________________
२३०
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
અનુપલબ્ધિ જ છે. (અર્થાતુ તમને નૈયોયિકોને જેમ આવરણની ઉપલબ્ધિ જણાતી નથી, તેમ અમને(મીમાંસકોને) આવરણની અનુપલબ્ધિ પણ જણાતી નથી.) માટે અનુપલબ્ધિની અનુપલબ્ધિ = ઉપલબ્ધિ જ થઈ. આમ આવરણની ઉપલબ્ધિનો સદ્ભાવ છે. અને તેથી માટીની અંદર રહેલ મૂળા, કલીકાદિની (માટીના) આવરણનાકારણે ઉપલબ્ધિ થતી નથી, તેમ આવરણની ઉપલબ્ધિથી બનેલ શબ્દનું ઉચ્ચારણની પૂર્વે ગ્રહણ થતું નથી. અર્થાતું આવરણના યોગથી ઉચ્ચારણ પૂર્વે શબ્દની ઉપલબ્ધિ થતી નથી. (અને આવરણ સંયોગ અને વિભાગ આદિને લીધે ખસી જાય છે, ત્યારે શબ્દ સાંભળી શકાય છે.)
હવે જો એમ કહેશો કે આવરણની અનુપલબ્ધિ પોતાના આત્મામાં વર્તતી નથી, તો અનુપલબ્ધિ પોતાના સ્વરૂપે કરીને પણ નથી. તો પણ અનુપલબ્ધિનો અભાવ ઉપલબ્ધિસ્વરૂપ છે. તેથી શબ્દનું ઉચ્ચારણની પૂર્વે પણ અસ્તિત્વ છે.
અને બંને પ્રકારે પણ અર્થાત્ પ્રયત્નના કાર્યતરીકે શબ્દનો (અર્થાત્ શબ્દમાં પ્રયત્નોત્તરીયકત્વનો અભાવ) હોવાથી શબ્દ નિત્ય છે. એ સિદ્ધ થાય છે. આ રીતે મીમાંસકોએ તૈયાયિકોના મતનું ખંડન કર્યું છે.
साध्यधर्मनित्यानित्यविकल्पेन शब्दस्य नित्यत्वापादनंनित्यसमा जातिः । अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति । येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या नित्या वेति । यद्यनित्या तदियमवश्यमपायिनीत्यनित्यताया अपायान्नित्यः शब्दः । अथानित्यता नित्यैव तथापि धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपत्तेस्तदाश्रयभूतः शब्दोऽपि नित्य एव स्यात्, तस्यानित्यत्वे तद्धर्मस्य नित्यत्वायोगात् । इत्युभयथापि नित्यः शब्द इति २२ । एवं सर्वभावानामनित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जातिः । घटसाधर्म्यमनित्यत्वेन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तदा घटेन सर्वपदार्थानामस्त्येव किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वं, तर्हि शब्दस्यापि तन्मा भूदिति, अनित्यत्वमात्रोपपादनपूर्वकविशेषोद्भावनादविशेषसमातो भिन्नेयं जातिः२३ । प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्था कार्यसमाजातिः । अनित्यः शब्दः प्रयत्नान्तरीकत्वादित्युक्ते जातिवाद्याह । प्रयत्नस्य द्वैरूप्यं दृष्टम् । किंचिदसदेव तेन जन्यते यथा घटादिकम् । किंचिञ्च सदेवावरणव्युदासादिनाभिव्यज्यते यथा मृदन्तरितमूलकीलकादि गर्भगतपुत्रादि वा । एवं प्रयत्नकार्यनानात्वादेष शब्दः प्रयत्नेन व्यज्यते जन्यते वेति संशय