________________
२८४
षड्दर्शन समुचय भाग - १, श्लोक -३७, सांख्यदर्शन
છે તે બતાવે છે. તે પ્રકૃતિ(મૂળ) સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયગોચર બનતી નથી. ઉપરની કારિકામાં આવેલ સૂક્ષ્મ કરતાં અહીં જુદું છે. સુક્ષ્મ, વ્યક્તિ અને અવ્યક્ત ચોક્કસ અર્થમાં વાપરવામાં આવ્યું છે. સામ્યવસ્થામાં મૂળ પ્રકૃતિ અવ્યક્ત હોય છે. તેથી આપણી દૃષ્ટિમર્યાદામાં આવતી નથી. પણ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેના સંઘર્ષથી જે અનેકપદાર્થો ઉત્પન્ન થાય છે, તે આપણી ઇન્દ્રિયના વિષય થાય છે. એટલે વ્યક્ત. તે આકૃતિથી વ્યક્ત થાય. રૂપથી કે ગંધથી અથવા કોઈ પ્રત્યક્ષગુણથી વ્યક્ત થાય. આ રીતે પ્રકૃતિ અવ્યક્ત અને સુક્ષ્મ હોવાથી તેની ઉપલબ્ધિ થતી નથી. આથી તેનો અભાવ માનવાની જરૂર નથી. તેની ઉપલબ્ધિ અનુમાનથી થાય છે. કોઈપણ કાર્ય હોય તો તેનું કારણ પણ હોવું જોઈએ. વ્યક્ત પદાર્થો બધા કાર્ય છે. તેથી સાંખ્યના સત્કાર્યવાદ પ્રમાણે તે સર્વેનું મૂળરૂપ એવી પ્રકૃતિ હોવી જોઈએ, એમ સિદ્ધ થાય છે. આ વ્યક્ત કાર્ય કેટલેક અંશે કારણ એવી અવ્યક્ત પ્રકૃતિ સાથે સમાનતા ધરાવે છે અને કેટલેક અંશે વૈધર્મ પણ ધરાવે છે.
असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् ।
शक्तस्य शक्यकरणात् कारणभावाश्च सत्कार्यम् ।।९।। ને કારિકા-૯માં સાંખ્યના સત્કાર્યવાદને સિદ્ધ કરવા પાંચ કારણો આપ્યા છે. તે આગળ આવી ગયેલ છે. તેથી અહીં બતાવાતા નથી. અર્થ સ્પષ્ટ છે.
हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् ।
सावयवं परतन्त्रं व्यक्तं, विपरीतभव्यक्तम् ।।१०।। કારિકા-૧૦માં વ્યક્ત અને અવ્યક્તનું સ્વરૂપ બતાવેલ છે તે પણ આગળ આવી જાય છે. તે જોઈ લેવું.
त्रिगुणमविवेकी विषयः सामान्यमचेतवनं प्रसवधर्मि ।
व्यक्तं तथा प्रधानं तद्विपरीतस्तथा च पुमान् ।।११।। વ્યક્ત અને પ્રધાન (એ બંને) ત્રણ ગુણથી યુક્ત, અવિવેકી, વિષય, સર્વને ઉપલબ્ધ, અચેતન તેમજ પ્રસવધર્મી છે. પુરૂષ તેનાથી ઉલટો છે અને (કંઈક અંશે) તેમના જેવો પણ છે (કારિકા-૧૧). કહેવાનો આશય એ છે કે વ્યક્ત અને પ્રધાન નીચેના ધર્મોવાળા છે. (૧) ત્રિાનમ્ સત્વ, રજસું અને તમસુ એ ત્રણ ગુણોથી યુક્ત છે. સાંખ્યમત પ્રમાણે આ ગુણો કોઈના ધર્મ નથી. પરંતુ સુખાદિ ધર્મવાળા ધર્મ છે. આ સમસ્તજગત આ ત્રણ ગુણનો જ વિસ્તાર છે. આના વિશે આગળ ઘણું કહેવાયેલ છે. (૨) અવિવેકીઃ વિવેક એટલે વિભિન્નતત્ત્વો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો તે અને આ વિવેક જેનામાં હોય તે વિવેકી' કહેવાય. પ્રધાન અને વ્યક્તિમાં આવા પ્રકારનો વિવેક શક્ય નથી. બંને કારણ-કાર્યસંબંધથી યુક્ત છે. અને સત્કાર્યવાદ પ્રમાણે બંને એકબીજાથી નિતાન્ત ભિન્ન થઈ શકે તેમ નથી. તેમ મહદાદિ પોતાને પ્રધાનથી તદ્દન ભિન્નરૂપે ગ્રહી શકે તેમ નથી. અને પ્રધાન પોતે પણ પોતાને અલગ કરી શકે તેમ નથી. તેથી આ અર્થમાં બંને અવિવેકી છે. વિવેક એ ચેતનનો ધર્મ છે. પ્રધાન અને વ્યક્ત એ બંને અચેતન હોવાથી વિવેક કરી શકે તેમ નથી. તેથી તે અવિવેકી છે. વાચસ્પતિ મિશ્ર “અવિવેકી'નો એક બીજો પણ અર્થ આપે છે. મહદ્ વગેરે એકલા પોતે કંઈજ ઉત્પન્ન કરી શકતા નથી. તેઓ સર્વ સાથેમળીને જ ક્રિયા કરી શકે છે. અને એ રીતે તેઓ પરસ્પરમાં ભળેલા હોવાથી અવિવેકી છે.