________________
षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
જાગ્રત અન્ સ્વપ્નવૃત્તિના અભાવના કારણરુપ તમને વિષય કરનાર વૃત્તિવિશેષને નિદ્રા કહેવાય છે. (પાં.યો.સૂ.-૧-૧૦)
३३७
(જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં વિવિધ વિષયોનું જ્ઞાન થાય છે. તેથી તે અવસ્થામાં સત્ત્વ અને રજસ્ નું પ્રાધાન્ય હોય છે. સત્ત્વનો ગુણ પ્રકાશ ક૨વાનો છે. રજનો ગુણ ચિત્તને ચંચલ બનાવી વિષયો તરફ લઈ જવાનો છે. આચ્છાદન કરવાનો ગુણ તો તમમાં છે. તેથી નિદ્રામાં તમસ્ ગુણની પ્રધાનતા ઘટે છે.)
પ્રમાણાદિથી અનુભવ કરાયેલા વિષયનું કાલાંતરે (તે વિષય ઉપસ્થિત થયેલો ન થયો હોય તો પણ) ગ્રહણ થવું તે સ્મૃતિ. (પાંતજલ યોગસૂત્રમાં સ્મૃતિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ‘જે વૃત્તિ અનુભૂત ગ્રાહ્ય વિષયનું તથા ગ્રાહ્યાકાર વૃત્તિનું જ માત્ર ગ્રહણ કરે તે વૃત્તિ સ્મૃતિ છે.)
તમામ વૃત્તિઓ બે પ્રકારની હોય છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. ક્લેશ સહિતની વૃત્તિને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે. ક્લેશ રહિત વૃત્તિને અક્લિષ્ટવૃત્તિ કહેવાય છે. ક્લેશ એટલે દુઃખનાં કારણો.
ક્લેશ પાંચ છે. (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ.
અવિદ્યા એટલે ઉલટું જ્ઞાન. તે અવિઘા ચાર રીતે વર્તતી જોવા મળે છે. (૧) અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાનું ભાન. (૨) અપવિત્ર વસ્તુઓમાં પવિત્રપણાનો નિશ્ચય (૩) દુ:ખ અને દુઃખના સાધનોમાં સુખ માનવું. (૪) અનાત્મ વસ્તુઓમાં આત્મા માનવો.
પછીના અસ્મિતા આદિ ચાર ક્લેશોનું મૂળ કારણ અવિદ્યા છે. પ્રકૃતિ અને પુરુષના અત્યંત અભેદનો ભ્રમ તે અસ્મિતા છે. અર્થાત્ પ્રકૃતિ અને પુરુષનું એકપણું કે બુદ્ધિના સુખ-દુ:ખને પુરુષના માનવા તે અસ્મિતા. ટુંકમાં પ્રકૃતિના પરિણામરુપ બુદ્ધિ અને આત્માની એકાત્મતા તે જ અસ્મિતા.
એક વાર અનુભવેલા સુખથી ‘આ મને ગમ્યું’ એવા સંસ્કાર ચિત્તમાં સ્થિર થયા પછી તે જ સુખનું સાધન પુન: ઉપસ્થિત થતાં ‘મારે આ જોઈએ' - આવી ઝંખના થાય છે તે રાગ.
રાગથી વિપરીત દ્વેષ છે. પોતાનાપણાના આગ્રહને અભિનિવેશ કહેવાય છે. (આ દ્વેષનું લાચાર સ્વરુપ છે.) અથવા અભિનિવેશ એટલે મરણનો ભય.
આ પાંચે ક્લેશો કર્માશયનું મૂળ છે. તેને કારણે જ જન્મ-જન્માંત૨માં આયુષ્ય અને ભોગ રૂપ વિપાક ભોગવવા પડે છે.
(આ પાંચે ક્લેશો ક્રિયાયોગથી પાતળા પડે છે. વિવેકખ્યાતિથી દગ્ધ થાય છે અને પછી