________________
મેં મનોમન સીતાનું હરણ કરી મારી રાણી બનાવવાનો નિર્ણય કરી જ લીધો. માત્ર નિર્ણય જ નહિ, તેને તરત અમલમાં પણ મૂકી દીધો. પુષ્પક વિમાનમાં બેસી હું તરત જ રામ પાસે આવી પહોંચ્યો. પણ રામનું તેજ એટલું ઝળહળી રહ્યું હતું કે હું તેની પાસે જવાની હિંમત કરી શક્યો નહિ. મેં ‘અવલોકની’ વિદ્યાને યાદ કરી. નબળો માણસ બીજું શું કરે ? વિદ્યાના સહારે કામ કરવું એ ખરેખર તો નબળાઇ જ ગણાય. સત્ત્વશાળી માણસ તો પોતાની શક્તિ પર મુસ્તાક હોય. પણ પરસ્ત્રી-લંપટમાં સત્ત્વ ક્યાંથી હોય ? અવલોકની વિદ્યા તરત જ દાસીની જેમ હાથ જોડી ઊભી રહી. મેં કહ્યું : મારે સીતાનું હરણ કરવું છે. તું મને સહાય કર. વિદ્યાએ કહ્યું : શેષનાગના માથામાંથી રત્ન લઇ શકાય, પણ રામ પાસે બેઠેલી સીતા ન લઇ શકાય. તારાથી નહિ, દેવો-દાનવોથી પણ ન લઇ શકાય. પણ હા... એક ઉપાય છે. એ જો લક્ષ્મણ પાસે જાય અને સીતા એકલી પડી જાય તો હરણ કરી શકાય. લક્ષ્મણ સાથે આમેય સિંહનાદનો સંકેત થયેલો જ છે. તો હું દૂર જઇ લક્ષ્મણના જેવો જ સિંહનાદ કરીશ. એથી રામ લક્ષ્મણની મદદે જશે અને તું તારું કામ પતાવી દેજે.
મને આ યોજના ગમી ગઇ. તરત જ અમલમાં મૂકી સફળતા પણ મળી ગઇ. રામ-લક્ષ્મણને બચાવવા ગયા અને તરત જ મેં સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી વિમાન હંકારી મૂક્યું. સીતા રડતી રહી : હે નાથ ! હે રામ ! હે લક્ષ્મણ ! હે ભામંડળ ! મને બચાવો. આ કાગડા જેવો કોઇ માણસ મારું અપહરણ કરી રહ્યો છે. મેં સીતાને છાની રાખવા કહ્યું : સીતા ! રડ નહિ. હું ત્રણ ખંડનો સ્વામી રાવણ છું. હવે તું રસ્તે રખડતા રામની નહિ, પણ રાજા રાવણની પત્ની થવાની છે. હવે રડવાનું હોય ? હવે તો આનંદના દિવસો આવ્યા. જંગલમાં રખડવાનો વખત ગયો. સોનાની લંકામાં વિલાસ કરવાનો સમય આવ્યો. પણ મારી કોઇ જ અસર તેના પર થઇ નહિ. એ તો રડતી જ રહી... ઊલટું... વધુ ને વધુ રડવા લાગી. હું ત્યારે સમજ્યો કે એ તો શરૂઆતમાં બધાને સ્નેહીઓની યાદ આવે. હમણાં થોડો સમય રડશે. પછી પોતાની મેળે ઠેકાણું પડી જશે... સ્ત્રીઓમાં અનુકૂલન શક્તિ ખૂબ જ હોય છે. ગમે આત્મ કથાઓ - ૪૮૮
તેવા વિપરીત વાતાવરણમાં પણ પોતાની જાતને અનુકૂળ કરી લે છે. મને ત્યારે ખબર નહોતી કે આ કોઇ સામાન્ય સ્ત્રી નથી. પણ ત્યારે તો હું મારા મદમાં જ પૂરો હતો. કેટલીયે સ્ત્રીઓના પાણી ઉતારી દીધા છે. તો સીતા વળી કોણ ? મારી મગરૂરી ગજબની હતી.
... ... .... .... મારું વિમાન આગળ ધપી રહ્યું હતું. ત્યાં જ એક ઘરડો ગીધ (જટાયુ) પ્રતિકાર કરવા આવી પહોંચ્યો. ‘પુત્રી ! રડ નહિ. હું તને બચાવું છું. અરે નિશાચર ! સીતાને છોડી દે. નહિ તો ભારે થઇ જશે.' આમ બોલતો જટાયુ તો મારા પર તૂટી પડ્યો. મારા કપડા ફાડી નાખી છાતીમાં ચાંચો મારવા લાગ્યો. એક પંખીની આ હિંમત જોઇ હું સ્તબ્ધ બની ગયો. મારા જેવાને પંખી ચાંચ મારે ? હું ઉકળ્યો. હાથમાં ચંદ્રહાસ તલવાર લીધી. રે ઘરડા ગીધ ! હવે તું જીવનથી કંટાળી ગયો લાગે છે. લે... લેતો જા... ને મેં ફટ... દઇને તેની બંને પાંખો તલવારથી કાપી નાખી. પાંખ વિહોણો લોહી-લુહાણ થયેલો જટાયુ નીચે પડ્યો.
જટાયુની જફા દૂર થઇ ત્યાં વળી એક વિદ્યાધર આવ્યો. સીતાના ભાઇ ભામંડળનો તે સેવક હતો. તે મારી પાસે જેમતેમ બોલવા માંડ્યો. પણ હું કાંઇ તેનું સાંભળું ? મારી શક્તિઓ પર હું મગરૂર હતો : કદાચ બ્રહ્મા આવીને મને સમજાવે તોય હું સમજું તેમ ન્હોતો તો આ બાપડો વિદ્યાધર વળી કઇ વાડીનો મૂળો ? તેને વધુ કાંઇ સજા ન કરતાં મેં તેની વિદ્યાઓ હરી લીધી ને તે કપાયેલી પાંખવાળા પંખીની જેમ ધરતી પર ઢળી પડ્યો.
પછી નિર્વિઘ્ને હું લંકા પહોંચ્યો. સીતાને અશોક-વાટિકામાં રાખી. હા... મારે પ્રતિજ્ઞા હતી કે પરસ્ત્રી ઇચ્છે નહિ તો તેની સાથે મારે વિષયસેવન કરવું નહિ. હું ગમે તેવો હતો... છતાં મારી પ્રતિજ્ઞામાં અટળ હતો. જિંદગીના અંત સુધી મેં આ પ્રતિજ્ઞા પાળી છે.
સીતાની સંભાળ રાખવાનું કામ મેં ત્રિજટાને સોંપ્યું.
આ બાજુ રામ-લક્ષ્મણે સીતાની શોધખોળ પ્રારંભી. મારે ગુણગ્રાહક દૃષ્ટિએ કહેવું જોઇએ કે ખરેખર રામ ગજબનો માણસ હતો. પોતે સીતાના આત્મ કથાઓ • ૪૮૯