________________
षड्दर्शन समुचय भाग -१, श्लोक-३७, सांख्यदर्शन
ત્રિવિધદુ:ખના પ્રકારો બતાવેલ છે. આથી અહીં બતાવેલ નથી. ગુરુમુખે શ્રવણ કરીને જેને યાદ રાખવામાં આવે છે તે વેદ. જોકે વેદમાં વેદાન્તનો (ઉપનિષદોનો) સમાવેશ પણ થઈ જાય છે. પરંતુ અહીં તો માત્ર વેદના કર્મકાંડ ભાગ જ અભિપ્રેત છે. વેદમાં અનેક પ્રકારના યજ્ઞોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યજ્ઞ
યાગથી શાશ્વત અને સંપૂર્ણ સુખ મળી શકે તેમ નથી. કારણકે તેમાં નીચેના ત્રણ પ્રકારના દોષો રહેલા છે. (૧) અવિશુદ્ધ : એટલે અશુદ્ધિ, યજ્ઞમાં પશુઓની હિંસા થાય છે અને હિંસા દુ:ખ જ આપે છે. પંચશિખાચાર્ય કહે
છે કે અલ્પપ્રમાણમાં મિશ્રણ યજ્ઞના પરિણામે જે મુખ્ય ફળ મળે છે તે તો પુણ્ય જ છે. પણ તેમાં હિંસા થઈ છે. તેથી ગૌણ ફળરૂપે થોડું પાપ પણ મળે છે. એ અપાપનો પેલા પુણ્ય સાથે જે સંસર્ગ થાય છે, તે થોડી અશુદ્ધિ
ઉપજાવે છે અને પાપનો પરિહાર કરવા પ્રાયશ્ચિત પણ કરવું પડે છે. (૨) ક્ષય: સ્વર્ગમાં શાશ્વત સુખ નથી. યજ્ઞ-યાગથી સ્વર્ગનું સુખ મળે, પણ તે ક્ષય પામવાવાળું છે. (૩) અતિશય જુદા જુદા યજ્ઞના ફળ જુદા જુદા હોય છે, જેમકે જ્યોતિષ્ટહોમ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે, પણ વાજપેયાદિ
યજ્ઞો કરવાથી સ્વર્ગનું રાજ્ય મળે છે. આ પ્રકારની સ્થિતિને “અતિશય' કહી છે. અને માનવીનો સ્વભાવ તુલના કરવાનો હોય છે. પોતાના કરતાં અન્યની સ્થિતિ વધારે સારી છે, તે વિચાર તેનામાં દુઃખ ઉપજાવે છે. આ રીતે અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત હોવાથી વૈદિક ઉપાયો પણ લૌકિક ઉપાયની જેમજ શાશ્વત અને સંપૂર્ણ દુઃખમુક્તિ આપવામાં નિષ્ફળ જ નિવડે છે.
- मूलप्रकृतिरविकृतिर्महादाद्याः प्रकृतिविकृतयः' सप्त ।
પોશવસ્તુ “વિશારો' ર “પ્રકૃતિને “વિવતિ’ પુરુષઃ Tરૂપા મૂળ પ્રકૃતિ એ અવિકારી છે. મહતું વગેરે સાત (તત્ત્વો) પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. સોળ તત્ત્વો તો કેવળ વિકાર જ છે. પુરૂષ પ્રકૃતિ પણ નથી, તેમજ વિતિ પણ નથી. (કારિકા-૩) આ કારિકામાં મુખ્ય ત્રણ તત્ત્વોના જ્ઞાનનું સૂચન કરવામાં આવેલ છે. અવ્યક્ત, વ્યક્તિ અને જ્ઞ. ઉપરના પચ્ચીસ તત્ત્વોમાં સામાન્ય રીતે મૂળ પ્રકૃતિને અવ્યક્ત કહેવામાં આવે છે. મહદ્દી માંડી પાંચ મહાભૂત સુધીના ત્રેવીસ તત્ત્વોને વ્યક્ત માનવામાં આવે છે. અને અવ્યક્ત અને વ્યક્તથી નિરાળા એવા પુરૂષને ‘’ તરીકે ઓળખવામાં આવે છે. આ જગતને આપણે સંસાર એવા નામથી ઓળખીયે છીએ અને સંરતિ ત સંસાર: | જે પરિવર્તન પામ્યા કરે છે તેનું જ નામ સંસાર છે એમ માનવામાં આવે છે. પરંતુ પરિવર્તન એ તો એક પ્રકારની ગતિ છે - અવસ્થા છે. પરિવર્તન કોનું? એવો સહજ પ્રશ્ન થાય છે. પરિવર્તન કોઈકમાં થાય છે. અને જેમાં પરિવર્તન થાય છે, તેમાંથી કાંઈક નવી સ્થિતિનું નિર્માણ પણ થાય છે. જેમકે માટીમાં પરિવર્તન થવાથી ઘડો બન્યો. આમ માટી એ પરિવર્તનનો આધાર બન્યો. આ પરિવર્તનને લીધે માટી પોતાના જ સ્વરૂપ એવા ઘડાનું કારણ બની એમ કહી શકાય. આ પરિવર્તન કારણ-કાર્યની એક પરંપરા સર્જે છે. પરંતુ આ પરંપરાના છેડેથી શરૂ કરી કાર્ય-કારણની દિશામાં આગળને આગળ જઈએ તો છેવટે એક બિંદુ આવશે, કે જ્યાંથી આગળ જવું શક્ય નથી. અને એક એવું કારણ જણાશે કે જે અન્ય કોઈ કારણના પરિવર્તનનું
નહીં હોય. સર્વપ્રપંચનું એ જ મળકારણ. જે કોઈનો પણ વિકાર નથી, એવું અવિકતિતત્ત્વ અને તેને સાંખ્યમત મૂઝિવતિ એ નામે ઓળખે છે. આ મૂળપ્રકૃતિનું કોઈ કારણ માનીએ તો અનવસ્થાદોષ આવે. અને આ મૂળ પ્રકૃતિના કોઈ વિકાર નથી, તેથી તેને અવિકૃતિ કહી છે. પરંતુ કેટલાક એવા તત્ત્વો પણ છે કે જેઓ કોઈને પરિણમાવે અને સ્વયં પણ પાછા કોઈનું પરિણામ હોય. તેમને