________________
षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
३३९
લિપ્તાવસ્થા સત્ત્વપ્રધાન છે, પણ તેમાં રજસ્ નું પ્રાબલ્ય છે. વિક્ષિપ્તાવસ્થા પણ સત્ત્વ પ્રધાન છે, તેમાં ૨જસુ પ્રબલ નથી. મૂઢાવસ્થા તમ: પ્રધાન છે. આ ત્રણ અવસ્થાઓ સમાધિમાં અનુપયોગી છે. “એકાગ્ર” અને “નિરુદ્ધ” અવસ્થામાં સમાધિનો ઉદય થાય છે. જ્યારે અન્ય તમામ વૃત્તિઓનો નિરોધ કરીને ચિત્ત ધ્યેય પર એકાગ્ર બને અર્થાત્ ધ્યેય સિવાય તમામ વૃત્તિઓનો વિરોધ કરે ત્યારે એકાગ્ર બને છે. તેને જ સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. ધ્યેય વૃત્તિનો પણ નિરોધ થવાથી નિરુદ્ધ અવસ્થામાં અસંપ્રજ્ઞાત સમાધિનો ઉદય થાય છે.
જો કે ચિત્ત પ્રધાનપણે સત્ત્વગુણનું કાર્ય હોવાથી પ્રકાશધર્મવાળું છે. તો પણ જ્યારે પ્રધાનપણે તે રજોગુણ અને તમોગુણથી સંસ્કૃષ્ટ થાય છે, ત્યારે અણિમાદિ ઐશ્વર્યને તથા શબ્દાદિ પાંચ વિષયોને જ પ્રિય માને છે. અને તેથી સંનિહિત અને વ્યવહિત વિષયો તરફ જ રજોગુણથી પ્રેરાયેલું રહે છે. આવું રજોગુણથી વિષયો તરફ ઢળેલું ચિત્ત લિપ્ત કહેવાય છે.
જ્યારે ચિત્ત તમોગુણના સમુદ્રકથી કૃત્યાકૃત્યને નહિ જાણતું અધર્મ, અજ્ઞાન, અવિરતિ, અને ઐશ્વર્ય તરફ ખેંચાણવાળું થાય છે ત્યારે મૂઢ કહેવાય છે.
સત્ત્વગુણના આધિયથી જેનું મોહરુપ આવરણ દૂર થયું છે અને તેથી સર્વ વિષય વિશે વૃત્તિવાળું થયું છે તથા રજોગુણના લેશથી, સંયુક્ત હોવાથી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યયુક્ત હોય છે તે ચિત્ વિક્ષિપ્ત કહેવાય છે.
શુદ્ધ સાત્ત્વિક થવાથી જ્યારે ચિત્ત એક જ વિષયમાં ઘણા લાંબા કાળ પર્યત નિર્વાત સ્થળે રહેલા દીપકની માફક અચંચલ થાય છે, ત્યારે એકાગ્ર કહેવાય છે. આ અવસ્થામાં રજોગુણનો લેશ માત્ર ન હોવાથી ચિત્ત પોતાના સ્વભાવસિદ્ધ પ્રસાદાદિરૂપે સ્થિત થાય છે. અને તેથી સત્ત્વરૂપ બુદ્ધિ તથા પુરુષરૂપ આત્મા કે જે અત્યંત વિલક્ષણ છે તે બંનેના ભેદજ્ઞાનરૂપ વિવેકસાક્ષાત્કારરૂપ વૃત્તિ બની રહે છે. અર્થાત્ તે ચિત્ત જ્યારે ધર્મમેઘરૂપ સમાધિને જ માત્ર પ્રિય માનીને સેવતું હોય છે, ત્યારે તે એકાગ્ર કહેવાય છે. ટુંકમાં એકાગ્ર ચિત્તમાં વિવેકસાક્ષાત્કારરૂપ વૃત્તિ અખંડિતપણે ચાલતી રહે છે.
જ્યારે વિવેક સાક્ષાત્કારરૂપ વૃત્તિ સહિત ચિત્તની તમામ વૃત્તિઓનો નિરોધ થાય છે, ત્યારે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. અર્થાત્ વૃત્તિમાત્રના અભાવયુક્ત સંસ્કારશેષ ચિત્ત નિરુદ્ધ કહેવાય છે.
આ પાંચે ભૂમિકાઓમાં યત્કિંચિત્ વૃત્તિનિરોધ તો છે. તો પણ પાંચમાંથી છેલ્લી બે ભૂમિકામાંનો વૃત્તિનિરોધ જ અહીં ગ્રાહ્ય છે. કારણકે વૃત્તિનિરોધ જ જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ પમાડનાર છે. એકાગ્રભૂમિકામાં જે વૃત્તિ નિરોધ છે તેને સંપ્રજ્ઞાત યોગ