________________
३१६
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन
શ્રી શર્મા કહે છે કે તે રીતે સમજીશું તો બુદ્ધિ અને અહંકારવચ્ચે પણ સમવાયસંબંધ જ છે, તે દર્શાવી શકાય અને તેથી તેને પણ સાવયવ નહિ કહી શકાય. તેથી વાચસ્પતિનો અર્થ સંતોષકારક નથી.
શ્રીગૌડ કહે છે કે... શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ અવયવો છે. તેની સાથે રહેવાથી વ્યક્ત “સાયવ’ છે. પરંતુ શ્રીસોવાની કહે છે કે પ્રત્યેકવ્યક્તિમાં આ પાંચેય સાથે જ હોય તેવું બનતું નથી, તેની સામે ડૉ. શર્મા કહે છે કે રૂપાદિ પાંચેય પ્રધાનમાં પણ સૂક્ષ્મરૂપે તો રહેલાં જ હોય છે.
શ્રી ચન્દ્રિકા અને શ્રીમાઠર કહે છે કે જે ગુણોથી યુક્ત હોય તે સાવયવ.
આ વિવિધ અર્થો પૂર્ણતયા સંતોષકારક લાગતા નથી. વાસ્તવમાં તો વ્યક્તદ્વારા આ દશ્યમાનજગતનું સ્વરૂપ સૂચિત કરવામાં આવ્યું છે અને જગતના પદાર્થો ઉત્પન્ન થયેલા છે. તેથી તે ભાગોના એટલે કે અવયવના બનેલા છે. એવો આશય સાવયવ પદમાંથી તારવવો વધુ યોગ્ય લાગે છે.)
(૯) વ્યક્ત પરતંત્ર છે. કારણકે કારણોને આધીન છે. (શ્રી ગૌડ પરતંત્ર' નો અર્થ આ પ્રમાણે કરે છે – “જે પોતાનાથી ઉત્પન્ન ન થાય, પણ બીજાથી ઉત્પન્ન થાય તે પરતંત્ર.” વ્યક્ત દ્વારા નિર્દિષ્ટ થતા ત્રેવીસે તત્ત્વો ઉપરના તત્ત્વના આશ્રયે રહેલ છે. જો કે બુદ્ધિવગેરે તત્ત્વો અહંકાર વગેરે તત્ત્વોની ઉત્પત્તિમાં સ્વતંત્ર છે. તો પણ પ્રકૃતિની સહાય કે શક્તિવિના તેઓ કંઈ જ કરી શકતા નથી. એટલે આ અર્થમાં પરતંત્ર છે.) ___ अव्यक्तं तु प्रकृत्याख्यम्, एतद्विपरीतमिति । तत्र विपरीतता सुयोज्यैव । नवरं प्रधानं दिवि भुव्यन्तरिक्षे च सर्वत्र व्यापितया वर्तत इति व्यापित्वं तस्य, तथाव्यक्तस्य व्यापकत्वेन संचरणरूपायाः क्रियाया अभावानिष्क्रियत्वं च द्रष्टव्यमिति दिङ्मात्रमिदं दर्शितम् । विशेषव्याख्यानं तु सांख्यसप्तत्यादेस्तच्छास्त्रादवसेयमिति । अथ पञ्चविंशतितमं पुरुषतत्त्वमाह-“अन्यस्त्वकर्ता" इत्यादि । प्रकृतेश्चतुर्विंशतितत्त्वरूपाया अन्यस्तु पृथग्भूतः, पुनरकर्ता विगुणो भोक्ता नित्यचिदभ्युपेतश्च पुमान्पुरुषस्तत्त्वम् । तत्रात्मा विषयसुखादिकं तत्कारणं पुण्यादिकर्म च न करोतीत्यकर्ता,, आत्मनस्तृणमात्रकुब्जीकरणेऽप्यसमर्थत्वात् । कर्वी तु प्रकृतिरेव, तस्याः प्रवृतिस्वभावत्वात् । तथा विगुणः सत्त्वादिगुणरहितः, सत्त्वादीनां प्रकृतिधर्मत्वादात्मनश्च तदभावात् । तथा भोक्ता अनुभविता । भोक्तापि साक्षान्न भोक्ता, किं तु प्रकृतिविकारभूतायां ह्युभयमुखदर्पणा