________________
ચારેયમાં લીડર તો હું જ હતો ને ! લીડરે જ સૌથી વધારે સહેવું પડે
છે? ચંદના, અંજના, મયણા, સુલસા, સીતા, મદનરેખા વગેરેના જીવનમાં દુઃખના પહાડો શા માટે તૂટી પડ્યા ? દુઃખ વખતે ભગવાન વધુ યાદ આવે, ભગવાનનું નિરંતર સ્મરણ થતું રહે માટે જ દુઃખો આવ્યા હશે? દુઃખો પણ ભગવાનની કૃપારૂપે જ આવ્યા હશે ? સાચે જ, દુઃખ એ પણ ભગવાનની નિગ્રહ-કૃપા છે.
હું અંધકારભર્યા ખાડામાં દુઃખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. નાનકડા ખાડામાં જ ખાવાનું, પીવાનું, લઘુ-વડી નીતિ કરવાનું. સૂવા વગેરે કરવાનું ! નાનકડા ઠીકરામાં થોડું-થોડું ખાવાનું શીલવતી મોકલતી હતી. મારા જેવા અનાડીને સીધા કરવા હોય તો આવું જ કરવું પડે ને ? લાતોના દેવ વાતોથી માનતા નથી હોતા - એ વાત શીલવતી સારી રીતે સમજતી હશે !
૨૫-૩૦ દિવસ પછી અચાનક ધડુમ... અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુ જ કોઇ એક ભાઇ ઉપરથી પડ્યો હતો. સારું થયું કે એ મારા પર ન પડ્યો, નહિ તો મારા હાડકાં ભાંગી જાત. હું સહેજમાં બચી ગયો. ધારીને જોયું તો ખ્યાલ આવ્યો : અરે ! આ તો મારો લંગોટિયો કામાંકૂર ! હું તરત જ પરિસ્થિતિ સમજી ગયો. આવ ભાઇ હરખા ! આપણે બેઉ સરખા ! હું મનોમન બોલી ઊઠ્યો. એ કાંઇ કહે એ પહેલાં જ હું સમજી ગયો હતો કે રાજાએ મારી તપાસ કરવા એ મૂર્તિને મોકલી લાગે છે ને એ પણ મારી જેમ ફસાયો છે. ચાલો, એક સે દો ભલા ! આ અંધકારભર્યા ખાડામાં એક વાતો કરનાર વ્યક્તિ તો મળી ! અમે પરસ્પર વાતચીત કરતા રહ્યા અને અમારી મૂર્ખતા પર રોતા પણ રહ્યા અને હસતા પણ રહ્યા.
એમ ફરી એકેક મહિના પછી અમારા બાકીના બે લંગોટિયા લલિતાંગ અને રતિકેલી પણ પડ્યા. અમે ચારેય ચંડાળ ચોકડી અહીં મળી ગયા હતા. જાણે અમને અમારા પાપોએ જીવતેજીવ નરકમાં નાખ્યા હતા ! નાનકડા ખાડામાં રહેવાનું, ખાવાનું, પીવાનું, સૂવાનું વગેરે બધું જ કરવાનું ! ઓહ ! કેટલો ત્રાસ ! કેટલી રીબામણ ! મેં (અશોકે) તો સતત ચાર મહીના સુધી આવી રીબામણ સહી.
આત્મ કથાઓ • ૨૫૮
એક વખતે અમે ચારેયે શીલવતીને ઉદ્દેશીને કહ્યું : “ઓ સ્વામિની ! અમે તમારો મહિમા જોયો. અમારા કુકર્મોનું ફળ પણ ભોગવ્યું મહેરબાની કરીને હવે અમને બહાર કાઢો.”
ઉપરથી શીલવતીએ કહ્યું : “હું તમને બહાર જરૂર કાઢીશ, પણ એ પહેલાં હું કહું તેમ કરવું પડશે.”
- “સતી મા ! તમે કહો તેમ કરવા તૈયાર છીએ. અમે તમારી ગાય છીએ.' ગઇકાલના ભરાડી અમે, આજે બેં બેં બકરી થઇ ગયા હતા.
હું જ્યારે વાક્યમાં છેલ્લે ‘ભવતુ' કહું, ત્યારે તમારે પણ ‘ભવતુ કહેવાનું... બરાબર સમજી ગયા ?”
હા... બિલકુલ બરાબર સમજી ગયા. અમે ‘ભવતુ' કહીશું.”
બહાર થતી વાતચીત પરથી લાગ્યું : રાજા જમવા આવવાના લાગે છે. તેના માટે બધી તૈયારીઓ થઇ રહી લાગે છે. રાજાના પૂરા પરિવાર માટે રસોઈ તૈયાર કરી અમારા ઓરડામાં મૂકી દેવામાં આવી. બહારથી તૈયારી જેવું કાંઇ જ ન લાગે.
ભોજનનો સમય થતાં રાજા સપરિવાર આવ્યો, ભોજનની કોઇ જ તૈયારી ન જોતાં પાસેના મંત્રીને પૂછ્યું : “આ શું છે ? આપણી મજાક તો નથી ને ? ભોજનની કોઇ જ તૈયારી નથી.'
“ના... રાજન ! આ મંત્રી મજાક કરે એવા છે જ નહિ. આપણે થોભીએ અને જોઇએ. પહેલેથી જ કોઇના વિષે નિર્ણય બાંધી દેવામાં સામાને અન્યાય થવો સંભવિત છે.'
અમારા કાને રાજા-મંત્રીની વાતચીતો પડી રહી હતી.
એટલામાં શીલવતીએ અંદર આવીને બધા સાંભળે તેમ કહ્યું : "भो यक्षाः ! राजा समागतः । अतः सर्वप्रकारेण रसवती प्रगुणा આવતુ ” (રાજા આવ્યા છે. રસોઇ તૈયાર થઇ જાય.).
અમે બધા એકીસાથે બોલી ઊઠ્યા : “મવતું. અને... તરત જ રસોઇના તૈયાર ટોપલા ઓરડામાંથી બહાર
પરકાય - પ્રવેશ • ૨૫૯