________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ४० सांख्यदर्शन
३११
શબ્દ સમુચ્ચયાર્થક છે. આ રીતે દશ થયા-અગીયારમું મન છે. મન જ્યારે બુદ્ધીન્દ્રિય સાથે હોય, ત્યારે બુદ્ધીન્દ્રિયરૂપ બની જાય છે અને કર્મેન્દ્રિય સાથે હોય, ત્યારે કર્મેન્દ્રિયરૂપ બની જાય છે.
તે મન વાસ્તવિક અર્થવિના પણ સંકલ્પાત્મક છે. જેમકે.. કોઈક બટુક બ્રાહ્મણ શિષ્ય સાંભળે છે કે “બીજા ગામમાં ભોજન છે” ત્યાં તે બટુકને સંકલ્પ થાય છે કે “ત્યાં હું જઈશ, ત્યાં હું શું ગુડ-દધિરૂપ ભોજનને પ્રાપ્ત કરીશ કે દધિ પ્રાપ્ત કરીશ કે કંઈપણ પ્રાપ્ત નહિ કરું ? આવું સંકલ્પાત્મક મન થાય છે.
તથા અહંકારથી સૂક્ષ્મ સંજ્ઞાવાળી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. તેમાં શુક્લ, કૃષ્ણાદિ રૂપવિશેષને રૂપતન્માત્રા કહેવાય છે. તીખા, કડવા વગેરે રસવિશેષને રસતન્યાત્રા કહેવાય છે. સુરભિઆદિ ગંધવિશેષને ગંધતન્માત્રા કહેવાય છે. મધુરાદિ શબ્દવિશેષને શબ્દતન્માત્રા કહેવાય છે, મૃદુ, કઠિનવગેરે સ્પર્શવિશેષને સ્પર્શતક્નાત્રા કહેવાય છે – આ રીતે આ સોળનો સમુદાય છે. ll૩૮-૩૯
अथ तन्मात्रेभ्यः पञ्चभूतान्युत्पद्यन्त इत्याहહવે પાંચતન્માત્રામાંથી પાંચભૂતો ઉત્પન્ન થાય છે તે કહે છે
रूपात्तेजो रसादापो गन्धाभूमिः स्वरान्नभः ।
स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ।।४०।। શ્લોકાર્થ : રૂપતન્માત્રામાંથી તેજભૂત, રસતન્માત્રામાંથી જલભૂત, ગંધ તન્માત્રામાંથી પૃથ્વીભૂત, સ્વર(શબ્દ) તન્માત્રામાંથી આકાશ તથા સ્પર્શતન્માત્રામાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આ રીતે પાંચતન્માત્રામાંથી પાંચભૂત ઉત્પન્ન થાય છે. જો ____ व्याख्या-रूपतन्मात्रात्सूक्ष्मसंज्ञात्तेजोऽग्निरुत्पद्यते, रसतन्मात्रादापो जलानि जायन्ते, गन्धतन्मात्रात्पृथिवी समुत्पद्यते, स्वराच्छब्दतन्मात्रादाकाशमुद्भवति, तथा स्पर्शतन्मात्राद्वायुः प्रादुर्भवति, एवं च पञ्चभ्यस्तन्मात्रेभ्यो भूतपञ्चकं भवतीति ।।४।। ટીકાનો ભાવાનુવાદઃ સૂક્ષ્મસંક્ષક રૂપતન્માત્રામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. રસતન્માત્રામાંથી પાણી ઉત્પન્ન થાય છે. ગંધતન્માત્રામાંથી પૃથ્વીત—ાત્રાનો પ્રાદુર્ભાવ થાય છે. શબ્દતન્માત્રામાંથી આકાશનો ઉદ્દભવ થાય છે તથા સ્પર્શતન્માત્રામાંથી વાયુનો પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રમાણે પાંચતન્માત્રામાંથી ભૂતપંચક ઉત્પન્ન થાય છે. Iloil
एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वं पुमान्नित्यचिदभ्युपेतः ।।४।।