________________
આ ત્રીજા પ્રકારની પદ્ધતિ વધુ આદર યોગ્ય બની છે. કારણ કે તેમાં શ્રોતાને ભારેખમપણું લાગતું નથી.
• પ્રસ્તુત પ્રકાશન - આત્મકથાઓ :
કથાઓમાં પણ ખુદ કથા-નાયક જ આવીને કહે તો કેવી રંગત જામે ? વાંચતાં કેટલો આનંદ આવે ?
પ્રસ્તુત પુસ્તકમાં આવો જ પ્રયોગ થયો છે. કથા-પાત્રો સ્વયં આવીને કહી રહ્યા હોય તે રીતે આલેખન થયું છે.
કથાકાર ખુદ કંઇ કહે તે કરતાં કથા-પાત્ર સ્વયં જ પોતાની વાત કહે એ લખનાર અને વાંચનાર - બંને માટે વધુ રસપ્રદ બને - એ હેતુથી અહીં એ પ્રકારનું આલેખન કરવામાં આવ્યું છે.
મુખ્યતાએ શાન્તિ સૌરભ માસિક માટે તૈયાર થયેલી અને એ જ માસિકમાં પ્રકાશિત થયેલી ૨૪ આત્મકથાઓનો આ પુસ્તકમાં સમાવેશ
કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત પ્રકાશનના વાંચન દ્વારા જીવો આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધે એ જ શુભેચ્છા.
જૈન ઉપાશ્રય
ટેમ્બીનાકા, થાણા (મહારાષ્ટ્ર) શ્રા.વ.૪, વિ.સં. ૨૦૫૪
પૂ. કનકસૂરિજીની ૩૫મી સ્વર્ગતિથિ
- ગણિ મુક્તિચન્દ્રવિજય
- મુનિ સુનિયન્દ્રવિજય
આત્મ કથાઓ • ૧૦
(૧) હું અમરકુમાર
એક કવિએ કહ્યું છે ઃ ઇશ્વર બધે પહોંચી શકતો નથી, માટે તેણે માતાનું સર્જન કર્યું છે.
કેટલી મીઠાશ છે : મા' શબ્દમાં ? મધ, સાકર કે દ્રાક્ષ - એ બધાની મીઠાશ ફીકી પડે.
“મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
તેથી મીઠી તે મારી માત રે
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’
આવું કહેતાં કવિએ કેટલું બધું કહી દીધું છે ?
મા તે મા બીજા બધા વગડાના વા' વગેરે કહેવતો પણ માનો જ મહિમા બતાવે છે.
આવી મા ક્યારેય પુત્રની શત્રુ બને ?
પુત્ર માતાનો શત્રુ બની શકે, પણ મા કદી નહિ. પુત્રો નાયેત વષિષ માતા 7 મતિ' પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કદી ન થાય.
પણ આ સંસાર વિચિત્રતાઓનો ભંડાર છે. અહીં ક્યારેક માતા પણ કુમાતા બની શકે છે.
બીજે ક્યાં જોવા જઇએ ? મારી જ વાત લોને ! મારી માતા જ મારી વેરણ બની હતી. માનું નામ તો હતું ભદ્રા, પણ એણે કદી મારું ભદ્ર (કલ્યાણ) કર્યું નહિ. એ તો સદા મારા માટે ભદ્રા (વિષ્ટિ) જ બની રહી. ચાર ભાઇઓમાં હું સૌથી નાનો. સામાન્ય રીતે નાનો માને સૌથી વધુ પ્રિય હોય, પણ મારા જીવનમાં ઊલટું હતું. હું જ સૌથી વધુ અપ્રિય હતો. દુનિયાથી દાઝેલો માણસ ઠંડક પામવા મા પાસે જાય, પણ મામાંથી જ અગ્નિજ્વાળા પ્રગટે તો ? બાળક માટે તો મા એ જ વિશ્રાન્તિનું અંતિમ સ્થાન... પણ મારા માટે તો એ ક્લેશનું સ્થાન બની !
અમારું આખું કુટુંબ ગરીબીમાં જ સબડતું હતું. જીવતી-જાગતી આત્મ કથાઓ - ૧૧