________________
षड्दर्शन समुचय भाग -१, श्लोक - ४३ सांख्य दर्शन
३२१
સમાધાન : વિશ્વમાં પ્રધાન અને પુરુષનું વર્તન લંગડા અને અંધ જેવું છે. જેમ કોઈક અંધે સાર્થની સાથે પાટલીપુત્ર નગર તરફ પ્રસ્થાન કર્યું. તે સાથે ચોરો વડે લુંટાયો. ત્યારે અંધ સાર્થથી રહિત એકલો પડી ગયો અને વનમાં ફરતાં ફરતાં વનની અંદર લંગડાને જોયો અને તે લંગડા વડે કહેવાયું છે. હે અંધ તું ગભરાઈશ નહિ, હું પાંગળો હોવાથી ગામનાદિ ક્રિયા કરી શકતો નથી, પરંતુ આંખથી બધું જ જોઉં છું. અને હું જોઈ શકતો નથી, પરંતુ ગમનાદિ ક્રિયાવાનું છે.”
ત્યારે અંધ વડે લંગડાને કહેવાયું કે - “ખૂબ સારી વાત કરી, હું તમને ખભા ઉપર બેસાડીશ. (અને હું રસ્તો બતાવીશ.) આ પ્રમાણે એક રસ્તો બતાવાનું અને એક ચાલવાનું, એ રીતે આપણા બંનેનું વર્તન થાઓ”
તેથી અંધવડે જોવાનો ગુણ હોવાથી પાંગળાને પોતાના સ્કન્ધ ઉપર આરોપિત કરીને, નગરને પ્રાપ્ત કરીને નાટકાદિને જોતા, અને ગીતાદિ ઇન્દ્રિયોના વિષયોને તથા અન્યને પણ પ્રાપ્ત કરતા જે પ્રમાણે આનંદ કરે છે, તે પ્રમાણે પાંગળાતુલ્ય શુદ્ધચૈતન્યસ્વરૂપ પુરુષ પણ અંધ તુલ્ય સક્રિય અને આશ્રિત એવી જડપ્રકૃતિનો સંસર્ગપામીને બુદ્ધિના અધ્યવસિત શબ્દાદિ વિષયોને, પોતાના સ્વચ્છસ્વરૂપમાં પ્રતિબિંબિત કરીને તે વિષયાદિને) અનુભવતો આનંદ કરે છે અને આનંદ કરતો પ્રકૃતિને જ મોહથી સુખના સ્વભાવવાળી માનતો (પ્રકૃતિના સ્કન્ધ ઉપર ચઢીને) સંસારમાં પરિભ્રમણ કરે છે. ૪રી __ तर्हि तस्य कथं मुक्तिः स्यादित्याह
તો પછી તે પુરુષની મુક્તિ કેવી રીતે થાય છે ? (આવી શંકાનો જવાબ આપતાં) કહે છે
प्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरज्ञानात् ।
માનત્રિતયં વાત્ર પ્રત્યક્ષ વિ શદ્ધિમ્ કરૂ . શ્લોકાર્થ : પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનથી પુરુષનો જે પ્રકૃતિથી વિયોગ થાય છે, તે પુરુષનો મોક્ષ કહેવાય છે. સાંખ્યદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એમ ત્રણ પ્રમાણો છે. ૪૩
व्याख्या-बतेति पृच्छकानामामन्त्रणे, एतयोः प्रकृतिपुरुषयोर्यदन्तरं विवेकस्तस्य ज्ञानात्पुरुषस्य यः प्रकृतेर्वियोगो भवति, स मोक्षः । तथाहि-“शुद्धचैतन्यरूपोऽयं पुरुषः परमार्थतः । प्रकृत्यन्तरमज्ञात्वा मोहात्संसारमाश्रितः ।।१ ।।” ततः प्रकृतेः सुखदुःखमोहस्वभावाया यावन विवेकेन ग्रहणं तावन्न मोक्षः, प्रकृतेर्विवेकदर्शने तु प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्ष इति । मोक्षश्च बन्धविच्छेदाद्भवति, बन्धश्च प्राकृतिकवैकारिकदाक्षिणभेदात्त्रिविधः । तथाहि-प्रकृतावात्मज्ञानात् ये प्रकृतिमुपासते,