________________
३२४
षड्दर्शन समुशय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन पूर्वच्छेषवत्सामान्यतोदृष्टं चेति त्रिविधमनुमानमिति । तत्र नधुन्नतिदर्शनादुपरिवृष्टो देव इत्यनुमीयते यत्तत्पूर्ववत् । तथा समुद्रोदकबिन्दुप्राशनाच्छेषं जलं क्षारमनुमानेन ज्ञायते, तथा स्थाल्यां सिक्थैकचम्पनाच्छेषमन्नं पक्कमपक्कं वा ज्ञायते तत्शेषवत् । यत्सामान्यतो दृष्टं तल्लिङ्गलिङ्गिपूर्वकम्, यथा त्रिदण्डर्दशनाददृष्टोऽपि लिङ्गी परिव्राजकोऽस्तीत्यवगम्यते, इति त्रिविधम् । अथवा तल्लिङ्गलिङ्गिपूर्वकमित्येवानुमानलक्षणं सांख्यैः समाख्यायते । शाब्दं त्वाप्तश्रुतिवचनम्, आप्ता रागद्वेषादिरहिता ब्रह्मसनत्कुमारादयः, श्रुतिर्वेदः तेषां वचनं शाब्दम् । ટીકાનો ભાવાનુવાદ:
હવે પ્રમાણનું સામાન્યલક્ષણ કહેવાય છે. “અર્થની (પદાર્થની) ઉપલબ્ધિ (જ્ઞાન)ના કારણને પ્રમાણ કહેવાય છે.”
શ્લોકના ઉત્તરાર્ધમાં ત્રણ પ્રમાણનું સૂચન કર્યું હતું, તે હવે કહે છે. પ્રમાણ ત્રણ છે. પ્રશ્ન કયા ત્રણ પ્રમાણો છે? ઉત્તરઃ (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન અને (૩) આગમ, આ ત્રણ પ્રમાણો છે.
તેમાં (પ્રથમ) પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કહે છે- “નામ-જાતિ વિકલ્પોથી રહિત શ્રોત્રેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની વૃત્તિને પ્રત્યક્ષ કહેવાય છે.” ત્યાં શ્રોત્ર, ત્વ, ચક્ષુ, જિલ્લા અને નાસિકા આ પાંચ ઇન્દ્રિયો છે. તે પાંચ ઇન્દ્રિયોના પરિણામને જ પ્રત્યક્ષ કહેવાય છે. સાંખ્યોનો વિષયાકાર પરિણત ઇન્દ્રિયોને જ પ્રત્યક્ષપ્રમાણ માનવાનો સિદ્ધાંત છે. ટૂંકમાં નામ-જાતિ આદિ કલ્પનાથી રહિતવૃત્તિ નિર્વિકલ્પક છે. આ નિર્વિકલ્પકપ્રત્યક્ષનું વ્યાખ્યાન બૌદ્ધમતમાં કરેલી પ્રત્યક્ષની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવું.
ઈશ્વરકૃષ્ણ પ્રત્યક્ષનું લક્ષણ આ રીતે કર્યું છે – “શ્રોત્રાદિ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ પ્રતિનિયત અધ્યવસાયને પ્રત્યક્ષ કહેવાય છે. અર્થાતુ પ્રત્યેકવિષયની પ્રતિ ઇન્દ્રિયોના વ્યાપારને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે.”
(સાંખ્યસૂત્રમાં પ્રત્યક્ષનું લક્ષણ આ રીતે કર્યું છે - ઇન્દ્રિય અને અર્થના સંબંધથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષજ્ઞાનમાં ઇન્દ્રિય અને અર્થ બંનેની વિદ્યમાનતાની આવશ્યકતા છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન અર્થ અને ઇન્દ્રિય ઉભયનું ફલ છે.)
હવે અનુમાનનું લક્ષણ બતાવે છે - અનુમાનના ત્રણ પ્રકાર છે. (૧) પૂર્વવતુ, (૨) શેષવતું, (૩) સામાન્યતોદષ્ટ.