________________
३१८
षड्दर्शन समुझय भाग-१, श्लोक - ४१ सांख्य दर्शन
આત્મા ભોક્તા છે. અર્થાત્ અનુભવ કરનાર છે. આત્મા વિષયોનો સાક્ષાતુભોક્તા નથી. પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિદપર્ણમાં સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ પડે છે અને તે બુદ્ધિદર્પણ બંને તરફે (બાજું) પારદર્શી છે. તેથી તેની બંને તરફમાં પ્રતિબિંબ પડે છે. આથી બુદ્ધિદર્પણમાં પ્રતિબિંબિત સુખ-દુ:ખાદિની છાયા અત્યંતનિર્મલ પુરુષમાં પડે છે.
આમ પુરુષના સ્વચ્છસ્વરૂપમાં બુદ્ધિ-પ્રતિબિંબિત સુખ-દુ:ખની છાયા પડવી તે જ પુરુષનો ભોગ છે. તેવા જ ભોગના કારણે પુરુષ ભોક્તા કહેવાય છે.
બુદ્ધિદ્વારા અધ્યવસિત અર્થોનો પુરુષ અનુભવ કરે છે–આવું પૂર્વાચાર્યોનું કથન છે. જેમ જપાકુસુમના સન્નિધાનથી સ્ફટિકમાં રક્ત આદિ રંગોનો વ્યપદેશ કરાય છે, તેમ જ પ્રકૃતિના સંસર્ગનાકારણે સ્વચ્છપુરુષમાં પણ સુખ-દુ:ખાદિના ભોક્નત્વનો વ્યપદેશ કરાય છે. વાદમહાર્ણવનો પણ મત છે કે બુદ્ધિરૂપી દર્પણમાં સંક્રાન્ત થયેલા અર્થના પ્રતિબિંબનો સ્વચ્છપુરુષરૂપ દ્વિતીયદર્પણમાં અધ્યારોહ થવો તે જ સુખ-દુઃખાદિનો ભોગ છે અને તેવું પ્રતિબિંબ પડવું તે જ પુરુષનું ભોક્નત્વ છે. આથી પ્રતિબિંબના પ્રતિ અધ્યારોહ સિવાય પુરુષનો બીજો કોઈ ભોગ નથી. આથી આત્મામાં વિકારની પણ આપત્તિ નથી.
तथा चासुरिः-“विविक्तेदृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबम्वोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।।१।।” व(वि)न्ध्यवासी त्वेवं भोगमाचष्टे-“पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् मनः करोति सान्निध्यादुपाधिः(धेः)स्फटिकं यथा ।।२।।” इति तथा नित्या या चिचेतना तयाभ्युपेतः, एतेन पुरुषस्य चैतन्यमेव स्वरूपं, न तु ज्ञानं, ज्ञानस्य बुद्धिधर्मत्वादित्यावेदितं द्रष्टव्यम् । केवलमात्मा स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते, सुखदुःखादयश्च विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति, बुद्धिश्चोभयमुखदर्पणाकारा, ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते, ततः सुख्यहं दुःख्यहं ज्ञाताहमित्युपचर्यते । आह च पतञ्जलि:-“शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्मापि तदात्मक इव प्रतिभासते” [योग भा० २/२०] इति । “बुद्धिश्चाचेतनापि चिच्छक्तिसन्निधानाचेतनावतीवावभासते” इति । पुमानित्यत्र जात्यपेक्षयैकवचनम्, तेनात्मानेकोऽभ्युपगन्तव्यः, जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिप्रवृत्तिनानात्वाश्य । ते च सर्वेऽप्यात्मानः सर्वगता नित्याश्चावसेयाः । उक्तं च-“अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ।।१ ।।” इति ।।४१।।