________________
षड्दर्शन समुचय भाग *43
પંક્તિના અંતે પંચમી વિભક્તિનો પ્રયોગ હોય છે. વાંચન કરતી વખતે તે દ્વિતીય પંક્તિની પૂર્વે ‘કારણ કે...’ કહી અંતે રહેલી પંચમી વિભક્તિને કાઢી નાખી સીધો અર્થ કરવો.
જેમ કે
अयं च पञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना 'चेष्टा' कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया 'तुच्छा' અમિરુષિતાસાધત્વવિત્યંતર્થઃ । (યોગવિંશિકા ગાથા-૧, ટીકા)
અસારા,
ભાવાર્થ :- આ પ્રણિધાનાદિ પાંચ પ્રકારનો આશય ભાવ છે. આ ભાવ વિના ચેષ્ટા=મનવચન-કાયાના વ્યાપારરૂપ દ્રવ્યક્રિયા તુચ્છ=અસાર છે. કારણ કે (તેવી દ્રવ્યક્રિયા) ઈચ્છિત ફલની સાધક બનતી નથી. આ પ્રમાણે ભાવાર્થ જાણવો.
(૭૦) ટીકાકારો પોતાની વાતની પુષ્ટિ માટે સુવિહિત અન્ય ગ્રંથનું અનુસંધાન આપતા હોય છે. ત્યારે તે સાક્ષીપાઠ મૂક્યા બાદ ‘રૂતિ વચનાત્’ પદ મૂકતા હોય છે. (ઉદા. માટે જુઓ મુદ્દો૩૧)
(૭૧) ટીકામાં કેટલીકવાર પંક્તિનો પ્રારંભ યત્ર, તંત્ર, અત્ર શબ્દોથી થતો હોય છે. તેવા સ્થળે ‘તંત્ર' વગેરે શબ્દોના ત્યાં, જ્યાં, અહીં - ઈત્યાદિ અર્થ ન કરતાં, આગળની પંક્તિઓમાં જે વિષયનું અનુસંધાન હોય તે શોધીને અર્થ ક૨વો.
(૭૨) કેટલાક ટીકાકારો ટીકાનો પ્રારંભ શ્લોકના પ્રથમ શબ્દથી જ કરે છે. ક્રમશઃ તમામ શબ્દોની ટીકા કરતા જાય છે અને પરસ્પર અન્વય જોડતા જાય છે.
કેટલાક ટીકાકારો શ્લોકના ભાવાર્થને અનુસારે ટીકાનો પ્રારંભ કરતા જોવા મળે છે.
કેટલાક ટીકાકારો શ્લોક કે ગાથાગત શબ્દોની જ માત્ર ટીકા કરી મૂકી દે છે. વિશેષતયા પરસ્પર અન્વય જોડતા નથી.
(૭૩) ટીકાકારો શ્લોકના પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા કરતાં કરતાં શ્લોકગત તે તે શબ્દોનો ૫૨સ્પ૨ અન્વય જોડવા માટે ‘િિમત્યા ’, ‘થમમિથીયતે ત્યાદ’, ‘વભૂતસ્થાપિ સત: જિમિત્વાદ', ‘ડિવિશિષ્ટ...’ વગેરે પદો મૂકીને શ્રોતાને આગળ-આગળના શબ્દોના ભાવાર્થ ત૨ફ અભિમુખ કરતા હોય છે. કેટલીકવાર પ્રશ્નો ઉપસ્થિત કરીને, તેનો રહસ્યાર્થ શ્લોકગત શબ્દોનો અર્થ કરી જણાવતા હોય છે.
(૭૪) ટીકાકારો વિશેષ્યના એકથી વધારે વિશેષણોને ક્રમશઃ વિશેષ્ય સાથે અન્વય કરતી વખતે ‘િિવશિષ્ટ’ ‘અવમેવ વિશિષ્યતે', ‘જિ ભૂતમ્’, ‘વયંભૂતમ્’ વગેરે પદો મૂકી અન્વય જોડતા હોય છે.