________________
३१२
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन
શ્લોકાર્ધ : આ પ્રમાણે સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામના મૂળતત્ત્વનું નિરૂપણ કરાયું. પ્રધાનથી ભિન્ન પુરુષતત્ત્વ છે. તે અકર્તા, વિગુણ, ભોક્તા તથા નિત્ય ચેતન છે.
व्याख्या-एवममुनोक्तप्रकारेण सांख्यमते चतुर्विंशतितत्त्वरूपं प्रधानम् । प्रकृतिर्महानहंकारश्चेति त्रयं, पञ्च बुद्धीन्द्रियाणि, पञ्च कर्मेन्द्रियाणि, मनश्चैकं, पञ्च तन्मात्राणि, पञ्च भूतानि चेति चतुर्विंशतितत्त्वानि रूपं स्वरूपं यस्य तञ्चतुर्विंशतितत्त्वरूपं प्रधानं प्रकृतिनिवेदितम् । तथा चोक्तम् (सांख्यकारिका ३३) “प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद्गणश्चषोडशकः । तस्मादपि षोडशकात्पञ्चभ्यः पञ्च भूतानि ।।” अत्र प्रकृतिर्न विकारः, अनुत्पन्नत्वात् । बुद्ध्यादयश्च सप्त परेषां कारणतया प्रकृतयः, कार्यतया च विकृतयः उच्यन्ते । षोडशकश्च गणो विकृतिरेव कार्यत्वात् । पुरुषस्तु न प्रकृतिर्न विकृतिः, अनुत्पादकत्वादनुत्पन्नत्वाञ्च । तथा चेवरकृष्णः सांख्यसप्ततौ (कारिकायां) (३) "मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारोन प्रकृतिर्न विकृतिः પુરૂ: II9 (ા” રૂતિ || ટીકાનો ભાવાનુવાદ:
આ કહેલા પ્રકારથી સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વસ્વરૂપ પ્રધાન છે. પ્રકૃતિ, મહાન, અહંકાર આ ત્રણ, પાંચ બુદ્ધીન્દ્રિયોજ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો, એક મન, પાંચ તન્માત્રાઓ, પાંચ ભૂતો, એ પ્રમાણે ચોવીસ તત્ત્વો જેનું સ્વરૂપ છે તે ચોવીસતત્ત્વોરૂપ પ્રધાનનું નિરૂપણ કરાયું છે. તથા ૨૨મી સાંખ્યકારિકામાં કહ્યું છે કે “પ્રકૃતિમાંથી મહાન, મહાનમાંથી અહંકાર, અહંકારમાંથી સોળનો સમુદાય અને તે સોળના સમુદાયમાંથી પણ પાંચભૂતો ઉત્પન્ન થાય છે.” અર્થાત્ પ્રકૃતિ=પ્રધાન ૨૪ તત્ત્વરૂપ છે. (અહીં કારિકામાં સોળના સમુદાયમાંથી પાંચભૂતોની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ તે સોળસમુદાય અંતર્ગત પાંચતન્માત્રામાંથી પાંચભૂતોની ઉત્પત્તિ થાય છે તેમ જાણવું.)
અહીં પ્રકૃતિ કોઈનો વિકાર નથી. અર્થાત્ કોઈના કાર્યરૂપ નથી. કારણકે પ્રકૃતિ કોઈનાથી ઉત્પન્ન થતી નથી. મહાન (બુદ્ધિ), અહંકાર અને પાંચતન્માત્રાઓ, આ સાત કાર્યના ઉત્પાદક કારણો હોવાથી પ્રકૃતિ છે અને કારણોથી ઉત્પન્ન કર્યો હોવાથી વિકૃતિ પણ કહેવાય છે તથા ઉપર જણાવેલો સોળનો સમુદાય કારણોથી ઉત્પન્ન) કાર્યો હોવાથી વિકૃતિ જ છે. પરંતુ પુરુષ કોઈ કાર્યનું ઉત્પાદક કારણ ન હોવાથી પ્રકૃતિ નથી કે કારણોથી ઉત્પન્ન થનાર કાર્ય પણ ન હોવાથી વિકૃતિ પણ નથી. તેથી જ શ્રી ઈશ્વરકૃષ્ણ સાંખ્યસપ્તતિમાં કહ્યું છે કે... “મૂલપ્રકૃતિ