________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन
-
२८७
પરંતુ ગૌડ, માઠર અને જય સત્ત્વ ગુણને ઉપર કહેલા સ્ત્રીના દૃષ્ટાંતથી, રજોગુણને ક્ષત્રિયના દૃષ્ટાંતથી અને તમોગુણને વાદળાના ઉદાહરણથી સમજાવે છે.
રૂપૌવનકુલ સમ્પન્ન સ્ત્રીએ સત્ત્વગુણના પ્રકારની છે. ક્ષત્રિય તે રાજસ્ છે. તે સ્વામી કે શિષ્ટોને સુખ આપે છે. શત્રુઓને દુઃખ અને દુષ્ટોને મોહ પમાડે છે.
શ્યામલ વાદળ તે તામસ્ છે. ગરમીથી સંતાપ પામનારને સુખ આપે, ખેડૂતોને પ્રવૃત્તિમાં જોડે અને વિરહિ પ્રેમીઓને મોહ પમાડે છે.
ગુણોના આવા પ્રકારના મિશ્રણથી જગતના વૈવિધ્યનો પણ ખૂલાસો આપી શકાય છે.
अविवेक्यादेः सिद्धिनैगुण्यात्तद्विपर्ययाभावात् ।
कारणगुणात्मकत्वात्कार्यस्यऽव्यक्तमपि सिद्धम् । । १४ ।।
ભાવાર્થ : અવિવેકપણું વગેરે ધર્મોની સિદ્ધિ ત્રણગુણો હોવાના લીધે થાય છે. કારણ કે (અવિવેકીપણું વગેરે ધર્મો)ના વિરોધી (એવા પુરૂષ)માં તેમનો અભાવ છે. અને કાર્યમાં કારણના ગુણો હોય છે. તેથી અવ્યક્ત પણ સિદ્ધ થાય છે.
(આ કારિકાને સમજવા માટે ૧૧મી કારિકામાં જે વાત કરેલી તે યાદ કરવી પડશે. ૧૧મી કારિકામાં વ્યક્ત અને અવ્યક્તનું સામ્ય અને તે બંનેથી પુરૂષનું વૈધર્મ દર્શાવવામાં આવ્યું છે. વ્યક્ત અને અવ્યક્ત વચ્ચે છ લક્ષણો સમાન છે (1) વિવેત્વ, (૨) ત્રૈમુખ્ય, (રૂ) વિષયતા, (૪) સામાન્ય, (બ) શ્વેતત્વ, (૬) પ્રત્તવર્મિતા, પરંતુ આ છ યે લક્ષણો તે બંનેમાં છે તેની સાબીતિ શું ? તેની સાબીતિ કારિકા ૧૪માં બતાવાય છે.
અવિવેતિ વગેરે છ લક્ષણો સિદ્ધ થઈ શકે તેમ છે. કારણ કે જે વ્યક્ત છે તેમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણેય ગુણ તેમના સુખ, દુ:ખ અને મોહના માધ્યમથી રહેલા આપણે સહું અનુભવી શકીએ છીએ. તેથી વ્યક્ત તો ત્રિગુણાત્મક છે, તે પ્રત્યક્ષથી જ સિદ્ધ થઈ જાય છે.
વળી જ્યાં ત્રૈગુણ્ય હોય ત્યાં બાકીના પાંચનો વિપર્યય (અભાવ) હોય એવું એક દૃષ્ટાંત પણ મળી શકે તેમ નથી. તેમ વ્યક્તમાં તો આ છ લક્ષણોનું અસ્તિત્વ સહેલાઈથી સિદ્ધ થઈ શકે છે.
વાચસ્પતિમિશ્ર કહે છે કે વિવેતિ વગેરેનો જ્યાં સંપૂર્ણ અભાવ હોય, ત્યાં ત્રૈગુણ્યનો પણ અભાવ છે. જેમકે પુરૂષમાં. પુરૂષ ત્રિગુણથી પર છે. અને તેનામાં બાકીના પાંચલક્ષણો પણ નથી. પરંતુ અવ્યક્ત(પ્રધાન)વિશે તેમ કહી શકાય તેમ નથી. કારણકે તે તો ત્રિગુણાત્મક છે જ અને તેથી બાકીના પાંચ લક્ષણો પણ તેમાં સિદ્ધ થાય છે.
વ્યક્ત અને તેના ઉપર દર્શાવેલા છ લક્ષણો તો સ્પષ્ટ અનુભવી શકાય છે. તેનો વિનિયોગ ‘અવ્યક્તમાં પણ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે ‘અવ્યક્ત' નામનુ કોઈ સ્વતંત્રતત્ત્વ અસ્તિત્વ ધરાવે છે ખરું ? જ્યાં સુધી એ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉપરના છ લક્ષણોનો તેમાં વિનિયોગ કરવો નિરર્થક છે. કારિકા-૧૪ના ઉત્તરાર્ધમાં ‘અવ્યક્ત'ના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
પ્રત્યેકકાર્યનું કોઈ કારણ અવશ્ય હોય છે. વ્યક્ત એ કાર્ય છે. તેથી તેનું પણ કોઈ કારણ હોવું જોઈએ. અને સાંખ્યના સત્કાર્યવાદ પ્રમાણે કારણના ગુણો કાર્યમાં પણ હોવા જોઈએ. એટલે કાર્યના ગુણ જોઈને તેવા સજાતીયગુણવાળું કારણ પણ અનુમાન કરી શકાય અને એ મુજબ ઉપરના છ લક્ષણથી યુક્ત વ્યક્ત એવા કાર્યના આધારે તેવા જ લક્ષણોવાળા અવ્યક્તને પણ સિદ્ધ કરી શકાય છે.
પરંતુ ઉપરની દલીલથી કારણના ગુણ કાર્યમાં હોય તેટલું જ સિદ્ધ થઈ શકે છે. તેથી જો અવ્યક્તને વ્યક્તનું કારણ માનીએ તો વ્યક્તના કેટલાક ધર્મો અવ્યક્તમાં છે એમ સિદ્ધ થઈ શકે. પણ વ્યક્તનું કારણ અવ્યક્ત જ છે, તે