________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३८-३९ सांख्यदर्शन
चत्वारि तामसानीति । ततोऽपि बुद्धेरप्यहंकारः स्यादुत्पद्यते । स चाहं सुभगः, अहं दर्शनीय इत्याद्यभिमानरूपः । तस्मादहङ्कारात्षोडशको गण उत्पद्यते षोडशसंख्यामानमस्य षोडशको गणः समुदायः ।। ३७ ।।
३०९
ટીકાનો ભાવાનુવાદ :
પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સામે રહેલી ગાયમાં, ‘આ ગાય જ છે, અશ્વ નથી’ તથા સામે ૨હેલા સ્થાણુમાં, “આ સ્થાણુ જ છે, પુરુષ નથી-' આવા વિષયના નિશ્ચયના અધ્યવસાયસ્વરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિના આઠ રૂપો (ગુણો) છે. (તે આ પ્રમાણે છે(૧) શુશ્રુષા = સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ = સાંભળવું તે. (૩) ગ્રહણ = શાસ્ત્રના અર્થોને ગ્રહણ કરવા. (૪) ધારણા : ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થની અવિસ્મૃતિ. (૫) વિજ્ઞાન: ગ્રહણ કરેલા શબ્દાર્થનો સંશય-વિપર્યય કે અસ્પષ્ટબોધથી ભિન્નબોધ. (૬) ઉહ : વિજ્ઞાતાર્થમાં (જાણેલા અર્થમાં) તથાવિધ આલંબનોને વિશે વિસ્તારથી પૂર્વાપરમાં (અનુસંધાનથી) વિચારણા. (૭) અપોહ : વિચારેલઅર્થમાં અનુપપત્તિનો પરિહાર. (૮) અભિનિવેશ : વિજ્ઞાન, અપોહ અને ઉહથી વિશુદ્ધ અર્થમાં ‘આ આમ જ છે' તેવો નિશ્ચય. (સામાન્યજ્ઞાનને ઉહ કહેવાય છે. વિશેષજ્ઞાનને અપોહ કહેવાય છે).
:
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય-આ ચાર સાત્ત્વિકરૂપો છે. તેના પ્રતિપક્ષભૂત અધર્મ, અજ્ઞાન, વિષયાભિલાષા અને અનૈશ્વર્ય આ ચાર તામસિકરૂપો છે.
તે બુદ્ધિમાંથી પણ અહંકાર ઉત્પન્ન થાય છે. તે અહંકાર ‘હું સુંદર છું’ ‘હું દર્શનીય છું' ઇત્યાદિ અભિમાનસ્વરૂપ છે. તે અહંકારથી સોળનો સમુદાય ઉત્પન્ન થાય છે. II૩૭ના
अथ षोडशसंख्यं गणं श्लोकद्वयेनाह
હવે અહંકારથી ઉત્પન્ન થતા સોળના સમુદાયને બે ગાથા દ્વારા કહે છે.
स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ।। ३८ ।। पायूपस्थवचः पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ।। ३९ ।। યુષ્મમ્ ।।
શ્લોકાર્થ : સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ બુદ્ધીન્દ્રિયો=જ્ઞાનેન્દ્રિયો છે. પાયુ(મલસ્થાન), ઉપસ્થ (મૂત્રસ્થાન), વચન (ઉચ્ચારણ સ્થાન), હાથ તથા પગ આ પાંચ કર્મેન્દ્રિયો છે. રૂપ,૨સ, ગંધ, શબ્દ, સ્પર્શ આ પાંચ તન્માત્રા છે અને મન-આ સોળનો સમુદાય છે. ।।૩૮-૩૯।।
व्याख्या स्पर्शनं-त्वक्, रसनं-जिह्वा, घ्राण नासिका, चक्षुः- लोचनं, श्रोत्रं च श्रवणं पञ्चमम्, एतानि पञ्च बुद्धीन्द्रियाण्यत्र षोडशके गणे भवन्ति । स्वं स्वं विषयं बुध्यन्त इति