________________
રૂ૦૦
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ३७ सांख्यदर्शन
ત્રીજો ભેદ – તે મહામોહ એટલે રાગ. ઇન્દ્રિયોના વિષયો પાંચ છે. તે મનુષ્ય અને દેવોના એમ ગણીએ તો દશ થાય. તેમાં આસક્તિ રાખવાથી આ મહામોહ થાય છે. તે દસ પ્રકારનો છે.
ચોથો ભેદ - તે તામિસ એટલે દ્વેષ. ઉપર જે દેવ અને મનુષ્ય એમ બે પ્રકારે પાંચ વિષયો ગણાવ્યા, તે દશ તેમજ આઠસિદ્ધિઓને લીધે જે દ્વેષ કે સંઘર્ષ થાય. તે આ રીતે ૧૮ પ્રકારનો છે.
પાંચમો ભેદ - અંધતામિલ્સ કે અભિનિવેશ પણ ઉપર વર્ણવેલ વિષયો કે સિદ્ધિઓ નહિ રહે કે મૃત્યુ તેનો અંત લાવશે, એવા ભયને કારણે અઢારપ્રકારનો થાય છે.
આમ કુલ ૬૨ પ્રકારના વિપર્યય થયા.
एकादशेन्द्रियवधाः सह बुद्धिवधरशक्तिरुद्दिष्टा ।
सप्तदश वधा बुद्धेविपर्ययात्तुष्टिसिद्धीनाम् ।।४९।। કારિકા-૪૯ (નવ) તુષ્ટિ અને (આઠ) સિદ્ધિના વિપર્યયથી બુદ્ધિમાં સત્તરપ્રકારની ખામી આવે છે. તેની સાથે અગિયારઇન્દ્રિયોની ખામી ભળીને કુલ અઠ્ઠાવીસ પ્રકારની અશક્તિ ગણવામાં આવી છે. વર્ષ (શ્રોત્રદોષ),
છતા (ત્વગુદોષ), અન્યત્વે (નેત્રદોષ), નડતા (સ્વાદ પરત્વે રસનાદોષ), નિપ્રા (ઘાણદોષ), પૂછતા (વાગ્દોષ), કોળું = ઠુંઠા હોવું, હાથની શક્તિના અભાવરૂપીદોષ, કુર્ઘ (=સંગડા હોવું), ચં (નપુંસકતાદોષ), ૩વર્ત (વાયુદોષ) અને મદ્રતા (મનનો દોષ) - આ અગિયારઅશક્તિઓ થઈ. આ સર્વને બુદ્ધિવધ પણ કહેવાય છે.
आध्यात्मिक्यश्चतस्रः प्रकृत्युपादानकालभाग्यख्याः ।
बाह्या विषयोपरमात् पञ्च नव तुष्टयोऽभिमताः ।।५०।। કારિકા-૫૦ : પ્રકૃતિ, ઉપાદાન, કાળ અને ભાગ્ય એ ચાર પ્રકારની આધ્યાત્મિક અને (પાંચ)વિષયોના શમનથી થતી પાંચ પ્રકારની બાહ્ય એમ નવપ્રકારની તુષ્ટિ માનવામાં આવી છે.
જ્યારે પોતાની બુદ્ધિની કોઈ આંતરીક સમજણને લીધે મનુષ્ય સંતોષ અનુભવે છે. ત્યારે તેની આ તુષ્ટિ આધ્યાત્મિક કહેવાય છે. તે ચાર પ્રકારે સંભવે છે. પ્રકૃતિ, ઉપાદાન, કાલ અને ભાગ્ય.
(૧) પ્રકૃતિ - મૂળપ્રકૃતિના ત્રિગુણાત્મકપ્રપંચને સમજ્યા પછી બધું જ જાણી લીધું છે, એમ સંતોષ થાય અને પછી મોક્ષ મેળવવાનો કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો તે આ પ્રકતિ નામની તષ્ટિ થઈ.
(૨) ઉપાદાન : તત્ત્વોનું પુરું જ્ઞાન મેળવ્યા વિના જો જ્ઞાનના સાધન-ઉપાદાન એવા સંન્યાસને ગ્રહણ કરી સંતોષ માનવામાં આવે તો તે તે ૩૫ાલન તુષ્ટિ થઈ. ,
(૩) ૪ - જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે મોક્ષ પ્રાપ્ત થઈ જશે. વિશેષ પ્રયત્નોની જરૂર નથી, એમ માની સંતોષ માનવો તે કાલ નામની તુષ્ટિ થઈ.
(૪) મા - જો ભાગ્યમાં હશે તો મોક્ષ મળી જશે. એમ માની સંતોષ પામવો તે બીજા નામની તુષ્ટિ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચવિષયો છે. આ વિષયોનો ઉપભોગ દુ:ખમય જ છે. તેમાં કોઈ સાર નથી, એમ સમજી વૈરાગ્ય કેળવી ઉપરમ પામવામાં આવે છે. આ ઉપર પાંચ પ્રકારના છે. અર્જન, રક્ષણ, ક્ષય, ભોગ અને હિંસા.
ભોગોના ઉપભોગ માટે પદાર્થો કે પદાર્થોની પ્રાપ્તિ માટે ધનનું અર્જન કરવું પડે છે. અર્જનમાં કોઈને કોઈની સેવા કરવી પડે છે. તે દુ:ખ છે. એમ માની અર્જનનો ત્યાગ કરવો તે પ્રથમ ઉપરમ.