________________
३०८
षड्दर्शन समुझय भाग- १, श्लोक - ३७ सांख्य दर्शन
व्याख्या : व्याख्या-ततः प्रकृतेर्बुद्धिः संजायत उत्पद्यते, सा च गवादौ पुरो दृश्यमाने गौरेवायं नाश्वः, स्थाणुरेवायं न पुरुष इति विषयनिश्चयाध्यवसायरूपा महानिति यका प्रोच्यते महदाख्यया याभिधीयते । बुद्धेश्च तस्या अष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्वर्यरूपाणि चत्वारि सात्त्विकानि, अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि
પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદી બોદ્ધ) : શું સ્વપ્નના દષ્ટાંતથી અને દશ્યત્વહેતુથી બાહ્યપદાર્થોનું મિથ્યાત્વ સિદ્ધ નથી થઈ શકતું? જેમકે “દશ્ય સ્વાખિક પદાર્થ પેઠે, પૃથ્વી, પર્વત આદિ પદાર્થો પણ દશ્ય હોવાથી મિથ્યા છે.”
ઉત્તરપક્ષ (સાંખ્ય): બાહ્યપદાર્થનો જો અભાવ માનવામાં આવે તો વિજ્ઞાનનો પણ અભાવ થવાથી તો સર્વનો અભાવ જ થાય. કહેવાનો આશય એ છે કે જો બાહ્યપદાર્થનો સ્વીકાર ન કરો તો, વિજ્ઞાન પણ સિદ્ધ થઈ શકે નહિ. કારણ કે વિષય સિવાય જ્ઞાન ક્યારે પણ થઈ શકતું નથી. હાથી છે તો હાથીનું પણ જ્ઞાન છે; પણ જો હાથી ન હોય તો તેનું જ્ઞાન પણ હોય નહિ. આકાશકુસુમ નથી, તેથી તેનું જ્ઞાન પણ નથી. સ્વપ્નના દૃષ્ટાંતથી બાહ્યપદાર્થના અપલાપની જે આશા રાખી છે તે તો માત્ર દુરાશા જ છે. કારણ કે સ્વાખિક અર્થનો જાગ્રત અવસ્થામાં બાધ થાય છે; પણ જાગ્રત અવસ્થામાં અનુભવાતા પદાર્થોનો કઈ અવસ્થામાં બાધ થાય છે ? શું સ્વપ્ન અવસ્થામાં પણ એવું જ્ઞાન થાય છે કે મેં જે સરિતુસમુદ્રાદિ પદાર્થો જાગ્રત અવસ્થામાં જોયા છે તે ખોટા છે ? છતાં પણ સ્થાનિકપદાર્થોની જેમ બાહ્યપદાર્થોને ખોટા માનો તો સ્વપ્નમાં જેમ ભોજનની તૃપ્તિ થતી નથી, તેમ જાગ્રદેવસ્થામાં પણ ભોજનથી તૃપ્તિ ન થવી જોઈએ. જો એમ કહેશો કે પ્રતીતિ થાય છે, તેથી બાહ્યપદાર્થો ખોટા છે, તો વિજ્ઞાનની પણ પ્રતીતિ થવાથી તેને પણ ખોટું શા માટે માનતા નથી? જો વિજ્ઞાનને પણ ખોટું માનશો તો સર્વ શૂન્ય જ થશે. માટે બાહ્યપદાર્થોનો અપલાપ કરી શકાય નહી.
પૂર્વપક્ષ (શૂન્યવાદિ બૌદ્ધ)ઃ શુન્ય જ તત્ત્વ છે. પદાર્થ નાશ પામે છે. વિનાશની વસ્તુધર્મતા હોવાથી અર્થાત્ પદાર્થો નાશ પામે છે, તેથી સર્વપદાર્થો મિથ્યા છે. નાશ થવો એ વસ્તુનો ધર્મ છે, જ્યારે નાશ એ વસ્તુનો સ્વભાવ છે, તો તેઓ સત્ય કેવી રીતે હોઈ શકે ? માટે શૂન્ય જ એક તત્ત્વ છે.
ઉત્તરપક્ષ (સાંખ્ય): અજ્ઞાની માણસોનો એ કેવળ મિથ્યાવાદ જ છે. કહેવાનો આશય એ છે કે – ભલે કાર્યદ્રવ્યનો નાશ થાય, તેથી તે તેનો સ્વભાવ કહી શકાય નહીં. સ્વભાવ તો હંમેશાં વસ્તુ સાથે જોડાયેલો જ રહે છે. દરેકવસ્તુ કંઈ હંમેશાં નાશ જ પામતી રહેતી નથી. એક વસ્તુ જે ક્ષણમાં બને છે, તે જ ક્ષણમાં તેનો નાશ માનવામાં આવે તો વસ્તુ ક્યારે પણ બની શકે નહીં. પરિણામે સંસારમાં કોઈપણ જાતની પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. માટે નાશ ક્વચિત્ અને કદાચિતું થાય છે. માટે નાશ નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી.
સાંખ્યશાસ્ત્રકારના મતમાં કોઈપણ પદાર્થ નાશ પામતો જ નથી, “ઘનનાશ પામ્યો” તેનો અર્થ એ જ કે તે કારણમાં અવ્યક્તરૂપ પામ્યો. જો સર્વશૂન્યતા જ માનો તો શૂન્યતા સિદ્ધ કરવાનું પ્રમાણ જોઈશે. અને પ્રમાણને અશૂન્ય માનવાથી સર્વ શુન્યતાવાદ ખોડો થશે. વગર પ્રમાણે શુન્યતા સિદ્ધ માનશો તો વગર પ્રમાણે અમે માનેલા બાહ્યપદાર્થો પણ સિદ્ધ જ છે. વળી બાહ્યાર્થક્ષણિકવાદમાં તથા ક્ષણિકવિજ્ઞાનવાદમાં જે દોષો આપ્યા છે, તે બધા આ શૂન્યવાદને લાગુ પડે છે. શૂન્યતામાં પણ પ્રત્યભિજ્ઞાઆદિ કશું થઈ શકતું નથી. માટે આ પક્ષ પણ ત્યાજ્ય છે
જો તમે દુઃખનિવૃત્તિને શૂન્યતારૂપ માનો તો પણ, મોક્ષની સિદ્ધિ થતી નથી. કારણ કે દુઃખનિવૃત્તિનો આધાર આત્મારૂપ કોઈપણ પદાર્થ તમારામતમાં નથી. દુઃખ નિવૃત્તિને સુખરૂપ માનો તો પણ મોક્ષની સિદ્ધિ નથી. કારણકે તમારા મતમાં, સુખ જેવું કશું નથી, માટે બૌદ્ધમતમાં મોક્ષ તથા બંધનની કોઈ વ્યવસ્થા જ નથી.