________________
३४०
षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
કહેવાય છે. નિરુદ્ધ ભૂમિકામાંના વૃત્તિનિરોધને અસંપ્રજ્ઞાતયોગ કહે છે.
સંપ્રજ્ઞાત યોગ યથાર્થતત્ત્વને પ્રકાશે છે. અવિદ્યાદિ ક્લેશોને ક્ષીણ કરે છે. કર્મબંધનને શિથિલ કરે છે તથા ચિત્તને પૂર્ણનિરોધની અભિમુખ કરે છે. આમ સંપ્રજ્ઞાત યોગથી તત્ત્વજ્ઞાન તથા જીવન્મુક્તિ ફલ પ્રાપ્ત થાય છે.
તથા વૃત્તિનિરોધ થવાથી તજૂજન્ય દુઃખના ભોગની નિવૃત્તિ મળે તે સંપ્રજ્ઞાત સમાધિનું ફળ છે. તેમાં ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે. “સમાપત્તિ થાય છે.
સંપ્રજ્ઞાતયોગમાં વિવેકખ્યાતિરૂપ જે એકવૃત્તિ અનિરુદ્ધ હોય છે, તેનો પણ પરવૈરાગ્યથી નિરોધ થવાથી ચિત્ત સંસ્કારશેષ બની પોતાના કારણોમાં લય પામી જાય છે. અર્થાત્ વૃત્તિઓના આશ્રયભૂત ચિત્તનો પણ નાશ થાય છે. આ અસંપ્રજ્ઞાત અવસ્થા છે. અહીં પ્રારબ્ધ કર્મનો નાશ થતાં મોક્ષ મળે છે. આ અવસ્થામાં પુરુષ પોતાના સ્વરુપમાં અવસ્થિત રહે છે.
પુરુષના સ્વરૂપાવસ્થાનમાં હેતુરૂપ ચિત્તની સંસ્કારશેષ અવસ્થા અસંપ્રજ્ઞાત યોગ છે. તે અસંપ્રજ્ઞાતયોગથી વિદેહમુક્તિ મળે છે.
અભ્યાસ અને અપરવૈરાગ્યની સિદ્ધિ કરવાથી પ્રાપ્ત થતા સંપ્રજ્ઞાતયોગ (સમાધિ)ના ચાર પ્રકાર છે. (૧) સવિતર્ક સમાધિ, (૨) સવિચાર સમાધિ, (૩) સાનંદ, (૪) સામિત.
(૧) જેમાં સ્કૂલ વિષયોને આશ્રયીને અનિત્ય-દુ:ખ અશુચિ - અનાત્મતા રૂપની ભાવના ભાવવામાં આવે કે સવિતર્ક સમાધિ
(૨) જેમાં સૂક્ષ્મ (તન્માત્ર) વિષયોને આશ્રયીને અનિત્યાદિ ભાવના કરવામાં આવે તે સવિચાર સમાધિ.
(૩) સૂક્ષ્મ તત્ત્વનો સાક્ષાત્કાર કર્યા પછી ઇન્દ્રિયોમાં ધારણાદિની પ્રવૃત્તિ થાય તેને સાનંદ સમાધિ કહેવાય છે. (વાચસ્પતિમિશ્રનું કહેવું છે કે સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો, કે જે સત્ત્વ પ્રધાન હોય છે. અને સત્ત્વ જ આનંદરૂપ હોવાથી જે આનંદરૂપ ઉપચારથી કહેવાય છે. તેવી સત્ત્વપ્રધાન ઇન્દ્રિયોમાં ધારણાદિની પ્રવૃત્તિ થાય તેને આનંદ સમાધિ કહેવાય છે.)
(૪) અસ્મિતા વૃત્તિની ધારણા - ધ્યાનની પ્રવૃત્તિને સામિત સમાધિ કહે છે. (અથવા અસ્મિતા એટલે ગ્રહી આત્માની સાથે એકભાવને પામેલું બુદ્ધિસત્વ. જ્યારે ગ્રહીતુ આત્માની સાથે એકભાવને પામેલા બુદ્ધિસત્ત્વની ભાવના કરવામાં આવે છે, ત્યારે તે