________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन
तेन निवृत्तप्रसवार्थवशात् सप्तरुपविनिवृत्ताम् । प्रकृतिं पश्यति पुरुषः प्रेक्षकवदवस्थितः स्वच्छः । । ६५ ।।
કારિકા-૬પ : આ રીતે (પુરૂષના) પ્રયોજનને વશથવાથી પ્રસવધર્મમાંથી નિવૃત્ત થયેલ અને (ધર્માદિ) સાત ભાવોમાંથી મુક્તથયેલી પ્રકૃતિને સ્વચ્છપુરૂષ પ્રેક્ષકની જેમ (ઉદાસીન) રહીને જુએ છે.
दृष्टा मयेत्युपेक्षकको दृष्टाऽहमित्युपरमत्यन्या ।
सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ||६६ ||
३०३
કારિકા-૬૬ : ‘મેં એને જોઈ લીધી છે' એમ નિશ્ચય થવાથી એક (પુરૂષ) ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે છે. (અને) ‘હું જોવાઈ ગયી છું.' એમ માનીને બીજી (પ્રકૃતિ) વિરામ પામે છે. પછી બંનેનો સંયોગ હોય તો પણ સૃષ્ટિ (સર્ગ)નું પ્રયોજન રહેતું નથી.
सम्यग्ज्ञानाधिगमात् धर्मादीनामकारणप्राप्तौ ।
तिष्ठति संस्कारवशात् चक्रभ्रमिवद् धृतशरीरः । । ६७ ।।
કારિકા-૬૭ : (પછીથી) સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી ધર્મવગેરે (સંસારનું) કારણ બનતા નથી. તો પણ સંસ્કારવશ થઈને, જેમ કુંભારના ચાકનું ભ્રમણ ચાલું રહે છે, તેમ પુરૂષ શરીર ધારણકરી રાખે છે.
प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ । ऐकान्तिकमात्यन्तिकमुभयं कैवल्यमाप्नोति ।। ६८ ।।
કારિકા-૬૮ : (પછીથી) શરીર છૂટીજતાં પ્રયોજન પૂર્ણથયેલ હોવાથી પ્રકૃતિ (પ્રવૃત્તિમાંથી) નિવૃત્ત થાય છે અને તેથી (પુરૂષ) એકાન્તિક અને આત્મન્તિક એવું ઉભયપ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે.
*
સાંખ્યદર્શનકારો પુરૂષને અનાદિકાળથી બંધનમાં હોય છે તેમ માનતા નથી. પણ પુરૂષ અને પ્રકૃતિના અજ્ઞાનમૂલક સંયોગના કારણે પુરૂષ બંધનમાં આવી પડ્યો છે. જે લોકો જીવાત્માને સ્વભાવથી જ બંધન માને છે તેઓના મતનું ખંડન કરે છે.
ન સ્વમાવતો વદ્ધસ્ય મોક્ષસાધનોપવેવિધિઃ ॥૧-૭ સાંખ્ય સૂત્ર II
અર્થાત્ સ્વભાવથી બંધાયેલને મોક્ષના સાધનના ઉપદેશનું વિધાન નથી.
કહેવાનો આશય એ છે કે સ્વભાવથી જ બંધન માનવામાં આવે તો તેને દુઃખનિવૃત્તિનાં સાધનોનો ઉપદેશ ક૨વો વ્યર્થ છે. કારણકે જે વસ્તુમાં જે ગુણ કે દોષ સ્વાભાવિક હોય તેની નિવૃત્તિ થઈ શકતી નથી. અગ્નિમાં ઉષ્ણતા સ્વાભાવિક હોવાથી અગ્નિને કોઈપણ કારણથી ઉષ્ણતારહિત કરી શકાતો નથી. ગુણી જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી તેનો સ્વાભાવિકગુણ રહે છે. જ્યારે અગ્નિ નાશ પામે છે, ત્યારે જ તેની ઉષ્ણતા પણ નાશ પામે છે. અથવા ઉષ્ણતાના નાશની સાથે જ અગ્નિનો નાશ થાય છે. આ ઉ૫૨થી એમ સિદ્ધ થાય છે કે જો જીવાત્માનાં બંધન સ્વાભાવિક હોય તો બંધનના નાશ સાથે જ જીવાત્માનો નાશ થવો જોઈએ. પણ એમ મનાતું નથી. કારણકે બંધનનો નાશ થવા છતાં આત્માનું અસ્તિત્વ રહે છે. માટે આત્માનાં બંધન સ્વાભાવિક નથી.
પૂર્વપક્ષ : સ્વાભાવિકબંધનની નિવૃત્તિ પણ થઈ શકે છે.
શુદ્ધપવવીખવવ્યેત્ IIસાં.પૂ. ૧-૧૦॥ અર્થાત્ સફેદ વસ્ત્ર માફક, બીજ માફક,