________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन
३२५
તેમાં નદીના ઉન્નતિના દર્શનથી અર્થાત્ પૂરના કારણે પાણીથી ભરેલી નદીના દર્શનથી ઉપરીતન વિસ્તારમાં વરસાદ પડ્યો હશે, તેવું અનુમાન થાય છે. તે પૂર્વવતુઅનુમાન કહેવાય છે.
સમુદ્રના એકબિંદુને ચાખવાથી પાણી ખારું છે તેવું જ્ઞાન થવાથી, સમુદ્રના શેષપાણીમાં ખારાશનું અનુમાન કરવું તે શેષવતું અનુમાન કહેવાય છે અથવા જમવા બેસતી વખતે થાળીમાં રહેલા એકચોખાના દાણાને દબાવતાં, બાકીનાચોખાના દાણા પક્વ છે કે અપક્વ છે ? તેનું અનુમાન થાય છે, તે શેષવતુઅનુમાન કહેવાય છે.
લિંગપૂર્વક લિંગિનું જ્ઞાન થાય તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. જેમ કે ત્રિદંડરૂપ લિંગના દર્શનથી અદષ્ટ પણ પરિવ્રાજક લિંગિનું જ્ઞાન થાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન છે.
આ રીતે ત્રણ અનુમાનના પ્રકાર છે. અથવા સાંખો વડે અનુમાનનું સામાન્ય લક્ષણ કહેવાય છે કે – “લિંગ અને લિંગિના સંબંધને ગ્રહણ કરી લિંગથી લિંગિનું જ્ઞાન કરવું તે અનુમાન.”
આપ્ત અને શ્રુતિ (વદ)ના વચનોને શાબ્દ(આગમ)પ્રમાણ કહેવાય છે. રાગ-દ્વેષથી રહિત બ્રહ્મ, સનકુમાર વગેરે આપ્તપુરુષો છે. શ્રુતિ એટલે વેદ. તે આપ્તપુરુષ તથા શ્રુતિના વચનોને શાબ્દપ્રમાણ કહેવાય છે.
अत्रानुक्तमपि किंचिदुच्यते । चिच्छक्तिर्विषयपरिच्छेदशून्या नार्थं जानाति, बुद्धिश्च जडा न चेतयते, सन्निधानात्तयोरन्यथा प्रतिभासनम्, प्रकृत्यात्मसंयोगात्सृष्टिरुपजायते, प्रकृतिविकारस्वरूपं कर्म, तथा त्रैगुण्यरूपं सामान्यम्, प्रमाणविषयस्तात्त्विक इति । अत्र त्रयो गुणाः सत्त्वरजस्तमांसि । ततःस्वार्थे “ण्योनन्दादे” इति ण्यः, यथा त्रयो लोकात्रैलोक्यं, षड्गुणाः षाड्गुण्यम्, ततस्त्रैगुण्यं रूपं स्वभावो यस्य सामान्यस्य तत् त्रैगुण्यरूपमिति । प्रमाणस्य च फलमित्थम् । पूर्वं पूर्व प्रमाणमुत्तरं (उत्तरं) तु फलमिति । तथा कारणे कार्यं सदेवोत्पद्यतेऽसदकारणादिभ्यो हेतुभ्यः । तदुक्तम् A આ વાત સાંખ્ય કાઇ માટે વૃ૦ કાઇ - ૩માં કરી છે. A "इह लोके सदेव सद्भवति । असतः का(क)रणं नास्ति । यदि स्यात्तदा सिकताभ्यस्तैलं, कूर्मरोमभ्यः पटप्रावरणम्,
वन्ध्यादुहितृभूविलासः, शशविपाणं, खपुष्पं च स्यात् । न चास्ति तस्मादनुमीयते प्रधाने प्रागुत्पत्तेर्गहदादिकमस्त्येव । उपादानग्रहणात् । इह लोके यो येनार्थी स तदुपादानग्रहणं करोति । तन्निमित्तमुपादत्ते । तद्यथा दध्यर्थी क्षीरस्योपादानं कुरुते । यदि चासत्कार्यं स्यात्तदा दध्यर्थी उदकस्याप्युपादानं कुर्यात्, न च कुरुते, तस्मात् महदादि कार्यमस्तीति । किं व सर्वसम्भवाभावात् । इह लोके यद् यस्मिन् विद्यते तस्मादेव तदुत्पद्यते । यथा तिलेभ्यस्तैलं, दनो घृतम् । यदि चासत्कार्य स्यात्तदा सर्वं सर्वतः सम्भवेत्ततश्च तृणपांशुवालुकादिभ्यो रजतसुवर्णमणिमुक्ताप्रवालादयो जायेरन् । न च जायन्ते तस्मात्पश्यागः सर्वसम्भवाभावादपि महदादि कार्य प्रधाने सदेव सद्भवतीति । अतश्चास्ति - शक्तस्य शक्यकरणात् । इह लोके शक्तः शिल्पी करणादि - कारणोपादानकालोपायसंपन्नः शक्यादेव शक्यं कर्म आरभते नाशक्यमशक्यात् । तद्यथा - शक्तः कुम्भकारः