________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन
३१५
(શ્રી વાચસ્પતિમિશ્ર આ વિષયમાં કહે છે કે.. મને-પ્રતિપુરુષે યુદ્ધવિનાં મેદાન્ - પ્રત્યેક પુરુષમાટે અલગ-અલગ બુદ્ધિવગેરે હોવાથી તે અનેક છે. શ્રી ઉદાસીન બલરામ તેને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે મને છત્વે સનાતીત્વમેમ ! અર્થાતુ આ સર્વપદાર્થોને પોતપોતાનો વર્ગ છે. અર્થાત્ અનેક છે. વાસ્તવમાં તો જગતમાં જે વસ્તુની વિવિધતા દેખાય છે, તે આ વ્યક્તને જ આભારી છે અને તેનું સૂચન અનેકમાંથી ગ્રહણ કરી શકાય છે.)
() વ્યક્ત આશ્રિતભાગમાં નિમિત્ત હોવાના કારણે આત્માને ઉપકારક હોવાથી પ્રધાનરૂપ કારણને આધીન છે. (કહેવાનો આશય એ છે કે શ્રી વાચસ્પતિમિશ્ર અને શ્રી ગૌડપાદ બંનેના મતાનુસાર વ્યક્ત પોતાના કારણનું આશ્રિત છે. કારણકે કાર્ય હંમેશાં કારણના આધારે રહે છે. આ રીતે બુદ્ધિ એ પ્રધાનને આશ્રયે રહેલ છે. અહંકાર બુદ્ધિના આશ્રયે રહેલ છે. ઇન્દ્રિય અને તન્માત્રાઓ અહંકારના આશ્રયે રહેલ છે તથા પાંચમહાભૂતો તન્માત્રાના આશ્રયે રહેલ છે. જોકે આ રીતે અર્થ કરવાથી “તુમ’ અને ‘શ્રત વચ્ચે ખાસ ભેદ રહેતો નથી. તે ભેદ સમજાવવાનો પ્રયાસ કરતાં શ્રી જયમંગલા કહે છે કે હેતુન' માં કાર્યની ઉત્પત્તિનું સૂચન છે,
જ્યારે “શ્રિત' માં તેના આધારનું સૂચન છે. શ્રી ચંદ્રિકા “શ્રિતમ્' એટલે “વૃત્તિમ” એમ સૂચવે છે. અને શ્રીવિજ્ઞાનભિક્ષુ તેનો અર્થ “અવયવોમાં આશ્રિત” એમ કરે છે.)
(૭) વ્યક્ત કારણમાં લીન થવાવાળું છે. અર્થાત્ જે જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેમાં લય=ક્ષયને પામે છે, તે લિંગ કહેવાય છે. તે લિંગવાળું વ્યક્તિ છે. ત્યાં ભૂતો તન્માત્રામાં લીન થાય છે. તન્માત્રા, દસઇન્દ્રિયો અને મન અહંકારમાં લીન થાય છે. અહંકાર બુદ્ધિમાં લીન થાય છે. તે બુદ્ધિ અવ્યક્તમાં લીન થાય છે. તે અવ્યક્ત ઉત્પન્ન થતું ન હોવાથી ક્યાંય પણ લીન થતું નથી. (શ્રી ગૌડપાદ “&િા'નો અર્થ કરતાં કહે છે કે લયયુક્ત પ્રલયકાલે પોતાના કારણમાં લીન પામી જવાના સ્વભાવવાળું વ્યક્ત છે.)
(૮) વ્યક્ત સાવયવ છે. અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સ્વરૂપ અવયવોથી યુક્ત હોવાથી વ્યક્તિ સાવયવ પણ કહેવાય છે. (આ વિષયમાં અનેક મતભેદ છે. શ્રીવાચસ્પતિ મિશ્ર સવિયવ'નો અર્થ સમજાવતાં કહે છે કે જેમાં અવયવ અને અવયવી વચ્ચેનો સંયોગસંબંધ હોય તે સાવયવ - “સાવયવમ્ - અવયવનનું અવયવમિશ: સંશ્લેષ: - મિશ્ર સંયો ત વાવ' જેમ પૃથ્વી, જલ વગેરેનો એકબીજામાં સંયોગસંબંધ જ સ્વીકારવામાં આવ્યો છે, સમવાય સંબંધ નહિ. કારણકે સમવાયસંબંધ તો તાદાભ્ય સૂચવે છે. પ્રધાન અને બુદ્ધિવચ્ચે સમવાય સંબંધ છે. સંયોગસંબંધ નહિ. તેથી ત્યાં “સવિયવમ્' પદ લાગું પડતું નથી. આવો શ્રીવાચસ્પતિ મિશ્રનો મત છે.