________________
३३८
षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
અસંપ્રજ્ઞાતયોગથી ચિત્તનો નિરોધ થતાં તેમનો પણ નિરોધ થાય છે)
ચિત્તજન્ય વૃત્તિઓનો તેના કારણમાં લય કરવો તેને નિરોધ કહેવાય છે. નિરોધનો ઉપાય બતાવતાં પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે કે..
' લખ્યાર્વિરાળ્યાખ્યાં ત્રિરોધ II૧-૧૨ા. - અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તજન્ય વૃત્તિઓનો નિરોધ થાય છે. ચિત્તને એકાગ્ર અવસ્થામાં સ્થિર કરવા પુનઃ પુન: પ્રયત્ન કરવો તે અભ્યાસ છે. દષ્ટ કે અદૃષ્ટ સુખોની તૃષ્ણાનો અભાવ વૈરાગ્ય છે.
પાતંજલ યોગસૂત્રમાં અભ્યાસની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે તત્ર સ્થિતો થતોડ: II૧-૧૩
- તેમાં (નિરોધના બે ઉપાયમાં) ચિત્તની પ્રશાન્તવાહિતા રુપ સ્થિતિના સાધનોમાં યત્ન = અનુષ્ઠાન કરવું તે અભ્યાસ કહેવાય છે. (ચિત્તની રાજસ્ અને તામસું રહિત અવસ્થાને પ્રશાન્તવાહિતા કહેવાય છે. તે સ્થિતિ માટેનો પુરુષાર્થ કરવો તે અભ્યાસ કહેવાય છે. ચિત્તની અસ્થિરતામાં કારણભૂત તામસી અને રાજસી વૃત્તિઓ છે.)
વૈરાગ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે. વૃષ્ટીનુશ્રવિવિષયતૃી વશીકાર સંજ્ઞા વૈરાય |૧-૧પ
- લૌકિક અને વૈદિક વિષયો પ્રતિ (અર્થાત્ લૌકિક વિષયો અને સ્વર્ગીય સુખાદિ સંબંધી વિષયો પ્રતિ), જે વશીકાર સંજ્ઞારૂપ તૃષ્ણાનો અભાવ તે વૈરાગ્ય.
વૈરાગ્યના બે પ્રકાર છે. (૧) પર અને (૨) અપર. જાગતિક વિષયોની તૃષ્ણનો અભાવ અપર વૈરાગ્ય છે અને પ્રકૃતિના ગુણોની તૃષ્ણાનો અભાવ પર વૈરાગ્ય છે.
અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત ઈશ્વર પ્રણિધાનથી પણ યોગ સિદ્ધ થાય છે. ઈશ્વરને પોતાનાં સમસ્ત કાર્યોનું સમર્પણ કરવું તે જ તેનું પ્રણિધાન છે. “ઓમ્” કાર ઈશ્વરનો વાચક છે. પ્રણિધાનથી પ્રસન્ન થયેલા ઈશ્વર વિક્ષેપો અને અંતરાયોને દૂર કરી યોગની પ્રસાદી આપે છે.
‘ચિત્તવૃત્તિનિરોધ” યોગનું સામાન્યલક્ષણ છે. વિશેષલક્ષણ પ્રમાણે યોગના બે પ્રકાર છે. સંપ્રજ્ઞાત યોગ અને અસંપ્રજ્ઞાત યોગ. (તેનું વિશેષ સ્વરૂપ આગળ જોઈશું.)
ચિત્તની પાંચ અવસ્થાઓ છે. (૧) ક્ષિપ્તાવસ્થા, (૨) મૂઢાવસ્થા, (૩) વિક્ષિપ્તાવસ્થા, (૪) એકાગ્રાવસ્થા, (૫) નિરુદ્ધાવસ્થા.