________________
षड्दर्शन समुदय भाग - १, श्लोक -३७ सांख्यदर्शन
२९३
ભાવાર્થ તેથી આ સંયોગને કારણે અચેતન (મહાદાદિ) લિંગ સચેતન જેવું લાગે છે અને ગુણોમાં કર્તુત્વ હોવા છતાં ઉદાસીનપુરુષ કર્તા જેવો થાય છે.
પુરૂષ અને પ્રકૃતિ તાત્વિકરીતે જ પરસ્પરથી અત્યંતભિન્ન છે. એક ચેતન છે અને અન્ય જડ છે. એક નિર્ગુણ-અકર્તા અને માત્ર દ્રષ્ટા છે, તો અન્ય ત્રિગુણાત્મક, વિકારશીલ અને તેથી અન્યના દર્શનનો વિષય છે. પરંતુ એ બંને પરસ્પર કોઈપણ રીતે સંબંધ ધરાવતા જ નથી તેમ નથી. આપણને થતા સૃષ્ટિના અનુભવોમાં એ ઉભયનો સહયોગ છે.
પ્રકૃતિ ભલે જડ રહી, પરંતુ તેનું એક મહત્વનું તત્ત્વ છે સત્ત્વ (બુદ્ધિ).સત્ત્વનો ધર્મ છે પ્રકાશ. પણ એ પ્રકાશ સ્વયંભૂ નથી. તે પુરૂષના સાનિધ્યથી પ્રકાશિત થાય છે અને પછી પ્રકાશનું પરાવર્તન કરે છે. આ પરાવર્તિત પ્રકાશ પ્રકૃતિનો હોય તેવો ભાસ થાય છે અને તેથી તે અચેતન હોવા છતાં જાણે કે ચેતન હોય એમ લાગે છે. (તત્ સંયો – ગત चेतनावदिव लिङ्गम्)
પ્રકૃતિમાં રજોગુણ છે. તે ચલ છે, પ્રવૃત્તિશીલ છે. રજને કારણે પ્રકૃતિમાં ક્રિયા થાય છે અને તેથી ગુણો જ કર્તા છે. પણ એ ક્રિયા પણ ચેતનપુરૂષના સાનિધ્યમાં થાય છે. તેથી અકર્તા હોવા છતાં એ પુરૂષ જાણે કે કર્તા છે એવી ભ્રાન્તિ થાય છે.
पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थ तथा प्रधानस्य ।
पंग्वन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।।२१।। ભાવાર્થ: પુરૂષનો (પ્રધાનના) દર્શન માટે તથા પ્રધાનનો (પુરૂષના) કેવલ્ય માટે, એમ બંનેનો સંયોગ આંધળા અને લંગડાના સંયોગના સંયોગની જેમ થાય છે. અને તે સંયોગમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. કારિકાનો ભાવ સ્પષ્ટ છે. અને વિશેષ આગળ પણ જણાવેલ છે.
प्रकृतेर्मस्तितोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः ।
तस्मादपि षोडशकात् पञ्चभ्यःपञ्चभूतानि ।।२२।। ભાવાર્થ : પ્રકૃતિમાંથી મહાનું, તેમાંથી અહંકાર, અહંકારમાંથી સોળ તત્ત્વોનો સમુદાય, તે સોળમાંના પાંચ(=સન્માત્રા)માંથી પાંચભૂતો (ઉત્પન્ન થાય છે)
આ કારિકાને વિશે આગળ કહેવાઈ ગયું છે. વિશેષ કહેવાય છે. ન્યાય-વૈશેષિકો આ શબ્દવગેરેને ગુણો માને છે અને આકાશ વગેરે દ્રવ્યોમાં તે સમવાય સંબંધથી રહે છે તેમ સ્વીકારે છે. પૃથ્વી વગેરે દ્રવ્યો પ્રથમ પ્રગટ થાય છે અને પછી તેમના ગુણો આવે છે - એવો તેમનો મત છે.
આ પાંચ તન્માત્રામાંથી પાંચભૂતો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે ટીકાકારો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. ગૌડ માને છે કે પ્રત્યેકસન્માત્રા એક એક મહાભૂતને જ ઉત્પન્ન કરે છે. શબ્દતન્માત્રામાંથી આકાશ, સ્પર્શતન્માત્રામાંથી વાયુ, રૂપતન્માત્રામાંથી તેજ, રસતન્માત્રામાંથી જળ અને ગંધતન્માત્રાથી પૃથ્વી ઉત્પન્ન થાય છે.
પરંતુ વાચક અને ચન્દ્રિકા પ્રત્યેક મહાભૂત ક્રમશઃ એક કરતાં વધારે તન્માત્રાના સંયોગથી રચાય છે, એવો મત પ્રદર્શિત કરે છે. એ રીતે શબ્દતન્માત્રામાંથી આકાશ, શબ્દ અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ, શબ્દ, સ્પર્શ અને રૂપ તન્માત્રામાંથી તેજ; શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રામાંથી જળ, અને શબ્દ, સ્પર્શ રૂપ, રસ અને ગંધ તન્માત્રામાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે.
આ સંદર્ભમાં વેદાંતીઓની પંચીકરણ પદ્ધતિનો પણ પરિચય કરી લઈએ. તેમના મત પ્રમાણે પ્રત્યેક મહાભૂતોમાં