________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक-३७ सांख्यदर्शन
३०७
ક્ષણિકતાવાદિ બૌદ્ધોના મતમાં કાર્યકારણભાવ પણ બની શકતો નથી, તે આ પ્રમાણે - દુનિયામાં જે કાર્યકારણભાવ પ્રસિદ્ધ છે, તેને તમે કેવી રીતે માનો છો ? શું એક સાથે ઉત્પન્ન થયેલા પદાર્થોનો કાર્યકારણભાવ માનો છો કે ક્રમથી ઉત્પન્ન થયેલા પદાર્થોનો ? જો અમે એકસાથે ઉત્પન્ન થયેલા પદાર્થોનો કાર્યકારણભાવ માનીએ છીએ આવું કહેશો તો, તે બની શકે નહીં, કારણકે ગાયને એકસાથે બે શીંગડાં ઉત્પન્ન થાય છે. તેમાંથી કયા શીંગડાને કયા શીંગડાનું કારણ માનો છો ? અર્થાત્ કોઈને કોઈનું કારણ કે કાર્ય માની શકશો નહીં, કારણ કે તે બન્ને એકસાથે જ ઉત્પન્ન થયાં છે. કાર્યની અપેક્ષાએ કારણ પહેલેથી જ હંમેશાં વિદ્યમાન હોવું જોઈએ. અલંકારનું કારણ સોનું કે રૂપું પહેલેથી જ વિદ્યમાન હોય તો જ સોની અલંકાર ઘડવા માટે તૈયાર થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કારણ અને કાર્યની ઉત્પત્તિ એક સાથે હોતી નથી.
વળી બૌદ્ધમતમાં “ક્રમિક ઉત્પન્ન થયેલા પદાર્થોનો પણ કાર્યકારણભાવ બની શકતો નથી તે આ પ્રમાણે છે - પૂર્વ ક્ષણિક વસ્તનો જે વખતે નાશ થાય છે, તે વખતે ઉત્તર ક્ષણિક વસ્તુ વિદ્યમાન હોતી નથી, માટે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણનો સંબંધ થઈ શકતો નથી, તેથી કાર્ય-કારણભાવ બની શકતો નથી. બૌદ્ધોના ક્ષણિકવાદ પ્રમાણે એકવસ્તુ નષ્ટ થયા પછી બીજીવતુ ઉત્પન્ન થાય છે. હવે જે વસ્તુ નાશ પામી છે, તેનો ઉત્તરવસ્ત સાથે સંબંધ કેવી રીતે થઈ શકે ? જો સૂતર બળી જાય અથવા કોઈપણ રીતે નાશ પામે તો તેમાંથી કાપડ ક્યારે પણ બની શકતું નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ ક્યારે પણ કોઈએ જોઈ નથી. માટે બૌદ્ધોના મત પ્રમાણે ક્રમિકવસ્તુઓમાં પણ કાર્યકારણભાવ બની શકતો નથી. હવે ઉપાદાનકારણની અસિદ્ધિ તથા બીજા દોષો પણ બૌદ્ધના મતમાં બતાવે છે. તે આ પ્રમાણે -
પૂર્વવસ્તુની વિદ્યમાનતા વખતે ઉત્તરવસ્તુ સાથે સંબંધ ન હોવાથી, અન્વય અને વ્યતિરેક એ બંનેનો વ્યભિચાર હોવાથી પણ કાર્યકારણભાવ થઈ શકતો નથી.
કહેવાનો આશય એ છે કે જેના હોવાથી જે હોય તે અન્વય કહેવાય છે. જેમ સૂર્ય હોવાથી દિવસ હોય. અને જેના અભાવથી જેનો અભાવ હોય તે વ્યતિરેક કહેવાય છે. જેમ સૂર્યના અભાવથી દિવસનો અભાવ હોય છે. એ અન્વય અને વ્યતિરેકનો અભાવ છે. તેથી ઉપાદાન-ઉપાદેયભાવ એટલે કાર્યકારણભાવ બની શકતો નથી.
વસ્ત્રનું ઉપાદાનકારણ સૂતર છે, એ પ્રમાણે અન્વયવ્યતિરેકથી જાણી શકીએ છીએ. જેમકે સૂતરના હોવાથી જ વસ્ત્ર હોય છે. અને સૂતરના અભાવ થયા પછી વસ્ત્ર રહેતું નથી. ક્ષણિકતાવાદિના મતમાં એ પ્રમાણે અન્વય અને વ્યતિરેક ન હોવાથી કાર્યકારણભાવ બની શકતો નથી. વિજ્ઞાનવાદનું ખંડનઃ બાહ્યપદાર્થની પ્રતીતિ થવાથી કેવલ વિજ્ઞાન જ છે, એવું સિદ્ધ થઈ શકતું નથી.
કહેવાનો આશય એ છે કે વિજ્ઞાનથી અતિરિક્ત વિષયો (પદાર્થો) પણ જોવામાં આવે છે. દૂધની જેને જરૂર છે, તે દઝણી ગાયને જ શોધે છે. અને તેને મેળવી દૂધ દોહી કતાર્થ થાય છે. પણ દુગ્ધાર્થી માણસ કોઈ તત્ત્વવેત્તા પાસે જઈ તત્ત્વજ્ઞાન શીખતો નથી. તેથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અને અર્થ જુદા જ છે, એક નથી. માટે કેવળ વિજ્ઞાન જ માનવું એ બાધિત અને પ્રમાણશન્ય છે. વળી કેવળ વિજ્ઞાન માનવામાં આ પણ દોષ છે.
વિજ્ઞાવાદી બૌદ્ધતર વિદ્વાનો જેને આત્મા, પર્વત, સમુદ્ર વગેરે માને છે, તે બધાને જો વિજ્ઞાનવાદી વિજ્ઞાન જ માનતા હોય તો જેમ “હું આત્મા છું” આવી પ્રતીતિ થાય છે. તેમ “હું ઘટ છું”, “હું પર્વત છું”, “હું સમુદ્ર છું” આવી
વવી જોઈએ, કારણકે બધું વિજ્ઞાનસ્વરૂ૫ તો છે જ, પણ તેવી પ્રતીતિ થતી નથી. માટે બાહ્યપદાર્થ માનવા જ જોઈએ.
જો એમ કહેશો કે “આ ઘટ છે.” ઇત્યાદિ પ્રતીતિ થવામાં ઘટ આદિની વાસના કારણ છે, તો તેનો ઉત્તર એ છે કે તમારા મતમાં ઘટઆદિ બાહ્યપદાર્થો તો હતા જ નહીં, તો એવી વાસના થઈ ક્યાંથી ? માટે બાહ્યપદાર્થ અને વિજ્ઞાન બંને માનવાં જોઈએ.