી તો સાથે-સાથે એ પણ બતાવી દો કે હું ક્યારે રાજા બનીશ? મતલબ કે કયા દિવસે ?” “વિ.સં. ૧૧૯૯ માગશર વદ ચોથના દિવસે તું પાટણની
હું કુમારપાળ : ૩૯૭