________________
३२२
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४३ सांख्य दर्शन
तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाहंकारबुद्धीः पुरुषबुद्ध्योपासते, तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः, पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । “इष्टापूर्तं मन्यमाना वरिष्ठं, नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन મૂત્વા, રૂમ ોરું હીનતર વા વિશક્તિ F9 II” [મુખ. /ર/૧૦] તિ | વન્યારો प्रेत्यसंसरणरूपः संसारः प्रवर्त्तते । सांख्यमते च पुरुषस्य प्रकृतिविकृत्यनात्मकस्य न बन्धमोक्षसंसाराः, किं तु प्रकृतेरेव । तथा च कपिलाः । “तस्मान्न बध्यते नैव मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ।।१।।” [सांखका. ६२] इति । नवरममी बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात्पुरुषे संबन्ध इति ।। ટીકાનો ભાવાનુવાદ:
શ્લોકમાં વત' પ્રશ્નકારને જવાબ આપતાં આમંત્રણમાં બોલાય છે. આ પુરુષ અને પ્રકૃતિના વિવેકજ્ઞાનથી પુરુષનો જે પ્રકૃતિથી વિયોગ થાય છે, તે મોક્ષ કહેવાય છે. જેમકે... “પરમાર્થથી આ પુરુષ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, પરંતુ પ્રકૃતિથી હું ભિન્ન છું. એમ જાણતો ન હોવાથી મોહથી (પ્રકૃતિના સંયોગથી) સંસારમાં પરિભ્રમણ કરે છે.”
તેથી સુખ-દુઃખ-મોહના સ્વભાવવાળી પ્રકૃતિથી (પુરુષ ભિન્ન છે) આવો વિવેક જ્યાં સુધી પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી મોક્ષ થતો નથી. પરંતુ (પુરુષથી ભિન્ન) પ્રકૃતિનો વિવેક થતાં, પ્રકૃતિની પ્રવૃત્તિ શાંત થઈ જાય છે અને પુરુષનું શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન થાય છે. તે જ મોક્ષ છે.
મોક્ષ બંધના વિચ્છેદથી થાય છે. બંધ ત્રણ પ્રકારનો છે. (૧) પ્રાકૃતિક, (૨) વૈકારિક, (૩) દાક્ષિણ.
તેમાં જેને પ્રકૃતિમાં આત્મજ્ઞાન થાય છે. અર્થાત્ જે પ્રકૃતિને પોતાની માને છે, તે પ્રકૃતિની ઉપાસના કરે છે, તેઓને પ્રાકૃતિકબંધ થાય છે.
જેઓ વિકારોને અર્થાત્ ભૂત, ઇન્દ્રિય, અહંકાર, બુદ્ધિરૂપ વિકારોને પુરુષ માનીને ઉપાસના કરે છે, તેઓને વૈકારિકબંધ થાય છે.
શ્રુતિવિહિત યજ્ઞાદિ કર્મો તથા વાવ-કુવા-તળાવ આદિ ઇષ્ટાપૂર્તકર્મ કરવામાં દાક્ષિણ બંધ A આ વર્ણન યોગ0 ભાવ ૨/૧૮ માં જોવા મળે છે.