________________
(પ૯) હું વામન
છે
મારું દુર્ભાગ્ય હતું કે હું ઠીંગણો હતો. ઉંમર મોટી થઇ છતાં મારી કાયા તો મોટી ન જ થઇ. હું ઊચાઇ વધારવા ઘણા પ્રયત્નો કરતો, પણ વ્યર્થ ! હું ઠીંગણો જ રહ્યો. હું એટલો બધો ઠીંગણો હતો કે લોકો મને દડાની જેમ ઊછાળી શકતા હતા. એક વખતે કોઇએ મારી આવી ટીખળ કરી. મને આકાશમાં ઊછાળી ઝીલી લીધો. ત્યારે મને થોડોક આનંદ આવ્યો, પરંતુ મારા કરતાં કઇ ગણો વધુ આનંદ ઊછાળનારા માણસોને આવ્યો. તે દિવસથી તે લોકોને આનો ચસકો લાગ્યો. તેઓ મને હંમેશાં આ રીતે જ ઊછાળવા લાગ્યા. હું આવી હેરાનગતિથી કંટાળી ગયો. મેં એ લોકોને ખૂબ જ ના પાડી, પણ મારું સાંભળે કોણ ? પ્રતિકાર કરવાની શક્તિ તો મારામાં હતી જ નહિ. મારી મદદે આવે તેવા કોઇ સ્વજનો પણ હતા નહિ. ન છૂટકે મારે સહન કર્યું જવું પડ્યું. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ બીજા-બીજા લોકો પણ આ “રમત'માં જોડાવા લાગ્યા. મારી મુશ્કેલીનો પાર ન રહ્યો. હું એકલો-એકલો રડ્યા કરતો. પણ મારું રુદન સાંભળનાર કોણ ? મારા આંસુ લૂછનાર કોણ ? સવારથી સાંજ સુધી આવી ધમાચકડી ચાલ્યા કરતી. હું તો શું કોઇ પણ માણસ કંટાળી જાય. ખાવા-પીવાનો પણ પૂરતો સમય એ લોકો આપે નહિ. પછી માણસ ક્યાં સુધી સહન કરે ?
આવા ત્રાસભર્યા જીવનથી હું કંટાળ્યો. આના કરતાં મરી જવું સારું ! હવે મને મરવાના વિચારો આવવા લાગ્યા પણ મરવું કાંઇ સહેલું છે ? હું કેટલીયેવાર મરવાનું વિચારતો પણ પાછો દુઃખથી ગભરાઇ માંડી વાળતો. મૃત્યુના ભયથી મારા શરીરમાં ઘૂજારી છૂટી જતી. મારો મરવાનો સંકલ્પ ઓગળી જતો. પણ આખરે મારે મરવાની હિંમત કરવી જ પડી. એવું કર્યા વિના ચાલે તેમ જ હોતું. એમ મને સ્પષ્ટ લાગતું હતું. હંમેશના આવા ત્રાસભર્યા જીવન કરતાં થોડીવારનું મોતનું દુઃખ સહન કરી લઉં તો શું વાંધો છે? ગમે ત્યારે મરવાનું તો છે જ... તો પછી જેટલું વહેલું
થાય તેટલો વહેલો દુઃખમાંથી હું છૂટુંને ! મેં મરવાનો સક્રિય નિર્ણય કર્યો. કોઇને કહ્યા વિના, કોઇને ખબર ન પડે તે રીતે હું ગામમાંથી નીકળી ગયો. ઊંચા પર્વત પર જઇ પહોંચ્યો. તમે સમજી ગયા હશો કે ઊંચા પર્વત પરથી મારે શું કરવાનું હતું ? પણ એ પર્વત પરથી હું ભૂસકો મારું એ પહેલાં જ કોઇએ મારો હાથ પકડી લીધો. મેં જોયું તો એ જૈન મુનિ હતા. એમના ચહેરા પર સંયમનું તેજ ઝળહળતું હતું. એમની આંખોમાં કરૂણા છલકાતી હતી. મને મધુર સ્વરે કહ્યું : વત્સ ! આ શું કરે છે? આપઘાત ? શા માટે ? મેં મારા દુઃખનું કારણ જણાવ્યું ત્યારે તેમણે કહ્યું : વત્સ ! એમ આપઘાત કરવાથી દુઃખનો અંત નહિ આવે. કદાચ પરલોકમાં આથી પણ વધુ દુઃખ આવશે. આ તો તારું શું દુ:ખ છે ? આના કરતાં કઇ ગણા વધારે દુઃખો ઢોરની દુનિયામાં છે ને એના કરતાં અનંત ગણા વધુ દુઃખો નરકની દુનિયામાં છે. આપઘાત કરીને તારે દુર્ગતિમાં જવું છે ? મળેલો મોઘેરો માનવ-અવતાર એળે જવા દેવો છે ? એક ઠીંગણાપણાના કારણે આપઘાત કરવો? વત્સ ! ઠીંગણાપણું પૂર્વભવમાં કરેલા કર્મનું ફળ છે. જો મારું માનતો હોય તો તું એ દુઃખદાયી કર્મોનો નાશ કર. શરીરનો નાશ કર્યો શું વળશે ? કર્મોનો નાશ કર, જે દુઃખનું મૂળ છે. મહાનુભાવ ! આપઘાત નહિ, પાપઘાત કર. પાપઘાત કરવા માટે સર્વવિરતિનો સ્વીકાર કર. માનવ-જીવનમાં સર્વ વિરતિ કરતાં પાપઘાતનો કોઇ ઉત્તમ ઉપાય નથી. મને જૈન મહાત્માની આ સલાહ ગમી ગઇ. અત્યાર સુધીમાં આટલી મીઠાશથી મને કોઇએ સમજાવ્યું ન્હોતું. મને કોઇએ પ્રેમથી બોલાવ્યો હતો. ચારે તરફથી મને ધિક્કાર અને અપમાન જ મળ્યા હતા. એક જ આ જૈન મહાત્મા એવા નીકળ્યા જેમણે મારા જેવા દુર્ભાગ્ય-શિરોમણિને પ્રેમ આપ્યો.
હું સર્વવિરતિ લેવા તૈયાર થયો. મહાત્માએ મને સર્વવિરતિ આપી. સાધુ બનાવ્યો. હવે હું જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બન્યો, સેવા-વેયાવચ્ચમાં વ્યસ્ત બન્યો. ઠીંગણાપણાનું મારું દુઃખ મનમાં ક્યાંય દબાઇ ગયું. વળી અહીં મારી મજાક કરનારું કોઇ ન્હોતું. મને દડાની જેમ ઊછાળનાર કોઇ હોતું. અહીં તો બધા ઉત્તમ મહાત્માઓ હતા. એમની ઉત્તમ ક્રિયાઓ
આત્મ કથાઓ • ૫૦૫
આત્મ કથાઓ • ૫૦૪