________________
२९०
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन
અને તેમના મિલનમાં તે તારતમ્ય છે. તેને પરિણામે જ નાનાપણું સર્જાય છે. આ વાત પાણીના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. આકાશમાં ૨હેલ વાદળામાંથી પાણી તો એકસરખું જ પડે છે. તેનો સ્વાદ પણ એક જ પ્રકારનો હોય છે. પણ જુદા જુદા વૃક્ષના મૂળમાં સિંચાઈ તે તે ફળોમાં તે જુદા જુદા રસમાં પરિણમે છે. તે જ પ્રમાણે એક જ પ્રધાનમાંથી આવિર્ભાવ પામી સમસ્ત જગત વિવિધ રૂપોવાળું બને છે.
આ રીતે બાહ્યરૂપે દેખાતી આ સૃષ્ટિની વિવિધતાના મૂળમાં તો અવ્યક્તની એકતા જ રહેલી છે. એક જ સાચું અને એકમાત્ર કારણ છે. અન્યસર્વ તેના વિકાર છે. જે વિકાર છે, તે વ્યક્ત છે. પણ જે અવિકારી છે તે જ અવ્યક્ત છે.
सङ्घातपरार्थत्वात् त्रिगुणादिविर्पयादधिष्ठानात् ।
पुरुषोऽस्ति भोक्तृभावात्कैवल्यार्थं प्रवृत्तेश्च ।।१७।।
ભાવાર્થ : પુરુષનું (અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે.) કારણ કે (૧) સંઘાત પામેલા (જડ) પદાર્થો અન્યના ઉપયોગ માટે હોય છે. (૨) ત્રિગુણ વગેરે ધર્મોથી તે વિપરીત ધર્મોવાળો છે. (૩) અધિષ્ઠાનરૂપ છે. (૪) (તેનામાં) ભોક્તાપણાનો ભાવ છે અને (૫) કૈવલ્યમાટે પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે.
(૧) સંક્રાંતપરાર્ધત્વાત્ : સહાતાનાં પરાર્ધત્વાત્ -
સંઘાત એટલે જેમાં અનેકવિશેષોનું સમ્મિશ્રણ થયું છે તે. કોઈ એકવસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું તો તેમાં અનેક અન્યવસ્તુઓનું મિશ્રણ ભળેલું જોવા મળશે.
હવે સંઘાત પોતે પોતાના ઉપયોગ માટે નથી તે સમજી શકાય છે. લાકડું, પાટી, સ્ક્રુ અને ગાદિ વગેરે વસ્તુઓના મિશ્રણથી બનેલ પલંગ બીજાના સુવાને માટે હોય છે. અર્થાત્ પર-અર્થ છે.
આપણે આગળ જોયું તેમ અવ્યક્તપ્રકૃતિ પ્રારંભે તો ત્રણગુણની સામ્યાવસ્થામાં જ હોય છે. અને ત્યારે કાંઈ સર્જન થતું નથી. પણ જ્યારે ગુણોમાં ક્ષોભ થાય છે, ત્યારે તેમાંથી ક્રમશઃ ત્રેવીશતત્ત્વો પ્રગટે છે. આ સર્વને આપણે સંઘાત કહી શકીએ.
પ્રકૃતિદ્વારા થતું પરિણમન પ્રકૃતિથી ભિન્ન એવા પુરૂષમાટે થયું છે. શયન-આસન વગેરે ૫૨થી જેમ તેમના ઉપયોગ કરનાર અન્યનું અનુમાન થઈ શકે છે. તે જ પ્રમાણે અવ્યવિ સંઘાત પરાર્થ એટલે કે પુરૂષ માટે છે. એમ પણ અનુમાન થઈ શકે છે.
(૨) ત્રિશુળવિપર્યયાત્ : આગળ જોયું તેમ અવ્યક્તની સામ્યાવસ્થામાં જે પરિણમન થાય છે, તેનાથી ભિન્ન એવા અન્ય માટે (પુરૂષ માટે) થાય છે. તો આ અન્યતત્ત્વ તેનાથી ભિન્ન એટલે તેના ગુણધર્મોથી રહિત પણ હોવું જરૂરી છે. તેથી પુરૂષ ત્રિગુણથી રહિત છે. આમ ત્રિગુણથી રહિત એવાપુરૂષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૩) ધિષ્ઠાનાત્ : જેમ ૨થ વગેરેને નિયમન કરનાર અધિષ્ઠાતા હોય છે. તે જ પ્રમાણે મહદાદિના અધિષ્ઠાતા એવા પુરુષનો પણ સ્વીકાર કરવો રહ્યો.
શંકા : રથનો સારથિ તો સક્રિય છે. પરંતુ પુરૂષ નિર્ગુણ હોઈ નિષ્ક્રિય છે. તેથી તે અધિષ્ઠાતા કેવી રીતે હોઈ શકે ?
સમાધાન : એવો કોઈ નિયમ નથી કે સક્રિય જ ક્રિયા કરાવી શકે. કેટલીકવાર માત્ર સામીપ્યથી પણ ક્રિયા થાય છે. જેમકે લોહચુંબકની સમીપતા લોખંડમાં ક્રિયા ઉત્પન્ન કરે જ છે.
(૪) મોમાવાત્ : આ ત્રિગુણાત્મક જગત ભોગ્ય છે. તેથી તેનો કોઈ ભોક્તા આવશ્યક છે. આપણને સહુને એવી