________________
२८६
षड्दर्शन समुझय भाग - १, श्लोक-३७, सांख्यदर्शन
રજસઃ અપ્રીતિ, ઉપષ્ટન્મન, ચલ, દુઃખ, દ્વેષ, દ્રોહ, મત્સર, નિંદા, ઉત્કંઠા, તિરસ્કાર, શઠતા, વંચના, બંધ, વધ,
છેદન, શોક, અશાન્તિ, યુદ્ધ, આરંભરૂચિતા, તૃષ્ણા, સંગ, કામ, ક્રોધ આદિ. તમસ વિષાદ, ગુરુ, આવરણ, મોહ, અજ્ઞાન, મદ, આલસ્ય, ભય, દૈન્ય, અકર્મણ્યતા, નાસ્તિકતા, સ્વપ્ન, નિદ્રા
વગેરે. આ રીતે ગુણોનું સ્વરૂપ સમજાવ્યું. હવે તેનું પ્રયોજન પણ સ્પષ્ટ કરે છે. સત્વ એ પ્રકાશ માટે છે. અર્થાત્ વસ્તુમાત્રમાં રહેલા સતુને મૂળતત્વને પ્રકાશિત કરે છે. અને તે રીતે તેને બુદ્ધિ સાથે સીધો સંબંધ છે. સત્ત્વગુણ લઘુ છે. પ્રકાશની જેમ જ હળવો છે. તેની વૃત્તિ સર્જનવ્યાપાર કરવાની છે. અને તેને ગતિ અર્થે છે રજોગુણ. કારણકે રજોગુણનું ધ્યેય જ પ્રવૃત્તિ છે. પરંતુ આ ગતિને અવરોધનાર - તેનું નિયમન કરનાર - અને એ અર્થમાં નીચે લઈ જવાની વૃત્તિવાળું બળ તે તમોગુણ છે. સત્ત્વની તદ્દન સામી દિશામાં તમોગુણ રહેલી છે. જો તે આડો ન આવે તો રજોગુણ પડેલો
છે. જો તે આડો ન આવે તો જ રજોગુણ સત્ત્વગુણની સર્ગક્રિયામાં પ્રયોજી શકે. આ ત્રણગુણો પરસ્પર અભિભવ કરે છે. એટલે કે ક્યારેક રજોગુણ અને તમોગુણને દાબી દઈ સત્ત્વગુણ પ્રગટ થાય છે. તો ક્યારેક સત્ત્વ અને તમો ગુણને દાબી દઈ રજોગુણ અવસ્થિત થાય છે. ક્યારેક અન્ય બેને દાબી દઈ તમોગુણ વિશેષ બહાર આવે છે. તેમજ તે ત્રણેય પરસ્પર આશ્રય આપનાર છે. જોકે આશ્રય એટલે આધાર આપનાર એમ નથી. પરંતુ પરસ્પરને
સહકાર આપનાર છે, એમ સમજવાનું છે. છે તેમજ આ ત્રણે ગુણો ઉત્પત્તિક્રિયામાં પરસ્પર સહાય કરનાર છે. ઉત્પત્તિ એટલે કોઈ તદ્દન અ-પૂર્વની ઉત્પત્તિ
નહીં. પરંતુ જે તે રૂપમાં પરિવર્તન કરવું તે. આ ઉપરાંત આ ગુણો અન્યોન્ય મિથુનવૃત્તિવાળા હોય છે. એકબીજાની સાથે જોડાયેલા હોય છે.
सत्वं लघु प्रकाशकमिष्टमुपष्टम्भकं घलं च रजः ।
गुरुवरणकमेव तमः प्रदीपवद्यावार्थतो वृत्तिः ।।१३।। - સત્ત્વગુણ લઘુ, પ્રકાશક અને ઇષ્ટ છે. રજોગુણ ઉત્સાહોત્પાદક અને અસ્થિર છે. તમોગુણ ભારે અને આચ્છાદક છે. તેઓ દીપકની જેમ એક જ અર્થ (પ્રયોજન માટે ક્રિયા (વૃત્તિ) કરે છે.) ભાવાર્થ સત્વગુણ લઘુ અને પ્રકાશક મનાયો છે. રજોગુણ ઉત્તેજક અને ચલ છે. તમોગુણ ગુરુ અને આવરણરૂપ છે. તેમની ક્રિયાઓ દીપકની જેમ એક જ પ્રયોજન માટે હોય છે. કહેવાનો આશય એ છે કે દીપકમાં જેમ વાટ, તેલ અને જ્યોત ત્રણેય પરસ્પરથી ભિન્ન છે. એટલું જ નહીં પણ વિરોધી પણ છે. તો પણ પ્રકાશની ક્રિયામાં તેઓ એક સાથે જોડાય છે. એમ ત્રણ ગુણોમાં સમજવું. આ ઉપરાંત વાચસ્પતિમિશ્ર બીજું ઉદાહરણ આપે છે કે કેવી રીતે વાત, પિત્ત, કફ પરસ્પર વિરુદ્ધ ગુણ ધરાવતી ધાતુઓ હોવા છતાં પણ શરીરના ધારણ, પોષણ વગેરેમાં સહાયભૂત થાય છે. તેવી જ રીતે આ ગુણો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પરસ્પર સાથે વસીને તેમનું પ્રયોજન સિદ્ધ કરે છે. આ ત્રણેય ગુણના સુખ, દુઃખ અને મોહ જેવા વિરોધી ધર્મો હોવા છતાં પણ તેમનું કાર્ય એક સાથે થઈ શકે છે. તે સમજાવતાં વાચસ્પતિમિશ્ર એક રૂપયૌવનકુલસમ્પન્ન સ્ત્રીનું ઉદાહરણ આપે છે આ સ્ત્રી તેના પતિને સુખ આપે છે. સપત્નીને દુઃખ આપે છે. અને કોઈ અન્ય પુરૂષને મોહ પમાડે છે.