________________
३०६
षड्दर्शन समुदय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन
એક સાથે એક જ સમયમાં રહે, પણ એ તમારા મતમાં બનવાનું નથી, કારણકે તમે એકક્ષણ કરતાં વધારે સ્થિતિ કોઈની માનતા જ નથી. બંને એકસમયમાં એકસાથે ભેગાં ન થાય, ત્યાં સુધી એકબીજાનો ઉપકાર કરી શકતાં નથી. સફેદ વસ્ત્રને જો લાલ રંગ આપવો હોય તો રંગદ્રવ્ય અને વસ્ત્ર બંને એક જ વખતે અને એક જ ઠેકાણે સંયુક્ત થાય તો જ વસ્ત્રને રંગ દઈ શકાય અન્યથા નહીં. બીજો દોષ એ છે કે જેને તમે અદષ્ટકારણ માનો છો તેને પણ ક્ષણિકસિદ્ધાંતના ભંગના ભયથી ક્ષણિક જ માનશો તો તે સ્થિર ન હોવાથી સુખદુઃખ કેવી રીતે આપી શકશે ? અને જો સ્થિર માનશો તો પ્રતિજ્ઞાનો ભંગ થશે, માટે ક્ષણિકવાદમાં ઉપકાર્યોપકારક ભાવ સિદ્ધ થતો નથી. અને તે કારણથી સુખ-દુ:ખની વ્યવસ્થા પણ થઈ શકતી નથી.
બૌદ્ધ : જેમ તમારા મતમાં ગર્ભમાં પુત્ર ન હોવા છતાં માતાપિતા ગર્ભાધાનાદિ સંસ્કાર કરે છે અને તેનું ફળ ભાવિ પુત્રને મળે છે, તેમ અમારા મતમાં પણ ભાવિવિજ્ઞાનનો પૂર્વવિજ્ઞાન સાથે કશો પણ સંબંધ ન હોવા છતાં, પૂર્વવિજ્ઞાન ઉત્તરવિજ્ઞાનનાં ફળ ઉત્પન્ન કરી શકશે. અને ઉપકાર્યોપકારકભાવ પણ બની શકશે.
સાંખ્ય તમારી વાત ઠીક નથી. કારણકે ગર્ભમાં સ્થિર એક આત્મા છે કે જે ગર્ભાધાન આદિ સંસ્કારોનું ફળ ભોગવે છે. જો ગર્ભમાં આત્મા ન હોય તો તેમાં જે શરીરની રચના થાય છે તે થઈ શકે નહિ, કેવળ ગર્ભાધાનસંસ્કાર વખતે પુત્રનું અસ્તિત્વ નથી, છતાં પણ તે વખતે માતાના શુભ અથવા અશુભ વિચારો હોય છે, માતામાં સ્થિર હોવાથી જ્યારે ગર્ભમાં પુત્રાત્મા આવે છે, ત્યારે તે વિચારોનું સંક્રમણ થાય છે. અમારા મતમાં આત્મા અસ્થિર નથી.તથા જે સંસ્કાર કરે છે તે પણ અસ્થિર નથી, માટે અમારા ઉદાહરણથી તમે તમારાં ક્ષણિકકાર્યોમાં ઉપકાર્યોપકારકભાવ સિદ્ધ કરી શકશો નહિ,
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ક્ષણિકવાદમાં વાસના બંધનનું કારણ થઈ શકતું નથી.
પૂર્વપક્ષ: (બૌદ્ધ): જે સતું હોય છે તે અર્થક્રિયાકાર હોય જ છે. જે અર્થક્રિયાકાર હોય તે કાં તો ક્રમથી બધી ક્રિયાઓ કરે છે અને કાં તો એક સાથે બધી ક્રિયાઓ કરે છે. હવે જો સહુ એકસાથે બધી ક્રિયાઓ કરી લે તો તે ઉત્તરક્ષણમાં ક્રિયા ન કરવાથી સતુ રહી શકે નહીં. અને જો ક્રમથી ક્રિયાઓ કરે તો જે પ્રકારવાળા થઈને પૂર્વ ક્રિયા કરી તે જ પ્રકારવાળાથી ઉત્તરક્રિયા થઈ શકે નહીં. માટે તેમાં જુદા પ્રકાર જરૂર આવવો જોઈએ. અને જુદા પ્રકાર આવવાથી તે સતુમાં જરૂર ફરફાર થશે. અને તેથી તે ક્ષણિક બનશે. એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં સર્વવસ્તુ ક્ષણિક જ લાગે છે. કોઈપણ સ્થિર નથી. આત્મા પણ સ્થિર નથી અને બંધન પણ સ્થિર નથી.
સાંખ્ય : આજે જોએલી વસ્તુને જ્યારે બે દિવસ પછી જોઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે “આ તે જ વસ્તુ છે કે જે મેં બે દિવસ પહેલાં જોઈ હતી” એવું જે જ્ઞાન થાય છે, તેને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. વસ્તુને ક્ષણિક માનતાં પ્રત્યભિજ્ઞા થઈ શકે નહિ. સ્થિરવસ્તુમાં જ પ્રત્યભિજ્ઞા થઈ શકે છે. પ્રત્યભિજ્ઞારૂપ હેતુથી ક્ષણિકવાદનું ખંડન થાય છે. અને સ્થિરવાદની સિદ્ધિ થાય છે.
પ્રથમક્ષણમાં જોએલી વસ્તુ બીજીષણમાં નાશ પામે છે અને ત્રીજીષણમાં તત્સદશ બીજી જ વસ્તુ ઉત્પન્ન થાય છે; તો પછી ચોથી ક્ષણમાં “આ તે જ વસ્તુ છે કે જે મેં પહેલી ક્ષણમાં જોઈ હતી” આવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થઈ શકે? અર્થાત્ ન જ થઈ શકે. તેથી ક્ષણિકવાદ અસત્ય છે.
વળી અનુમાનથી પણ ક્ષણિકવાદ અસત્ય ઠરે છે. જેમકે એક વસ્તુ પ્રમાણમાં નાશ પામી છે, તો બીજીક્ષણમાં તે નાશ પામેલી વસ્તુથી બીજી વસ્તુ કેવી રીતે બનશે?ભાવનું કારણ અભાવ કદી પણ થઈ શકતું નથી તથા એક ક્ષણિક વસ્તુ બીજી ક્ષણિક વસ્તુનું કારણ કદી પણ થઈ શકે નહિ, માટે ક્ષણિકવાદ માનવામાં કોઈપણ પ્રમાણ નથી.
વળી ક્ષણિકતા સિદ્ધ કરવાને કોઈ દૃષ્ટાંત પણ મળી શકતું નથી. સત્પદાર્થનો ક્યારે પણ નાશ થતો જ નથી, તો પછી ક્ષણિકતા સત્પદાર્થમાં કેવી રીતે આવી શકે ? કારણ કે “નાસતો વિદ્યતે માવો નામેવો વિદ્યત્ત સંત” અર્થાતુ અભાવનો ક્યારે પણ ભાવ થતો નથી અને ભાવનો ક્યારે પણ અભાવ થતો નથી.