________________
२९२
षड्दर्शन समुदय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन
સરખું જ વર્તન હોત. અહીં “આત્મા'ના જન્મ-મરણની વાત નથી. તે તો અજન્મા અને અવિનાશી છે. પરંતુ આત્માના સ્થૂલશરીર સાથેના સંપર્ક અને ત્યાગને જ મરણ માનવામાં આવે છે.
પરંતુ વેદાંતીઓ માને છે કે ઉપરના કારણથી આત્માને અનેક માનવાની જરૂર નથી. આત્મા એક જ છે, પણ ઉપાધિભેદથી તે અનેક લાગે છે. જેમ એક જ આકાશ ઉપાધિભેદથી ઘટાકાશ, મઠાકાશ વગેરે રૂપે દેખાય છે, તેમ જ અહીં સમજવું જોઈએ.
આ પૂર્વપક્ષને સાંખ્ય ઉત્તર આપે છે કે જો નાનાત્વને ઉપાધિભેદથી સ્વીકારવામાં આવશે તો તે સિદ્ધાંત સર્વત્ર સ્વીકારવો પડશે. જો શરીર એ આત્માની ઉપાધિ છે તો હાથ, પગ વગેરે અવયવો એ શરીર(સંઘાત)ની ઉપાધિઓ છે. તેથી આ અવયવોનો આવિર્ભાવ જન્મ અને નાશ મરણ ગણવા પડશે. અને પછી જન્મ-મરણની વ્યવસ્થા નહીં રહે. વળી એક અખંડ આત્મામાં ઊપાધિભેદથી જો નાનાપણું સ્વીકારવામાં આવે તો પણ આત્મામાં વિરુદ્ધધર્મોનું આરોપણ કરવું પડે તે ઊચિત નથી. તેમજ અંત:કરણ વગેરેને નાનાપ્રકારક માનીએ તો પણ પ્રત્યેક અન્તઃકરણમાં એક જ આત્મા હોવાથી તેમને પરસ્પરવિરુદ્ધ અનુભવો થઈ શકે નહીં.
શંકા: શ્રુતિમાં તો આત્મા એક માનવામાં આવ્યો છે.
સમાધાન : જ્યાં આત્માને એક માનવામાં આવ્યો છે, ત્યાં તેને જાતિરૂપે એક માનેલ છે. આ વાત સાંખ્યસુત્ર ૧ ૧૫૪માં કરેલ છે કે “નાતકૃતિવિરોધો નાતિપરત્વાન્ - અદ્વૈતપ્રતિપાદક શ્રુતિનો વિરોધ થતો નથી. કારણ કે, તે પદો જાતિપરક છે.”
આ રીતે આત્માના અનેકત્વમાં શ્રુતિનો પણ વિરોધ નથી.(૨) જો આત્મા એક હોય તો સર્વની પ્રવૃત્તિઓ એકસમયે અને એકસરખી થવી જોઈએ પણ એવું નથી. કોઈ સારા કાર્યો કરે છે. તે જ સમયે બીજા કોઈ તેથી વિપરીતકાર્ય કરતા જ હોય છે. ઉત્તમ, મધ્યમ, અને અધમપ્રવૃત્તિઓ એકસમયે થતી જોવા મળે છે. તેથી પુરૂષ બહુત્વ સિદ્ધ થાય છે.
(૩) કેટલાક પ્રાણીઓમાં સત્ત્વગુણ મુખ્ય પ્રવર્તતો દેખાય છે. કેટલાકમાં રજોગુણ તો કેટલાકમાં તમોગુણ. આ રીતે ત્રણગુણોના તારતમ્યનો ભેદ એક જ આત્મામાં સંભવી ન શકે. તેથી પણ પુરુષ બહુત્વ સિદ્ધ થાય છે.
तस्माश्च विपर्यासात्सिद्धं साक्षित्वमस्य पुरुषस्य ।
कैवल्यं माध्यस्थं द्रष्टुत्वमकर्तृभावश्च ।।१९।। ભાવાર્થ એ ત્રિગુણાદિથી વિપરીત ધર્મો હોવાથી પુરુષનું સાક્ષીપણું, કેવલ્ય, મધ્યસ્થપણું, દ્રષ્ટાપણું અને અકર્તુત્વ સિદ્ધ થાય છે.
પુરુષ ત્રણેય ગુણોથી મુક્ત છે. તે નિર્ગુણ છે. અને તેથી તે - (૧) સાક્ષી છે. કારણકે ત્રિગુણરહિત હોવાથી તેને કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. તેને કોઈ વિષયમાં સ્વાર્થ નથી. જગતમાં ચાલતી પરિવર્તનની ઘટમાળા તે માત્ર જોયા કરે છે. તે દ્રષ્ટા છે. તે સ્વયં પરિવર્તનોથી મુક્ત છે.
(૨) આજ રીતે પુરૂષમાં કેવલ્ય પણ સિદ્ધ પણ થાય છે. કેવલ્ય એટલે દુ:ખનો સંપૂર્ણ અને શાશ્વત અભાવ. સુખ, દુ:ખ અને મોહ એ તો ત્રણે ગુણોનો જ સ્વભાવ છે. પુરૂષ તો તેનાથી પર છે અને તેથી તેનું કેવલ્ય સ્વાભાવિક છે. તેને બંધન નથી. તે વ8 પુરૂષ છે.
(૩) આ વન્ય ને લીધે તેનામાં માધ્યમ્બતટસ્થતા છે, તે પણ સિદ્ધ થાય છે. (૪-૫) ત્રિગુણથી રહિત હોવાથી તે અકર્તા છે. માત્ર દ્રષ્ટા જ છે. એ પણ સમજી શકાય છે.
तस्मात्तत्संयोगादचेतनं घेतनावदिवलिङ्गम् ।। गुणकर्तृत्वेऽपि तथा कर्तेव भवत्युदासीनः ।।२०।।