________________
૨૮૮
षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन
કેમ સિદ્ધ કરી શકાય ? વ્યક્તનું કારણ વ્યક્ત કેમ ન હોઈ શકે ? જેમકે ન્યાયમત પ્રમાણે વ્યક્ત એવી સ્થૂલસૃષ્ટિનું કારણ પરમાણુઓને માનવામાં આવ્યા જ છે - તો અહીં પણ તેમ કેમ ન હોઈ શકે આનો જવાબ પછીની બે કારિકાઓ આપે છે.
भेदानां परिणामात्समन्वयाच्छक्तितः प्रवृत्तेश्च । कारणकार्यविभागादविभागाद्वैधरुप्यस्य ।।१५।। कारणमस्त्यव्यक्तम्, प्रवर्तते त्रिगुणतः समुदयाश्च ।
परिणामतः सलिलवत् प्रतिप्रत्तिगुणाश्रय विशेषात् ।।१६।। ભાવાર્થ: અવ્યક્ત કારણ છે, કારણકે (૧) (મહદાદિ) ભેદો પરિમિત છે. (૨) તેમનો સમન્વય થાય છે. (૩)
(કારણની) શક્તિથી (તેને અનુરૂપકાર્યની) પ્રવૃત્તિ થાય છે. (૪) કારણ અને કાર્ય વચ્ચે વિભાગ થાય છે. અને (૫) (પ્રલયસમયે) વિશ્વરૂપ એવા કાર્ય)નો (તેના કારણ એવા પ્રધાનમાં) લય થાય છે. (અને આ પ્રધાન) ત્રણ ગુણો વડે તેમના સમિશ્રણથી (જુદા જુદા આશ્રય લેવાથી જુદા-જુદા સ્વાદને પ્રાપ્ત કરનાર) જળની જેમ પ્રત્યેકગણનો વિશેષરીતે (=મુખ્ય તરીકે) આશ્રય લેવાથી (જુદા જુદા) પરિણામ પામીને પ્રવૃત્તિ કરે છે. આ કારિકાઓમાં મૂળ પ્રકૃતિના અસ્તિત્વને અનુમાનથી સિદ્ધ કરવામાં આવ્યું છે. વ્યક્ત એવા કાર્યના કારણરૂપે પ્રકૃતિના અસ્તિત્વનો સ્વીકાર નીચેના પાંચ બાબતોથી સિદ્ધ થાય છે. (૧) મેવાનાં રામ મહદાદિ ભેદો પરિમિત છે મહથિી માંડીને પંચમહાભૂતો સુધીના સર્વતત્ત્વો કાર્ય છે. તે પ્રકૃતિના ઘટકો છે, માટીમાંથી ઘટ વગેરે જુદી જુદી વસ્તુઓ બનેલી જોઈ શકાય છે. ઘટવગેરે વસ્તુઓ સીમિત પણ છે. ઘટ ચોક્કસ જગ્યા જ રોકે છે. તે સર્વત્ર નથી. તે પરિમિત છે. મહદ્ વગેરે પણ એ રીતે પરિમિત છે બીજી રીતે જોઈએ તો ઘટ, શકોરૂં વગેરે માટીની વસ્તુઓ સ્વતંત્ર ઉત્પન્ન થઈ નથી. તે માટીમાંથી બની છે. તે માટીનું પરિણામ છે-તેનો વિકાર છે. તેથી તેમનું કારણ શોધતાં શોધતાં આપણે તેના ઉપાદાન માટી સુધી પહોંચીએ છીએ. એ જ રીતે મહદ્ વગેરેનું કારણ શોધતાં શોધતાં આપણે મૂળ પ્રકૃતિ સુધી પહોંચીએ છીએ. તે કોઈનો વિકાર નથી. તે એક અને ભેદવિહીન છે. જો તે પણ ભેદયુક્ત હોય તો તેના ભેદ અલગ અલગ જોઈ શકાત. અને તેને પણ વિકાર કહી શકાત. પણ તેમ નથી. તેથી તે આ સર્વવિકારોનું મૂળ કારણ છે. તે વિકાર
નથી, તે તેના વિકારોથી જુદી પણ છે અને એ રીતે તે વ્યક્તિ પણ નથી અર્થાત્ અવ્યક્ત છે. (२) समन्वयात् - भिन्नानां समानरुपता समन्वयः
સત્કાર્યવાદ પ્રમાણે કાર્ય અને કારણમાં કેટલેક અંશે સમાનતા પણ જોઈ શકાય છે. તેથી કાર્યથી શરૂ કરી આ સમાનતા શોધતાં શોધતાં આપણે જેમ જેમ આગળ જતા જઈશું, તેમ તેમ ભિન્નતા ઘટતી જતી અને સમાનરૂપતા વધતી જતી હોય તેમ પ્રતીત થશે. છેવટે એક એવી સ્થિતિ આવશે કે જ્યાં ભેદમાત્ર ગળી જઈ માત્ર સમરૂપતા જ રહેશે. તેનાથી આગળ જવાની જરૂર જણાશે નહીં. તેને જ આપણે અન્યનિરપેક્ષ એવું અંતિમ કારણ કહીએ છીએ. વીંટી અને કંકણ, એ વચ્ચેની ભિન્નતા જ્યારે સુવર્ણ સુધી પહોંચીએ છીએ ત્યારે ગળી જઈને માત્ર સુવર્ણ જ રહે છે અને તે જ કારણ છે. મહદ્ વગેરે સુખ, દુખ, મોહ વગેરેની સમાનતા પ્રતીત થાય છે. તે દિશામાં આગળ વધતાં છેવટે પ્રકૃતિ સુધી પહોંચાશે. અને તેથી તે પ્રકૃતિ આ સર્વનું અવ્યક્ત એવું
કારણ છે. (૩) જિ: પ્રવૃa - વારાતિઃ શાર્થવૃત્ત