________________
षड्दर्शन समुञ्चय भाग -१, परिशिष्ट - २, योगदर्शन
३३५
- પરિશિષ્ટ - ૨ -
યોગદર્શન યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ છે. સાંખ્યદર્શન અને યોગદર્શનની દાર્શનિક વિચારધારા એક જ છે. સાંખ્યદર્શન જે ૨૫ તત્ત્વોને માને છે, તે જ ૨૫ તત્ત્વોને યોગદર્શન માને છે. ફરકમાત્ર એટલો જ છે કે સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે, જ્યારે યોગદર્શન સમાધિની સિદ્ધિ માટે ઈશ્વરને માને છે.
- ૨૫ તત્ત્વ - પ્રકૃતિ (૨૪)
(૧) પુરુષ
મહદ્ બુદ્ધિ)
અહંકાર
(૧) પાંચ તન્માત્રા
(૨) પાંચ જ્ઞાનેન્દ્રિય
(૩) પાંચ કર્મેન્દ્રિય
(૪) મને
_T T IT. I T રૂ૫ રસ ગંધસ્પર્શ શબ્દ
આંખ કાન નાક જીભ ત્વક વાક પાળી પાદ પાયુ ઉપસ્થ
(ગુદા) (લિંગ)
પંચ મહાભૂત
પૃથ્વી અપૂ તૈજસ્ વાયુ આકાશ પુરુષ અને પ્રકૃતિનું સ્વરૂપ સાંખ્યદર્શનમાં જોયું છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ સંસાર છે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનું ભેદજ્ઞાન થાય, ત્યારે સંયોગની વિનિર્યુક્તિ થતાં આત્માનો મોક્ષ થાય છે. પ્રકૃતિ અને પુરુષના ભેદજ્ઞાન માટે યોગ' જરૂરી છે. આ યોગ, તેના સાધનો, તેનાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વિશદ વર્ણન યોગશાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય છે. પાતંજલ યોગસૂત્રમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે –
क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । ।। १-२४ ।। - અવિદ્યાદિ ક્લેશ, ધર્માધર્મરુપ કર્મ, જાતિ વગેરે ક્લેશકર્મના ફલરુપ વિપાક તથા ધર્માધર્મના સંસ્કારરુપ આશય – આ સર્વેનો ત્રિકાલ વિષયક વસ્તુત: તથા ઉપચારથી થતા સંસર્ગથી રહિત શુદ્ધચિતિશક્તિ સ્વરુપ નિરતિશય ઐશ્વર્યવાળા ઈશ્વર છે.