________________
રૂ૦
षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - १, वेदांत मत
- પરિશિષ્ટ - ૧ /
વેદાંત-મત) लोकायत मतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः ।
वेदान्तिनां मतस्यासौ कथ्यमानो निशम्यताम् ।।१।। આ પ્રમાણે લોકાયત મતનો સંક્ષેપ કહ્યો. હવે વેદાંતીઓના મતનો સંક્ષેપ કહેવામાં આવે છે.
वेदान्तिनः पुनः प्राहुरद्वैतमतवादिनः ।
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।।२।। અદ્વૈત મતને માનનારા વેદાંતીઓ એમ કહે છે કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મસ્વરૂપ જ છે. બ્રહ્મથી જુદો નથી.
अनिर्वाच्या हि मायात्र या विवर्तविधायिनी । विक्षेपावारशक्तिभ्यां सहिताध्यासकारणम् ।।३।। વેદાંત-મતમાં અનિર્વચનીય સ્વરૂપા માયા ‘વિવર્તીનું કારણ માનવામાં આવી છે અને તે માયા વિપશક્તિ અને આવરણ શક્તિથી યુક્ત છે. તેથી જ વૈતનો અધ્યાસ (=ભ્રમ) ઉત્પન્ન કરે છે.
आवारशक्तिर्मायायाः प्रोक्ता कर्तृत्वकारणम् ।
शक्तिर्विक्षेपरूपा च प्रपञ्चजननी मता ।।४।। માયાની આવરણ શક્તિ કર્તૃત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુઃખાદિનો અધ્યાસ ઉત્પન્ન કરે છે અને વિક્ષેપ શક્તિ આ દશ્યમાન પ્રપંચનું કારણ બને છે.
सर्वसत्त्वानुस्यूतं च ब्रह्मवैकं च निर्गुणम् ।
सदाशुद्धं स्वतःसिद्धं तद्भिन्नं विद्यते न सत् ।।५।। દરેકે દરેક પ્રાણીમાં અનુસૂત (પરોવાયેલ = જોડાયેલ) “બ્રહ્મ' તત્ત્વ જ સત્ છે. તે ત્રિગુણાતીત છે. સદાને માટે શુદ્ધ છે અને સ્વયં સિદ્ધ છે. તેનાથી ભિન્ન કોઈ સહુ પદાર્થ નથી.
श्रवणान्मननाञ्चैव निदिध्यासान्निरंतरम् ।
समाधेरप्यनुष्ठानात् प्राप्यते ब्रह्म निश्चयम् ।।६।। શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધિના અનવરત અનુષ્ઠાનથી આત્માના બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તેમાં કોઈ શંકા નથી.