________________
તો પશુતાના સંસ્કારો નડે, પણ ક્યારેક પશુને પણ માણસના કુસંસ્કારો નડતા હોય છે. મારું મન વિચારી રહ્યું.
ત્યારે મારું ખીસું ખાલી હતું. મેં વિચાર્યું : આ ઉંદરને સોનામહોરોથી શું કામ છે ? એણે ક્યાં વેપાર કરવો છે ? મારે અત્યારે ખાસ જરૂર છે. હું લઇ લઉં તો સારું રહેશે. મેં બધી સોનામહોરો લઇ લીધી. ગણી. ૨૧ હતી. હવે હું જોવા લાગ્યો ઃ ઉંદર શું કરે છે ? સોનામહોરો જતાં તે શું કરશે ? રડશે ? તરફડશે ? સાચે જ એમ જ થયું. ઉંદરડો તરફડવા લાગ્યો. ઝૂરવા લાગ્યો. હાય ! હાય ! કયો ચોર મારી સોનામહોરો ચોરી ગયો ? કદાચ એનું મન બોલી રહ્યું હતું. ક્યાંય સોનામહોરો ન દેખાતાં એને એટલો આઘાત લાગ્યો કે તે બાજુની શિલા પર માથું અફાળી-અફાળી મૃત્યુ પામ્યો. હું કાંઇ વિચારું ન વિચારું ત્યાં સુધીમાં તો એના રામ રમી ગયા હતા. મારા નિમિત્તે ઉંદરનું થયેલું મૃત્યુ જોઇને મારું હૃદય વલોવાઇ ગયું. અરેરે... કેવી ભયંકર હિંસા ! હું પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરી રહ્યો. મને ત્યારે ક્યાં ખબર હતી કે પશ્ચાત્તાપની આ ગંગામાંથી જ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે ? એક દિવસ હું હેમચન્દ્રસૂરિજી પાસે આનું પ્રાયશ્ચિત્ત માગીશ અને તે પ્રાયશ્ચિત્તરૂપે અહીં બંધાવેલું ગગનચુંબી મંદિર, મૂષકવિહાર (તારંગા તીર્થ)' તરીકે ઓળખાશે ને સદીઓ સુધી ભવ્યાત્માઓને પવિત્રતાની પ્રેરણા આપતું રહેશે ?
હવે મને કુટુંબ યાદ આવવા લાગેલું. ઘણો વખત થઇ ગયો હતો. દધિસ્થલી છોડ્યા ને, હું તે તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં ઉદિરા ગામે દેવશ્રી નામની મહિલાએ મારી સુંદર સેવા કરી. હું ખુશ થઇ ગયો. મેં કહ્યું : બેન ! સાચે જ મેં તને ધર્મની બેન તરીકે સ્થાપી છે. જ્યારે હું પાટણની રાજગાદી પર આવીશ ત્યારે તારા હાથે રાજતિલક કરાવીશ.
દેવશ્રીની મધુર સ્મૃતને વાગોળતો હું દધિસ્થલી પહોંચ્યો. કુટુંબને મળ્યો. ખૂબ જ આનંદ આવ્યો. પણ આનંદ મારા નસીબમાં ક્યાં લખાયેલો હતો ? મારે તો હજુ ઘણું રખડવાનું હતું. સિદ્ધરાજ મને ક્યાં છોડે એમ હતો ? હું સિદ્ધરાજને કદાચ ભૂલી જાઉં... પણ એ મને ભૂલે તેમ ન્હોતો.
આત્મ કથાઓ • ૩૯૨
થોડા દિવસોમાં જ મને સમાચાર મળ્યા : કુમારપાળ ! તમારા પ્રાણ ખતરામાં છે ! દધિસ્થલીને ફરતે સિદ્ધરાજના સૈનિકોએ ઘેરો ઘાલી દીધો છે. ગમે તેમ કરીને હવે તમે ભાગી છૂટો. જો કે ભાગી શકવું પણ શક્ય નથી. ક્યાંક છુપાઇ જશો તો જ કદાચ બચી શકાશે.'
શિવ શિવ શિવ. આ સિદ્ધરાજ મારો ક્યારે કેડો છોડશે? આદુ ખાઇને મારી પાછળ પડ્યો છે. મેં એનું એવું તે શું બગાડ્યું છે ? પ્રભુ ! મને બચાવો ! તારા સિવાય મારે કોઇ આધાર નથી. મેં પ્રભુને યાદ કરવા માંડ્યા. પણ અત્યારે તો લાગતું હતું કે જાણે પ્રભુ પણ કાંઇ સાંભળે એમ નથી. મારી જગ્યાએ જો બીજો કોઇ હોય તો પ્રભુ પરની શ્રદ્ધા જ ઊઠી જાય ને કહી દે : પ્રભુ-પ્રભુ જેવી કોઇ ચીજ નથી. પ્રભુ ક્યારનોય મરી પરવાર્યો છે. એ જો હોય તો આવા અન્યાયો શા માટે ? મારા જેવા નિર્દોષ માણસને ભયભીત થઇને કેમ જીવવું પડે ? પણ હું તો ભગવાન પ્રત્યે પરમ શ્રદ્ધાળુ હતો. આવી મુસીબતોમાં પણ પ્રભુ જ મારી રક્ષા કરી રહ્યા છે. એવી મને પ્રતીતિ થતી હતી. જો પ્રભુની કૃપા મારા પર ન હોય તો સિદ્ધરાજના આટલા બધા પ્રયત્નો છતાં હું જીવતો શી રીતે રહી શકું ? રાજા જેના પર રૂઠે એને મરતાં વાર કેટલી ? પણ રાજાના પણ રાજા - પ્રભુ-ની મારા પર રહેમ નજર હતી. રામ રાખે તેને કોણ ચાખે ? ની પ્રતીતિ મને ડગલે-પગલે થતી હતી. માણસ પાસે જોવાની આંખ જોઇએ. આંખમાં જો શ્રદ્ધાનું અમૃત ભર્યું હશે તો ચોમેર પ્રભુ-કૃપાના દર્શન થશે. અશ્રદ્ધાનું વિષ ભર્યું હશે તો બધેજ અન્યાય, અરાજકતા અને અવકૃપા જ દેખાશે. આખરે તો બધી જ સૃષ્ટિ તમારી
દૃષ્ટિને આધીન છે.
હું તો ભાગ્યો... ક્યાંક છુપાઇ રહેવાની જગ્યા શોધવા. ફરતોફરતો એક કુંભારના નિભાડા પાસે જઇ પહોંચ્યો. મેં કુંભારને કહ્યું : ‘મહાનુભાવ ! ઇંટ પકવવાનો આ નિભાડો છે તેમાં મને છુપાવી દો ને !
મારી પાછળ મારો જાન લેવા સિદ્ધરાજના સૈનિકો ભમી રહ્યા છે.’
પોતાના માલિકની આવી દશા જોઇ કુંભારનું હૃદય દ્રવી ઊઠ્યું. એ બોલી ઊઠ્યો : ‘સ્વામી ! આપ આ ઇંટોના નિભાડામાં છૂપાઇ જાવ. હું કુમારપાળ • ૩૯૩